For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live : હાર્દિક પટેલે કહ્યું EVMની ગરબડી, તો મોદી કહ્યું જીત્યો વિકાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની પળે પળની ખબર વાંચો અહીં. આ પેજને રિફ્રેશ કરીને જાણકારી મેળવો કે આ વિધાનસભાની ચૂંટણીમાં કોણ જીતે છે કોણ હારે છે. અને કેટલા મત સાથે...

|
Google Oneindia Gujarati News

સોમવારે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામો જાહેર થશે. આ પરિણામો પર હાલ ખાલી ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશની નજર મંડાયેલી છે. આજે કાં તો 22 વર્ષથી ગુજરાતમાં ચાલતી ભાજપની સરકાર વધુ પાંચ વર્ષ માટે ગુજરાત પર પોતાની સત્તા કાયમ કરશે. કાં તો પછી કોંગ્રેસના રૂપે પરિવર્તન આવશે. સાંજે 5 વાગ્યા પહેલા જ આ ચિત્ર સ્પષ્ટ થઇ જશે. સાથે જ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા અનેક મોટા નેતાઓનું ભાવિ આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે. વધુમાં યુવા નેતાઓ જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોરનું ભાવિ પણ આ જ ચૂંટણી નક્કી કરશે. ત્યારે ચૂંટણીની તમામ જાણકારીઓ અને તેને લગતી અપટેડની પળે પળની માહિતી વાંચવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો...

5: 00 PM : 99 બેઠકો મળી ભાજપને, છઠ્ઠી વાર ભાજપ આવશે સત્તામાં

3: 57 PM : ગુજરાતનો જનઆદેશ ભાજપને મળી 93 સીટો તો કોંગ્રેસને મળી 75 સીટો

3: 53 PM : ભાજપની જીત પછી સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને લોકોનો આભાર માન્યો. કહ્યું કે લોકોએ સારી સરકારમાં પોતાનો વિશ્વાસ રાખ્યો છે.

3: 5O PM : મોરબીના ટંકારા બેઠકમાં વર્ષ 1986 પછી પહેલીવાર કોંગ્રેસની સરકાર આવી.

3: 45 PM : અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ચૂંટણીના પરિણામો પર સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી

3: 4O PM : બનાસકાંઠામાં ચૂંટણીના પરિણામો જાહેર થતા જ થઇ જૂથ અથડામણ. ભાજપની જીત પછી દરબારો અને ઠાકોરો વચ્ચે થઇ અથડામણ.

3: 35 PM : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું જીત્યો વિકાસ, જીત્યું ગુજરાત, જય જય ગરવી ગુજરાત

3: 24 PM : હાર્દિક પટેલે ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કહ્યું કે કોંગ્રેસની હાર કે જીત અમારા માટે મહત્વની નથી. સાથે જ હાર્દિકે કહ્યું કે ભાજપ બેઇમાની કરીને ચૂંટણી જીતી છે. સાથે જ તેણે ઇવીએમ ગરબડી કરવાનો આક્ષેપ પણ લગાવ્યો છે.

3: 15 PM : દિલ્હી ખાતે અમિત શાહએ ભાજપ હેડક્વાટર પણ ભાજપની જીતની ઉજવણી કરી. નોંધનીય છે કે ટૂંકમાં ભાજપ પ્રેસવાર્તા કરશે આ અંગે.

3: OO PM : દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં પોતાની જીત પછી લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હવે તે ગુજરાતના કચડાયેલા લોકોનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડશે.

