For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 માર્ચ: દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેતા સુરેશ ગોપીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ગોપીએ પોતાની મુલાકાતમાં નરેન્દ્ર મોદી સાથે પોતાની અંતરંગ વાતો કરી હતી. મોદી જુદા જુદા ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને મળતા રહે છે અને તેમના દેશના વિકાસ માટે તેમના વિચાર જાણતા રહે છે.

સુરેશ ગોપીએ મોદી સાથેની મુલાકાતમાં કેરળની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને તેમણે વિઝિનજામ બંદર પરિયોજના, તિવેન્દ્રમ ખાતે હાઇકોર્ટ બેન્ચ, રેલવે વિભાગના મોર્ડનાઇઝેશન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી.

સુરેશ ગોપીએ મોદી સાથે દક્ષિણ ભારતમાં ફિલ્મ ઉદ્યોગને આવતી સમસ્યાઓ અંગે પણ વિગતવાર વાત કરી તેમજ તેમણે મોદીને એવી વિનંતિ પણ કરી કે તેઓ દૂરદર્શનને વધારે અસરકારક બનાવે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતના લોકોને એક પ્રેરણા મળી રહે.

મોદી અને સુરેશ ગોપી વચ્ચેની આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદી હંમેશા જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત લોકોને મળીને તે ક્ષેત્રની સમસ્યાઓને સમજવાની કોશીશ કરે છે. મોદીએ ટ્વિટર પર ગોપી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ મુલાકાત ખૂબ જ સારી રહી હતી.

મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રખ્યાત મલયાલમ ફિલ્મ અભિનેતા સુરેશ ગોપીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. ગોપીએ પોતાની મુલાકાતમાં નરેન્દ્ર મોદી સાથે પોતાની અંતરંગ વાતો કરી હતી. મોદી જુદા જુદા ક્ષેત્રમાં કાર્ય કરતા લોકોને મળતા રહે છે અને તેમના દેશના વિકાસ માટે તેમના વિચાર જાણતા રહે છે.

મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

સુરેશ ગોપીએ મોદી સાથેની મુલાકાતમાં કેરળની સમસ્યાઓ પર ચર્ચા કરી હતી. ખાસ કરીને તેમણે વિઝિનજામ બંદર પરિયોજના, તિવેન્દ્રમ ખાતે હાઇકોર્ટ બેન્ચ, રેલવે વિભાગના મોર્ડનાઇઝેશન વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી.

મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

મલયાલમ અભિનેતા સુરેશ ગોપીએ લીધી મોદીની મુલાકાત

સુરેશ ગોપીએ મોદી સાથે દક્ષિણ ભારતમાં ફિલ્મ ઉદ્યોગને આવતી સમસ્યાઓ અંગે પણ વિગતવાર વાત કરી તેમજ તેમણે મોદીને એવી વિનંતિ પણ કરી કે તેઓ દૂરદર્શનને વધારે અસરકારક બનાવે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભારતના લોકોને એક પ્રેરણા મળી રહે.

મોદી અને સુરેશ ગોપી વચ્ચેની આ મુલાકાત વીડિયોમાં..

મોદી અને સુરેશ ગોપી વચ્ચેની આ મુલાકાત લગભગ એક કલાક સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદી હંમેશા જુદા જુદા ક્ષેત્રમાં કાર્યરત લોકોને મળીને તે ક્ષેત્રની સમસ્યાઓને સમજવાની કોશીશ કરે છે. મોદીએ ટ્વિટર પર ગોપી સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આ મુલાકાત ખૂબ જ સારી રહી હતી.

English summary
The top Malayalam film actor Suresh Gopi had a courtesy meeting with Narendra Modi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X