CBSEની જેમ ગુજરાત બોર્ડ પણ 9થી 12 ધોરણન સિલેબસ હળવો કરશે
અમદાવાદઃ કોરોના સંક્રમણના વધતા ખતરાને જોતા આખા દેશમાં સ્કૂલો બંધ છે. આ દરમિયાન કન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ 12થી સુધી 30 ટકા સુધીનો સિલેબસ ઘટાડવાની ઘોષણા કરી છે. જે બાદ બુધવારે ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ને નિર્દેશ આપ્યો છે કે તેઓ પણ CBSE બોર્ડની જેમ ધોરણ 9થી 12 સુધીના સિલેબસમાં કટોતી કરે.
ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિહ ચૂડાસમાએ જણાવ્યુ કે, "ગુજરાત શિક્ષણ બોર્ડ (GSHSEB)"ને ધોરણ 9થી 12 સુધીનો સિલેબસ ઘટાડવા પર કામ કરવાના નિર્દેશ આપ્યા છે. વિષય વિશેષજ્ઞો પાસેથી સજેશન માંગવામાં આવશે, જે બાદ જ સિલેબસમાં શું રહેશે અને શું હટાવી દેવામાં આવશે તે અંગે અંતિમ ફેસલો લેવામાં આવશે. રાજ્ય સરકાર સાથે સંશોધિત પાઠ્યક્રમ પર વિચાર- વિમર્શ કરવાનો જલદી જ નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઇએ કે કોરોના સંકટને જોતા આખા દેશમાં વિદ્યાર્થીઓના સિલેબસને લઇ ચર્ચા કરી રહ્યા હતા, જેને લઇ અરજદારોએ પણ સોશિયલ મીડિયા દ્વારા સિલેબસ ઘટાડવાની માંગ કરી હતી. હવે જોવાનું છે કે સિલેબસમાં કેટલા રાજ્ય કટૌતી કરે છે.
આ 13 જગ્યા માટે ફેમસ છે અમદાવાદ, કરો ડિજિટલ સફર