• search

દાહોદઃ પ્રભાબેનની આભા પર ભારે પડશે ભાભોર?

ગુજરાતમાં 30 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. બન્ને પક્ષે પોત પોતાની રીતે ગુજરાતમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. દેશભરમાં મોદીની જે લહેર જોવા મળી રહી છે અને જે રીતે આજે મોદીએ વારાણસીમાં મેગા રોડ શો થકી પોતાની આંધીનો પરચો આપ્યો તેના પરથી કહી શકાય છે કે આ વખતે ગુજરાતમાં 20 કરતા વધુ બેઠકો આવશે.

તેમજ ઓપિનિયન પોલ્સમાં પણ ગુજરાતમાં ભાજપને 20થી 24 બેઠકો મળશે તેવો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમ છતાં પંચમહાલની જેમ દાહોદ બેઠક પણ એવી છે, જ્યાં આદિવાસી અને ઓબીસી મતદાતાઓની સંખ્યા વધારે છે ત્યારે આ બેઠક પર પણ મતદાતાઓ કોના પર મહેરબાન થશે તે રસપ્રદ રહેશે.

દાહોદ બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક ક્યારેક કોંગ્રેસનું ગઢ હતી. 1977થી લઇને 1999 સુધી આ બેઠક પર માત્ર કોંગ્રેસના જ ઉમેદવારો વિજયી થતા હતા, પરંતુ 1999માં બાબુભાઇ કટારાએ કોંગ્રેસને માત આપી હતી અને 2004માં પણ તેઓ વિજયી થયા હતા, પરંતુ 2009માં ભાજપે સોમજીભાઇ ડામોરને પ્રભાબેન તવિયાડની સામે ઉભા રાખ્યા હતા અને આ બેઠક ભાજપના હાથમાંથી સરી ગઇ હતી. આ વખતે ભાજપે પોતના ઉમેદવાર તરીકે જશવંત સિંહ ભાભોરને ઉભા રાખ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તેઓ ત્યાંના હાલના સાંસદ પ્રભાબેનને કેવી ટક્કર આપે છે. તો ચાલો તસવીરો થકી આ બેઠક પર આછેરી નજર ફેરવીએ.

પોરબંદર। ગાંધીનગરઅમદાવાદ પૂર્વજામનગરકચ્છમહેસાણાપાટણસાબરકાંઠાબનાસકાંઠાસુરેન્દ્રનગરઅમરેલીભાવનગરજુનાગઢરાજકોટઆણંદખેડાપંચમહાલગુજરાતના ઉમેદવારોરસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે કહ્યું છેકે, રાજ્ય સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવાના પ્રોજેક્ટ માટે ફંડ આપવામાં આવશે કે તુર્ત જ પાણીની સમસ્યાનું નિરાકરણ આવી જશે. રહેણાકોને ફોરેસ્ટ રાઇટ્સ મળી રહ્યાં છે. રાજ્ય સરકારની વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ આદિવાસી વિસ્તારોમાં થઇ રહ્યો છે, અમે સારું કામ કરવાનું ચાલું રાખીશું.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તવિયાડએ કહ્યું છેકે, મારી નેક્સ્ટ ટર્મમાં દાહોદને નર્મદાનું પાણી હાફેશ્વરથી આપવામાં આવશે. આ વિસ્તારમાં પાઇપ્ડ નેચરલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હજારો ફોરેસ્ટ રાઇટ્સની ફાઇલ અટકેલી છે તેને ક્લિયર કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેસી મુનિયાએ કહ્યું કે અહી બેરોજગારીની માત્રા વધારે છે અને મોટી માત્રામાં લોકો આ વિસ્તાર છોડીને બહાર જઇ રહ્યાં છે. આ વિસ્તારમાં સિંચાઇની સુવિધાની જરૂર છે. અહી ઉદ્યોગોની સુવિધા ઉભી કરીશ જેથી લોકોને રોજગારી મળી શકે. શિક્ષણ અને સ્વાસ્થ્ય મારો પ્રથમ મુદ્દો રહેશે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

આ વિસ્તારમાં સૌથી વઘારે આદિવાસી મતદાતાઓ છે. અહી આદિવાસી મતદાતાઓની સંખ્યા 9.5 લાખ છે. ત્યારબાદ સૌથી વધારે મતો ઓબીસી છે, જેની સંખ્યા 2.25 લાખ છે. બાદમાં 45 હજાર મુસ્લિમ, 25 હજાર દાઉદી વ્હોરા સમાજના મતદાતાઓ છે, એટલે કે આ બેઠક એ જ ઉમેદવારમાં હાથમાં જશે જે આદિવાસી અને ઓબીસીનો વિશ્વાસ જીતી શકશે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1962

સ્વતંત્રઃ- હિરાભાઇ બારિયા- 107348

કોંગ્રેસઃ- નરસીભાઇ હાથિલા- 102935

તફાવતઃ- 4413

1967

કોંગ્રેસઃ- બીઆર પરમાર- 113926

સ્વતંત્રઃ- એલબી પટેલ- 105842

તફાવતઃ- 8084

1971

એનસીઓઃ- ભાલજીભાઇ પરમાર- 95186

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 68276

તફાવતઃ- 26910

1977

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 89538

બીએલડીઃ- ગોવિંદસિંહ મિનામા- 86145

તફાવતઃ- 3393

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1980

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 134226

જનતા પાર્ટીઃ- ગોવિંદસિંહ મિનામા- 57103

તફાવતઃ- 77123

1984

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 169944

જનતા પાર્ટીઃ- નરસીભાઇ હાથિલા- 55207

તફાવતઃ- 114737

1989

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 168774

જનતાદળઃ- સુમનભાઇ ભાભોર- 141015

તફાવતઃ- 27759

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 155707

ભાજપઃ- સુમનભાઇ ભાભોર- 105998

તફાવતઃ- 49709

1996

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 172045

ભાજપઃ- સુમનભાઇ ભાભોર- 104463

તફાવતઃ- 67582

1998

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 276011

ભાજપઃ- તેરસિંહભાઇ ડામોર- 161731

તફાવતઃ- 114280

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999

ભાજપઃ- બાબુભાઇ કટારા- 232288

કોંગ્રેસઃ- સોમજીભાઇ ડામોર- 219857

તફાવતઃ- 12431

2004

ભાજપઃ- બાબુભાઇ કટારા- 228154

કોંગ્રેસઃ- પ્રભાબેન તવિયાડ- 227793

તફાવતઃ- 361

2009

કોંગ્રેસઃ- પ્રભાબેન તવિયાડ- 250586

ભાજપઃ- સોમજીભાઇ ડામોર- 192050

તફાવતઃ- 58536

English summary
lok sabha election analysis dahod constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more