bjp and congress

2:00 PM : બપોરે 2 વાગ્યા સુધી આટલા નેતાઓની જીત થઇ પાક્કી

1.જવાહર ચાવડા માણવાદર બીજેપી વિજેતા
2.ભૂપેન્દ્રસિંહ ચુડાસામા ધોળકા બીજેપી વિજેતા
3.ઓલપાડ ભાજપના મૂકેશ પટેલ જીત્યા
4. બારોડલી ઇશ્વર પરમાર બીજેપી
5. સંખેડા ભાજપના અભેસિંહ તડવી વિજેતા
6. દેદિયાપાડા અપક્ષ મહેશ વસાવા વિજેતા
7. જંબુસર સંજય સૌલંકી કોંગ્રેસના વિજેતા
8. ઉધના વિવેક પટેલ ભાજપના વિજેતા
9. વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ ભાજવ વિજેતા
10. સોજિત્રા પૂનમભાઈ પરમાર કોંગ્રેસ વિજેતા
11. વિરમગામમાં ભાજપના તેજશ્રી બહેન પટેલ સામે કોંગ્રેસના લાખા ભરવાડની જીત
12. ગઢડામાં કોંગ્રેસના પ્રવીણ મારૂની જીત
13. વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમમાંથી
14. નીતિન પટેલ મહેસાણાથી
15. ભરૂચ દુષ્યંત પટેલ ભાજપ
16. જવાહર ચાવડા માણાવદર ભાજપ
17. આનંદ ચૌધરી માંડવી દક્ષિણ
18. પરેશ ધાનાણી કોંગ્રેસ અમરેલીથી
19. દિયોદર શિવા ભુરિયા કોંગ્રેસના વિજેતા
20. ચાણસ્મા દિલીપ ઠાકોર ભાજપ
21. અલ્પેશ ઠાકોર રાધનપુર
22. ઠક્કરબાપાનગર વલ્લભ કાકડિયા ભાજપ
23. ચાણસ્મા દિલીપજી ઠાકોર ભાજપ
24. સોમનાથ વિમલ ચુડાસમા કોંગ્રેસ
25 ઇડર હિતુ કનોડિયા ભાજપ

2:00 PM : બપોરે 2 વાગ્યા સુધી કોણ હાર્યું

1. સિદ્ધાર્થ પટેલ ડભાઈ કોંગ્રેસમાં હાર્યા
2. શક્તિ સિંહ માંડવીથી હાર્યા
3. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાજકોટ પશ્ચિમમાંથી હાર્યા
4. ભૂષણ ભટ્ટ ભાજપના ગઢની બેઠક જમાલપુર ખાડિયાની હાર્યા
5. શંકરસિંહ ચૌધરી વાવમાંથી કોંગ્રેસના ગેનીબેન સામે હાર્યા
6. NCPના જયંત બોસ્કી ઉમરેઠમાંથી હાર્યા

sankar chaudhary

1 :2O PM : ભાજપ માટે સાચા સમાચાર. આણંદની ઉમરેઠ બેઠક પર ભાજપના ગોવિંદ પરમારનો વિજય. તો બીજી તરફ એનસીપીના જયંત બોસ્કીની હાર. વધુમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો ભાવનગર પશ્વિમ બેઠક પરથી ભવ્ય વિજય થયો છે.

1 : 15 PM : ડીસા બેઠક પર કોંગ્રેસના ગોવાભાઈ રબારીની હાર, અને ભાજપને જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. ડીસાથી ભાજપના શશિકાંત પંડ્યાનો વિજય થયો છે. વધુમાં અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો વિજય. તો ભરૂચની ઝઘડિયા બેઠક પર બીટીપીના છોટુ વસાવાની જીત.

1 : 00 PM : ભુજમાં ભાજપનાં ડોક્ટર નીમા બેન આચાર્યની જીત્યા છે. તો ગઢડા બેઠક પરથી આત્મરામ પરમારને હાર મળી છે. વધુમાં અમરેલી પછી જામનગર જિલ્લાની પાંચમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસને જીત મળી છે તો બે બેઠક ભાજપને ગઇ છે.

12: 52 PM : વાવથી શંકર ચૌધરીની હાર થઇ. કોંગ્રેસના ગેનીબેનની થઇ જીત

12: 30 PM : કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતાની થઇ હાર શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ

12:00 PM : ભાજપના પરષોત્તમ સોલંકીની જીત, દાણીલીમડાથી શૈલેષ પરમાર, કોંગ્રેસના સંજય સોલંકીની જીત, રાધનપુરથી અલ્પેશ ઠાકોરની થઇ જીત

12:00 PM : સુરત શહેર બેઠક પર ચોકવનારા પરિણામો કોંગ્રેસનો સફાયો થયો છે અહીંથી

11:45 AM : ભાજપનાં વરિષ્ઠનેતા આર. સી ફળદુની કાલાવાડથી થઇ જીતઅમદાવાદ, ઘાટલોડીયામાં ભાજપનાં ભુપેન્દ્ર પટેલની જીત, તલાલા બેઠક પરથી કોંગ્રેસનાં ભગવાન બારડની જીત અને કોડીનાર બેઠક પરથી કોંગ્રેસનાં મોહનવાળાની જીત

jignesh and alpesh

11.56 AM : મહેસાણાં બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જીત, હાર્દિક પટેલને ઝાટકો

11.46 AM : વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની જીત

11:25 AM : સિદ્ધપુરની સીટ પરથી ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસની હાર

