For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીજીના પરિજનોએ ઠુકરાવ્યુ મોદીના કાર્યક્રમમાં જવાનું આમંત્રણ, રાખી આ શરત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ગાંધી સ્મારક મીઠા સત્યાગ્રહ મેમોરિયલના ઉદઘાટન માટે દાંડી પહોંચ્યા છે. કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ ગાંધીજીના પૌત્ર કનુભાઈની પત્નીને આમંત્રણ આપ્યુ નથી.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે ગાંધી સ્મારક મીઠા સત્યાગ્રહ મેમોરિયલના ઉદઘાટન માટે દાંડી પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપ નેતા પ્રધાનમંત્રી મોદીને ગાંધીજી સાથે મીઠા સત્યાગ્રહમાં ભાગ લેનાર 80 સત્યાગ્રહીઓની પ્રતિમાનો શિલાન્યાસ કરાવી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં ભાજપ નેતાઓએ ગાંધીજીના પૌત્ર કનુભાઈની પત્નીને આમંત્રણ આપ્યુ નથી. બાદમાં જ્યારે ભાજપને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેમણે આમંત્રણ મોકલ્યુ તો શિવલક્ષ્મી (કનુભાઈની પત્ની)એ ભાજપનું આમંત્રણ ઠુકરાવી દીધુ.

પીએમ મોદીને મળવા માટે 10 મિનિટનો સમય માંગ્યો હતો

પીએમ મોદીને મળવા માટે 10 મિનિટનો સમય માંગ્યો હતો

કનુભાઈ ગાંધીજીની પત્ની શિવલક્ષ્મી ગાંધી સુરતના ભીમરોડ ગામમાં રહે છે. આ કાર્યક્રમમાં ગાંધીજીની પૌત્રવધુ શિવલક્ષ્મી ગાંધી (કનુભાઈની પત્ની)ને આમંત્રણ મળ્યુ નહોતુ. જ્યારે આ વિશે મીડિયાએ સ્થાનિક સાંસદ સીઆર પાટિલને પૂછવામાં આવ્યુ તો તે આગલા દિવસે જ શિવલક્ષ્મી ગાંધીને આમંત્રણ આપવા જતા રહ્યા. શિવલક્ષ્મી ગાંધીએ સાંસદ સામે એક શરત રાખી. તેમણે પીએમ મોદીને મળવા માટે 10 મિનિટનો સમય માંગ્યો હતો. જ્યારે સાંસદે કહ્યુ કે આવુ સંભવ નથી તો તેમણે પણ આમંત્રણ ઠુકરાવી દીધુ.

શિવલક્ષ્મી ગાંધી કનુભાઈની પત્ની છે

શિવલક્ષ્મી ગાંધી કનુભાઈની પત્ની છે

તમને જણાવી દઈએ કે આઝાદીના સમયે દાંડીયાત્રાનો એક ફોટો એ દિવસોમાં ખૂબ પ્રચલિત થયા હતા જેમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધી તેમની લાકડી પકડીને ચાલી રહ્યા છે. શિવલક્ષ્મી ગાંધી એ જ કનુભાઈની પત્ની છે. પીએમ મોદી નવસારી પહોંચતા પહેલા સુરત જશે ત્યાં તે એરપોર્ટ ટર્મિનલ ભવનના વિસ્તારની આધારશિલા રાખશે. અહીંથી મહાત્મા ગાંધીએ ગાંધીજીને અંગ્રેજી કાયદા સામે વર્ષ 1930માં 12 માર્ચથી 6 એપ્રિલ વચ્ચે 387 કિલોમીટરની લાંબી દાંડીયાત્રા કરીને બ્રિટિશ મીઠાનો કાયદો તોડ્યો હતો.

120 કરોડની કિંમતનું મીઠા સત્યાગ્રહ સ્મારક

120 કરોડની કિંમતનું મીઠા સત્યાગ્રહ સ્મારક

નવસારીમાં ગુજરાત સરકારે 120 કરોડની કિંમતે દાંડીમાં 15 એકર જમીનમાં મીઠા સત્યાગ્રબ સ્મારક બનાવવામાં આવ્યુ છે. આમાં ગાંધીજી સાથે દાંડી માર્ચ કરનાર સત્યાગ્રહીઓની પણ પ્રતિમાઓ લગાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ એસસી-એસટી એક્ટમાં સુધારા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકારઆ પણ વાંચોઃ એસસી-એસટી એક્ટમાં સુધારા પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

English summary
mahatma gandhi ji's family rejected invitation to attend narendra Modi's program in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X