સોનિયાએ ઉડાવી ગુજરાત મોડલની મજાક, મોદીએ ફેંક્યો ખુલ્લો પડકાર

Google Oneindia Gujarati News

વલસાડ, 25 એપ્રિલ: લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો પણ પૂર્ણ થઇ ગયો છે પરંતુ નરેન્દ્ર મોદી વિરુધ્ધ સોનિયા ગાંધીની વચ્ચે વાકયુદ્ધ વધુ વેગ પકડી રહ્યું છે. તાજી ઘટના છે ગુજરાતની જ્યાં રેલીને સંબોધીત કરતા સોનિયાએ મોદીના વિકાસ મોડલની મજાક ઉડાવી અને તેના એક દિવસ પહેલા મોદીએ વળતો પ્રહાર કરીને જણાવ્યું કે સોનિયા ગાંધી જુઠ્ઠુ બોલી રહ્યા છે.

લોકસભા ચૂંટણી 2014માં 349 બેઠકો પર લોકોએ પોતાનો નિર્ણય ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં સીલબંધ કરી દીધો છે પરંતુ હજી પણ 3 તબક્કાની ચૂંટણી બાકી છે. હજી પણ 194 બેઠકો પર મતદાન થવાનું બાકી છે. એટલે કે દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ માટે હજી પણ મેળવવા માટે ઘણુ બધું બાકી છે અને ત્યાર સુધી તેના માટે રાજનૈતિક મર્યાદામાં રહીને પાર્ટીઓ દરેક પ્રકારના ઉપાયો કરી રહી છે. પછી ભલેને તે જુબાની જંગ દ્વારા એક બીજા પર પ્રહારોની રીત કેમ ના હોય.

મોદી 2001થી ગુજરાતના મુખ્યમંત્રી છે અને ગુજરાતના વિકાસ મોડેલની સફળતાને હથિયાર બનાવીને કોંગ્રેસને સતત ઘાયલ કરવાની કોશીશ કરતા રહ્યા છે. પરંતુ મોદીના આ હથિયારની ધારને બુઠ્ઠી કરવાની જવાબદારી ખુદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉઠાવી છે અને તે પણ મોદીના ગઢ ગુજરાતમાંથી. વલસાડમાં સોનિયા રેલી કરવા પહોંચી અને સીધા-સીધા મોદીના વિકાસના દાવાઓ પર જ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. જોકે મોદીએ પણ વળતો પ્રહાર કરવામાં પણ વધારે સમય ના લીધો.

ભાજપ દાવો કરે છે કે મોદીના નેતૃત્વમાં ગુજરાતે દિવસ-રાત વિકાસ કર્યો છે, પછી ભલેને તે આર્થિક ક્ષેત્ર હોય અથવા સામાજિક. મોદીએ ગુજરાતની કાયા પલટ કરી દીધી છે. બીજા રાજ્યોમાં ભાજપના સમર્થક પણ હવે આજ આશામાં છે કે તેમના રાજ્યની કિસ્મત પણ ગુજરાતની જેમ બદલાઇ જશે પરંતુ વલસાજમાં સોનિયાએ ફરીથી ચેતવણી આપી કે આંકડાઓની કલાકારીથી ભ્રમની જાળ ફેલાવવામાં આવી છે. વાસ્તવિકતા કંઇક જુદી જ છે. મોદીએ સોનિયાને જવાબ આપતા વડોદરામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ ભયભીત છે. મેદાનમાં મેડમ આવી જાય તો બધું જ દેખાઇ જશે.

સોનિયાનો મદી પર પ્રહાર કરવો ઘણે અંશે મહત્વનો છે. ગુજરાતમાં 30 એપ્રિલના રોજ મતદાન છે અને સોનિયાની એ જ કોશીશ રહેશે કે છેલ્લા સમય સુધીમાં રાજ્યના લોકોનું મૂડ તે કોંગ્રેસ તરફ વાળે. બીજું કારણ એ પણ છે કે મોદીના તોડ માટે તેમના જ તીરનો ઉપયોગ સોનિયા ગાંધી કરી રહી છે.