11:20 AM : કચ્છ-સૌરાષ્ટ્ર: ગીતાબા જાડેજાની ગોંડલ બેઠક પરથી જીત

11:15 AM : જેતપુર-જામકંડીરણા બેઠક પર ભાજપનાં ઉમેદવાર જયેશ દરાદડિયાની જીત

11:10 AM : ધોરાજીમાં કોંગ્રેસની જીત, તો પોરબંદરમાં અર્જૂન મોઢવાડિયા હાર્યા, રાજકોટ દક્ષિણમાં ભાજપના ગોવિંદ પટેલ જીત્યા. પોરબંદરમાં બાબુભાઇ ફરી એક વાર જીત્યા.

11:05 AM : બપોરે 2 વાગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કરશે પ્રેસવાર્તા

11: 00 AM : રાજકોટ પશ્ચિમથી CM વિજય રૂપાણી જીતી ગયા

10: 55 AM : અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી 12,600 વોટથી આગળ

10:50 AM : ભાજપે જૂનાગઢમાં તેનો ગઢ ગુમાવ્યો. સતત 6 ટર્મથી જીતતા મહેન્દ્ર મશરૂ હાર્યા

10:45 AM : વોર્ડ નંબર 12માં વશરામ સાગઢિયાએ ઇવીએમ સીલ વગરનું હતું તેમ કહીને મતગણતરી અટકાવી.

10:40 AM : કોંગ્રેસના ભીખાભાઇ જોષી જૂનાગઢની જીત્યા. મણિનગર પર ભાજપ જીત્યા

10:40 AM : એલિસબ્રિજ પર ભાજપના રાકેશ શાહની થઇ જીત. ઝાલોદથી કોંગ્રેશના ભાવેશભાઇની થઇ જીત. તો જેતપુરથી જયેશ રાદડિયાથી થઇ જીત

10:30 AM : જમાલપુર ખાડિયાથી ભૂષણ ભટ્ટ હાર્યા, ભાજપના ગઢમાં હાર

10:20 AM : ભાજપ 96 સીટો પર આગળ તો કોંગ્રેસ 63 સીટો પર આગળ

10:14 AM : અમદાવાદ દરિયાપુર, ભુજ, ડભોઇ, ગોડંલ, જમાલપુર ખાડિયામાં ભાજપના ઉમેદવારો આગળ છે.

10:00 AM : તો રાધનપુર, પાટણ, સિદ્ધપુર, માંડવી અને અમરેલી જિલ્લામાં કોંગ્રેસ આગળ છે.

9:50 AM : ગાંધીનગરની દહેગામ અને માણસા બેઠક પર ભાજપના ઉમેદવારો તો કુતિયાણા બેઠક પરથી એનસીપીના નેતા કાંધલ જાડેજા 7172 મતથી આગળ. સાથે જ અમદાવાદ દરિયાપુરની બેઠક પરથી ભાજપ 5700 મતોથી આગળ. નિકોલમાં પણ ભાજપના જગદીશ પંચાલ દસ હજાર મતોથી આગળ

9:45 AM : ભાજપના આરોગ્ય મંત્રી તેવા શંકર ચૌધરી વાવ બેઠક પરથી 1700 મતોથી આગળ. ઓલપાડ મુકેશ પટેલ 9530 મતથી અને મહુવા પર કોંગ્રેસ 300 મત થી આગળ. ગીર-સોમનાથ ની સોમનાથ બેઠકમાં બીજા રાઉન્ડમાં ભાજપના જશાભાઈ બારડ 7135 મતોથી આગળ

9:40 AM : વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમમાં 7600 વોટથી આગળ તો માંડવીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પાછળ. તો વળી રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર આગળ

9:20 AM : મહેસાણામાં ભાજપના નીતિનભાઇ પટેલ 3000 વોટથી આગળ

9:15 AM : કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર. ભાજપ 92 બેઠકથી આગળ તો કોંગ્રેસ 83 બેઠકો પર આગળ.આમ બંન્ને એક બીજાની હરીફ આપી રહ્યા છે.

voting

9:13 AM : પોરબંદરમાં કોંગ્રેસના અર્જૂન મોઢવાડિયા 989 થી આગળ

9:10 AM : કચ્છમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ 1300 વોટથી આગળ

9:03 AM : ધોરાજીથી કોંગ્રેસના લલિત વસોયા આગળ. તો અમરેલીમાં પણ પાંચે સીટો પર આગળ છે.

