For Daily Alerts
મહારાષ્ટ્ર નાણા પંચના સભ્યો ગુજરાતની મુલાકાતે
ગાંધીનગર, 4 ડિસેમ્બર : મહારાષ્ટ્રના ચોથા નાણા પંચના અધ્યક્ષ જે. પી. ડાંગે અને તેમની ટીમે ગુજરાતની મુલાકાત લઇ ગુજરાતના વિકાસની પ્રભાવિત થઇ હતી. રાજ્ય નાણા પંચના અધ્યક્ષ ર્ડા. ભરત ગરીવાલે રાજ્યના ત્રીજા નાણા પંચની કામગીરી અને ગુજરાતના વિકાસ મોડેલની રૂપરેખા આપી હતી.
વધુમાં મુલાકાતે આવેલ મહારાષ્ટ્ર નાણા પંચની ટીમ રાજ્યના વિવિધ જિલ્લા પંચાયતોની પણ મુલાકાત લેશે. ગુજરાતના નાણા પંચના સભ્યો યમલ વ્યાસ, દિનેશ ચોકસી તેમજ સભ્ય સચિવ ડી. એન. પાંડેએ મહારાષ્ટ્ર નાણા પંચ સાથે વિગતવાર ચર્ચાવિચારણા કરી હતી.
મહારાષ્ટ્રનું નાણા પંચ સમગ્ર કામગીરીને ધ્યાનમાં લેશે, પોતાના સૂચન આપશે અને મહારાષ્ટ્ર પાછા ફરી તેમાંથી પ્રેરણાદાયક બાબતોને અમલમાં મૂકવા મહારાષ્ટ્ર સરકાર સમક્ષ સૂચન કરશે.