For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો

શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાત ભાજપમાંથી ગુરુવારે વધુ એક વિકેટ ખરી ગઈ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાના દીકરા મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. મહેન્દ્ર વાઘેલા 3 મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા. પહેલા મહેન્દ્ર સિંહ વાઘેલા કોંગ્રેસમાં હતા. એમણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતૂ વાઘાણીને લેટર લખીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે.

mahendrasinh vaghela

મહેન્દ્ર સિંહ વાઘેલા બે વાર કોંગ્રેસ પાર્ટીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. ત્યારે તેઓ ન તો વિધાનસભા ચૂંટણી લડ્યા કે ન તો કોઈ રાજકીય પક્ષ જોડાયા. પરંતુ આ વર્ષે જુલાઈમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. મહેન્દ્ર સિંહ વાઘેલા ત્રણ મહિના ભાજપમાં રહ્યા બાદ આખરે તેમણે ભાજપને અલવિદા કહી જ દીધું છે.

ભાજપના સૂત્રોએ જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે જેમાં કારણનો કોઈ ઉલ્લેખ નહોતો કરાયો. જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ભાજપમાં જોડાતા શંકરસિંહ વાઘેલા એમનાથી નારાજ હતા. પિતાએ આ કારણે જ પુત્ર મહેન્દ્રસિંહ સાથે રાજનૈતિક સંબંધો ખતમ કરી નાખ્યા હતા. એમણે પણ કોંગ્રેસથી અલગ જઈને જન વિકલ્પ મોર્ચાનું ગઠન કર્યું હતું. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ ત્રીજા મોર્ચાની સાથે જઈને આગામી લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરશે.

આ પણ વાંચો- નાગરિકોને આજે ફરી રાહત મળી, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

English summary
Mahesndra sinh vaghela left bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X