For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસ અને બદનામીના ડરથી પ્રેમી-પંખીડાએ નદીમાં ઝંપલાવ્યું, યુવકનું મોત

પોલીસ અને બદનામીના ડરથી પ્રેમી-પંખીડાએ નદીમાં ઝંપલાવ્યું, યુવકનું મોત

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ગુજરાતમાં આવેલ ધરમપુરના વિરવલ ગામના તાન નદીના પુલ પરથી 20 વર્ષીય યુવકે પોતાની સગીર પ્રેમિકા સાથે મોતની છલાંગ લગાવી હતી. બાજુમાંથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે છોકરીને જેમતેમ કરીને બચાવી લીધી છે. જ્યારે ડૂબી જવાથી યુવકનું મૃ્ત્યુ થયું. ધરમપુરના ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ યુવકના મૃતદેહને શોધી કાઢ્યો છે. ધરમપુરના સ્ટેટ હોસ્પિટલમાં યુવતીની સારવાર ચાલી રહી છે, યુવતીના નિવેદનના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નદીમાં ઝંપલાવ્યું

નદીમાં ઝંપલાવ્યું

રુઝવાની ગામનો રહેવાસી 20 વર્ષીય નિરલ ઠાકોર 28મી ઓગસ્ટે પોતાની 15 વર્ષની પ્રેમિકા સાથે ફરાર થઈ ગયો હતો. આ મામલે યુવતીની માતાએ ખેરગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે એક છોકરો અને છોકરી નદીમાં કૂદી ગયા હોવાની માહિતી મળતા જ લોકો દોડી આવ્યા હતા. ઘટના બાદ છોકરીને નદીમાં તણાતી જોઈ રિક્ષા ડ્રાઈવરે નદીમાં છલાંગ લગાવી દીધી હતી અને હેમખેમ રીતે છોકરીને બચાવી લીધી હતી. જેને 108 એમ્બ્યુલન્સ દ્વારા ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી છે.

ડરને કારણે લગાવી મોતની છલાંગ

ડરને કારણે લગાવી મોતની છલાંગ

છોકરીએ કહ્યું કે "બે દિવસ પહેલા નિરલ મારી નિશાળે આવ્યો હતો અને મને કહ્યું કે ચાલ આપણે નિકળવું છે. બાદમાં હું તેની સાથે ચાલી ગઈ હતી. અમે બંને નિલયની બહેનના ઘરે ગયા, જ્યાં બે દિવસ રોકાયાં હતાં. હું નિરય સાથે ફરાર થઈ ગઈ જેની જાણકારી મારા મમ્મી-પપ્પાને થવા પર તેમણે અમારા લગ્ન માટે ઈનકાર રકત અને અમને ઠપકો આપત એ ડરથી નદીમાં કૂદી ગયાં હતાં." છોકરીએ જણાવ્યું કે એમને પોલીસ અને બદનામીનો ડર હતો.

200 ફીટ તરીને યુવતીને બચાવી

200 ફીટ તરીને યુવતીને બચાવી

રિક્ષા ડ્રાઈવરે બહાદુરી બતાવીને બે કાંઠે વહી રહેલી નદીમાં કૂદી ગયો હતો. એક હાથમાં દોરડું પકડી અને બીજા હાથે છોકરીનો હાથ પકડી 200 ફીટ તરીને તેને બહાર કાઢી હતી. રિક્ષા ચાલક ઉમેદ વેલજીભાઈ પટેલે કહ્યું કે, "છોકરીનો વજન વધુ હોવાથી રિક્ષા ડ્રાઈવર થાકી પણ ગયો હો પણ એક પરિવારની છોકરીનો જીવ બચાવી શક્યો તેની ખુશી છે."

English summary
lover jumped in river after police complaint
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X