For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટી પછી હવે મમતા દીદીનો પણ આજે ગુજરાતના રાજકારણમાં પ્રવેશ

આપ પછી હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તે પહેલા જ ગુજરાતનુ રાજકારણમાં ગરમાયુ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશી જે રીતે સુરતમાં જીત મેળવીને રાજ્યમાં ચારે તરફ ફેલાઈ રહ્યુ છે તે બાદ હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આજે ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢમાં મમતા દીદીના ફોટાવાળા બેનરો લગાવવામાં આવ્યા છે. શહીદ દિવસ નિમિત્તે આજે મમતા બેનર્જીની ગુજરાતની જનતાને સંબોધશે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ગુજરાતના 33માંથી 32 જિલ્લાઓમાં મમતા દીદીનુ સંબોધન પ્રસારિત કરવામાં આવશે.

mamata

તમને જણાવી દઈએ કે ભાજપનો ગઢ ગણાતા અમદાવાદમાં ગીતા મંદિર એસટી ડેપોમાં તૃણમૂલ કોંગ્રેસનુ મોટુ હૉર્ડિંગ લગાવવામાં આવ્યુ છે. જે મુજબ 21 જુલાઈ શહીદ દિવસ નિમિત્તે મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. પશ્ચિમ બંગાળમાં આ દિવસે ટીએમસી કાર્યકરોના મૃત્યુ થયા હતા તેની યાદમાં આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ચ્યુઅલ સંબોધન પશ્ચિં બંગાળ ઉપરાંત પહેલીવાર ગુજરાત, તમિલનાડુ, દિલ્લી, પંજાબ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ જેવા બીજા રાજ્યોમાં પણ પ્રસારિત કરવામાં આવશે. પોસ્ટરમાં જણાવ્યા મુજબ 21 જુલાઈના રોજ બપોરે 2 વાગે મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે.

ઉલ્લેખનીય છે કે 21 જુલાઈને 13 યુવા કોંગ્રેસ સભ્યોની યાદમાં શહીદ દીવસ તરીકે મનાવવામાં આવ છે જેઓ 1993માં કોલકત્તામાં વિરોધ દરમિયાન પોલિસ ફાયરીંગમાં માર્યા ગયા હતા. એ વખતે મમતા દીદી યુવા કોંગ્રેસનુ નેતૃત્વ સંભાળતા હતા. ત્યારબાદ 1998માં તેમણે પોતાની ટીએમસીનુ નિર્માણ કર્યુ. આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવાય છે. આજના સંબોધનમાં શહીદોની યાદ ઉપરાંત મોદી સરકારની જનતા વિરોધી નીતિઓ પર પણ મમતા દીદી દ્વારા જોરદાર પ્રહારો કરવામાં આવે તેવુ માનવામાં આવી રહ્યુ છે.

English summary
Mamata banerjee also entering in the politics of Gujarat today, addresss gujarat people virtually on 21 July martyrs day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X