9:00 AM : પોરબંદરથી બાબુ બોખીરિયા 989 મતોથી આગળ

8: 55 AM : રાજકોટ પશ્ચિમથી વિજય રૂપાણી પાછળ ચાલી રહ્યા છે.

8:50 AM : જેતપુરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા પ્રથમ રાઉન્ડના અંતે 1932 મતોથી આગળ

8:44 AM : તેજેશ્રી બેન વિરમગામ થી આગળ ભાજપ 25 કોગ્રેસ 24બેઠક પર આગળ

8:43 AM : કચ્છ બેઠક પર 3 કોગ્રેસ 3 ભાજપ આગળ

8:42 AM : વડગામ જીજ્ઞેશ મેવાણી પાછળ નારાયણ પુરા કોશિક પટેલ આગળ પોરબંદર બાબુ બોખરીયા આગળ

8:41 AM : ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ કોંગ્રેસ આગળ

8:40 AM : વીજેતપુર વિધાનસભામાં પહેલા રાઉન્ડમાં ભાજપા ના જયંતી રાઠવા 1000 મત થી આગળ

8:35 AM : ઇડર વિધાનસભામાં ગુજરાતી હિરો હિતુ કનોડિયા પોસ્ટલ બેલેટમાં આગળ

8:37 AM : 100 વધુ બેઠકો પર આવ્યા શરૂઆતી રૂઝાન, ભાજપ 63 અને કોંગ્રેસ 37 સીટો પર આગળ

8:30 AM : ભાજપ 27 બેઠકો પર આગળ તો કોંગ્રેસ 12 બેઠકો પર આગળ. જો કે અન્ય પક્ષોએ હજી ગુજરાતમાં કોઇ ખાસ લીડ નથી મેળવી.

8:27 AM : વડગામમાં જિજ્ઞેશ મેવાણી, રાજકોટમાં વિજય રૂપાણી, મહેસાણામાં નીતિન પટેલ આગળ. તો અલ્પેશ ઠાકોર પાછળ છે

8 : 14 AM : મતગણતરીની શરૂઆત થતા જ ભાજપ 6 બેઠક પર અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

8:10 AM : મોરબી જીલ્લાની ત્રણ બેઠક માટે મત ગણતરી સેન્ટર ઉપર કાર્યવાહી શરૂ. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા મતકેન્દ્ર

bjp

8:07 AM : ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના પિતાનું અવસાન. એક તરફ ગુજરાતમાં મત ગણતરી શરૂ થઈ છે તેવા જ સમયે ભાજપ સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાના પિતાના અવસાનના ખબર આવ્યા છે. તેમના પિતાજી પરષોત્તમ ભાઈ દલસાણિયાનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે.

8:05 AM : રાજ્યની 182 સીટો માટે મતગણના શરૂ, 33 જિલ્લાના 37 કેન્દ્રો પર યોજાઈ રહી છે મતગણતરી, પહેલા બેલેટ પેપર અને પછી ઈવીએમથી શરૂ થશે ગણના

8:00 AM : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી શરૂ

7:25 AM : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો માટે સવારે 8 વાગ્યાની મતગણતરી શરૂ થશે. આ માટે ગુજરાતમાં કુલ 37 મતગણતરી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે. જ્યાં ચાંપતા પોલીસ બંદોવસ્ત વચ્ચે મતગણતરી શરૂ થશે.
7:20 AM : આ પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીના હેડક્વાટરે પોત પોતાની જીત થવાની આશા સાથે તૈયારીઓ કરી રાખી છે.
7:15 AM : સુરતમાં ઇવીએમ મશીનની આસપાસના વિસ્તારમાં વાઇ ફાઇ સર્વિસ સસ્પેન્ડ કરવામાં આવી છે. ઇવીએમ મશીનને હેક કરવાની સંભાવના હેઠળ આમ કરવામાં આવ્યું છે.
7:00 AM : ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષના નેતાઓએ પોત પોતાની જીત માટે વિશ્વાસ રજૂ કર્યો છે. રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં ભાજપનો ભારે બહુમતી સાથે ભવ્ય વિજય થશે તેમ જણાવ્યું હતું.

તો બીજી તરફ જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પણ પરિણામોની ગણતરી પહેલા ઇવીએમ મશીન સાથે કોઇ ચેડા ના થાય તે માટે ખાસ વોચ રાખવામાં આવી રહી હતી. આ તસવીરો જૂનાગઢની છે.

English summary
Live: Gujarat Assembly elections poll result 2017, Read all update here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X