For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગેરકાયદે એલઇડી અને કેરોસીન વેચતી ટોળકી પર મામલતદારની તવાઈ

ધોરાજીમાં એક જ મહીનાની અંદરમાં બીજી જગ્યાએ ગેરકાયદેસરનાં એલડીઓના વિક્રેતાને ત્યા સંયુકત ઑપરેશનમાં કેરોસીન તથા એલડીઓ લાખો રૂપિયાનો સીઝ કરાયો.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ધોરાજીમાં એક જ મહીનાની અંદરમાં બીજી જગ્યાએ ગેરકાયદેસરનાં એલડીઓના વિક્રેતાને ત્યા સંયુકત ઑપરેશનમાં કેરોસીન તથા એલડીઓ લાખો રૂપિયાનો સીઝ કરાયો હતો બાદમાં ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીનું સંયુક્ત ઓપરેશન યોગ્ય બાતમીનાં આધારે ધોરાજીનાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે આવેલ એક વેપારીને ત્યા રેડ પડતાં ત્યાથી એલડીઓ તથા કેરોસીનનો અનઅધિકૃત રૂપિયા 19,44000 જથ્થો સીઝ કરાયો હતો.

kerosene

ધોરાજીમાં હજુ એક મહીનામાં ઉપલેટા રોડ પર આવેલ અનઅધિકૃત એલડીઓનો જથ્થો લાખો રૂપિયાનો સીઝ કરાયો હતો ત્યા હજી તેની શાહી સુકાઇ નથી ત્યા ધોરાજીનાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે આવેલ પેઢીમાં યોગ્ય બાતમીનાં આધારે ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીનું સંયુક્ત ઓપરેશનમાં ધોરાજીના જેતપુર રોડ પરથી એલડીઓના ગેરકાયદેસરના વહેંચાણ પર મામલતદાર અને પોલીસ ત્રાટક્યાં હતા. શહેરના સરદાર ચોક ખાતે ગેરકાયદેસરના એલડીઓના વિક્રેતાને ત્યાંથી એલડીઓ-25,000/-લીટર, કેરોસીન-5,600 લીટર, ટેન્કર સહિત રૂપિયા-19,44000/-નો મુદામાલ સીઝ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી લાંબા સમયથી ચાલતું આ લાઈટ ડિઝલ ઓઈલ (એલડીઓ) ગોરખધંધો ચાલતો હોય તેવી આજે ચર્ચા ઉઠી રહી છે.

જવાબદાર પુરવઠા સહીતના તંત્રના અસ્તિત્વ સામે સવાલો ઉભાં થાય છે. ધોરાજી ખાતે એક જ મહીનાની અંદર બીજુ આ કૌભાંડ ઝડપાયું છે. ધોરાજી પંથકમાં ગેરકાયદેસરનું એલડીઓનુ વેચાણ કરતા ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી જવા પામી છે. ધોરાજી પોલીસ અને મામલતદાર કચેરી તથા પ્રાંત કચેરીને મળી છે. આ બીજી સફળતા 19,44000 રૂપિયાનો જથ્થો સીઝ કરતાં કાળાધોળાનાં કારસ્તાન કરનારાઓમાં આ ઘટનાને પગલે સન્નાટો છવાઈ ગયો છે. ધોરાજી પોલીસનાં જવાનો તથા પીઆઇ ઝાલા તથા પ્રાંત કચેરીનાં તુષાર જોષી તથા મામલતદાર કચેરીના અપાર થનારથી સાહેબની સંયુકત ઑપરેશનમાં આ કૌભાંડ ઝડપાયું છે.

English summary
Mamlatdar took action on a gang selling illegal LED and kerosene
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X