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે. મોદી માટે શાખ બચાવવાની લડાઇ છે તો કોંગ્રેસ માટે મોદીની શાખ બગાડવાની તક. ચૂંટણી પ્રચાર માટે માત્ર 4 દિવસનો સમય છે. આ ઓછા સમયને સોનિયા હાથથી જવા દેવા નથી માંગતી અને લગભગ કોશીશ એ જ છે કે મોદી પર વધારેમાં વધારે પ્રહાર કરીને મતદારોને કોંગ્રેસ તરફ કરી શકાય.

વધુ સમાચાર વાંચો સ્લાઇડરમાં...

સોનિયાએ મોદીના વિકાસ મોડલની મજાક ઉડાવી

સોનિયાએ મોદીના વિકાસ મોડલની મજાક ઉડાવી

નરેન્દ્ર મોદી વિરુધ્ધ સોનિયા ગાંધીની વચ્ચે વાકયુદ્ધ વધુ વેગ પકડી રહ્યું છે. તાજી ઘટના છે ગુજરાતની જ્યાં વલસાડમાં રેલીને સંબોધીત કરતા સોનિયાએ મોદીના વિકાસ મોડલની મજાક ઉડાવી, અને મોદીના વિકાસ મોડેલને ખોટો ગણાવ્યો.

મોદીનો વળતો પ્રહાર

મોદીનો વળતો પ્રહાર

સોનિયાએ મોદીના વિકાસ મોડલની મજાક ઉડાવી અને તેના એક દિવસ પહેલા મોદીએ વળતો પ્રહાર કરીને જણાવ્યું કે સોનિયા ગાંધી જુઠ્ઠુ બોલી રહ્યા છે.

સોનિયા વિરુધ્ધ મોદી

સોનિયા વિરુધ્ધ મોદી

મોદી 2001થી ગુજરાતના મુખ્યમંત્રી છે અને ગુજરાતના વિકાસ મોડેલની સફળતાને હથિયાર બનાવીને કોંગ્રેસને સતત ઘાયલ કરવાની કોશીશ કરતા રહ્યા છે. પરંતુ મોદીના આ હથિયારની ધારને બુઠ્ઠી કરવાની જવાબદારી ખુદ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉઠાવી છે અને તે પણ મોદીના ગઢ ગુજરાતમાંથી. વલસાડમાં સોનિયા રેલી કરવા પહોંચી અને સીધા-સીધા મોદીના વિકાસના દાવાઓ પર જ પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. જોકે મોદીએ પણ વળતો પ્રહાર કરવામાં પણ વધારે સમય ના લીધો.

ભાજપનો દાવો અને લોકોની આશા

ભાજપનો દાવો અને લોકોની આશા

ભાજપ દાવો કરે છે કે મોદીના નેતૃત્વમાં ગુજરાતે દિવસ-રાત વિકાસ કર્યો છે, પછી ભલેને તે આર્થિક ક્ષેત્ર હોય અથવા સામાજિક. મોદીએ ગુજરાતની કાયા પલટ કરી દીધી છે. બીજા રાજ્યોમાં ભાજપના સમર્થક પણ હવે આજ આશામાં છે કે તેમના રાજ્યની કિસ્મત પણ ગુજરાતની જેમ બદલાઇ જશે.

સોનિયાનો પ્રહાર

સોનિયાનો પ્રહાર

વલસાડમાં સોનિયાએ ફરીથી ચેતવણી આપી કે આંકડાઓની કલાકારીથી ભ્રમની જાળ ફેલાવવામાં આવી છે. વાસ્તવિકતા કંઇક જુદી જ છે.

મોદીનો સોનિયાને ખુલ્લો પડકાર

મોદીનો સોનિયાને ખુલ્લો પડકાર

મોદીએ સોનિયાને જવાબ આપતા વડોદરામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ ભયભીત છે. મેદાનમાં મેડમ આવી જાય તો બધું જ દેખાઇ જશે.

English summary
Narendra Modi dares Sonia Gandhi for a public debate on Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X