મહાગુજરાત આંદોલનના પ્રણેતાને વિજય રૂપાણીએ આપી ભાવાંજલિ

Subscribe to Oneindia News

1લી મે ગુજરાતના સ્થાપના દિવસ તરીકે મનાવાય છે. 1956 માં શરૂ કરાયેલા મહાગુજરાત આંદોલનના ફળ સ્વરૂપે 1960માં મહારાષ્ટ્રથી છૂટું પડી ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. આ અંદોલનના મુખ્ય પ્રણેતા અને પીઢ ગાંધીવાદી ઇન્દુલાલ યાજ્ઞિક, જેઓ ઇન્દુચાચા નામથી પણ ઓળખાય છે, તેમનો ગુજરાત રાજ્ય સ્થપનામાં બહુ મહત્વનો ફાળો છે. ઇન્દુચાચા મહાગુજરાત ચળવળ ચલાવવા ગામડે-ગામડે ફરતા. તેમના ખીસામાં ભોજન માટે તે ચણા ભરીને જતા અને ભૂખ લાગતૈા ચણા ખાઈને ગુજરાન ચલાવતા હતા. ઇન્દુચાચા સાદગીનું પ્રતિક હતા.

indulal yanik

કોઈ પણ લાલચ વિના, તેમનો મુખ્ય ધ્યેય એક જ હતો, ગુજરાત રાજ્યની સ્થાપના. આજના યુવાઓ ગુજરાતના આ પ્રણેતા એટલે કે ઇન્દુચાચાને ભૂલી ગયા છે.

આજે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્દુચાચાની પ્રતિમા તેમજ શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે 16 કરોડ જેટલા ખર્ચે બનેલ હોમગાર્ડ ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું. 1000 જેટલા હોમગાર્ડ જવાનોએ માનવસાંકળ રચીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રીએ હોમગાર્ડના જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કર્યા હતાં. સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી.

jagannath

આ સાથે જ અમદાવાદમાં જગન્નાથ મંદિર ખાતેથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હાથે શ્રવણ તીર્થ યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગુજરાતના ધાર્મિક સ્થળ સોમનાથ, અંબાજી, પાવાગઢ જેવા યાત્રાધામોને ગુજરાત એસટી નિગમ સર્વિસથી જોડવામાં આવ્યાં છે. શ્રાવણ તીર્થ યોજના મુજબ 45 કે તેથી વધુ સિનિયર સીટીઝનના સમૂહને યાત્રાધામના સ્થળે લઇ જવા પરત લાવવા માટે સરકાર દ્વારા એસટીબસના ભાડામાં 50 ટકા રાહત આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત રહેશે.

English summary
Maha Gujarat Insolvency chief pioneer and veteran Gandhian Indulal Yagnik, who was known as Indu chacha.Read here more.
Please Wait while comments are loading...