
ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાંચે ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે 1 શખ્સની ધરપકડ કરી
બોર્ડર રેન્જ આઈજીપી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ,ગાંધીધામ મયુર પાટીલ તરફથી જિલ્લામાં બાયોડીઝલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ હતી, જેથી એલ.સી.બી.ની ટીમ ગેરકાયદેસર રીતે બાયોડીઝલના વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતી તે દરમ્યાન મંગળવારે એલ.સી.બી.ની ટીમ ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ગોકુળ ગામથી નાની ચીરઇ તરફ જતા સર્વિસ રોડ ઉપર કિરણ પેટ્રોલપંપ પાસે મીત રોડવેઝના વર્કશોપના પાછળના ભાગે વાડામાં લોખંડનાં સ્ટેન્ડ પર ટેન્કરની ટેંક રાખી ઇલેકટ્રીક મોટર ફીટ કરેલ છે અને ટૅકમાં પેટ્રોલીયમ પ્રવાહી ભરેલ છે તેવી હકીકતને આધારે ઉપરોકત જગ્યાએ 7 જુલાઈના રોજ રેઈડ પાડતાં ગેરકાયદેસર પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો.
આ બાબતે ભચાઉના મામલતદારને જાણ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જવલનશીલ પ્રવાહી વેચાણ કરતો ઇસમ ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા (ઉ.વ.૨૯) ગાંધીધામના ભવાનીનગર ગળપાદરનો રહેવાસી છે. લોખંડનો ટાંકો (કિંમત 1,૨૫,૦૦૦) ફ્યુઅલ ભરવા માટેની નોઝલ, ઇલેકટ્રોનીક આઉટલેટ મશીન નંગ-૧ (કિંમત- ૩૫,૦૦૦), એક ઇલેકટ્રીક મોટર (કિંમત- ૫,૦૦૦) ૪૦૦૦ લિટર બાયોડીઝલ (કિંમત- ૨,૪૮,૦૦૦) સહિત કુલ ૪, ૧૩,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એસ.એસ દેસાઇ તથા પોલીસ સબ ઇન્સપેકટર બી.જે.જોષી તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો.