For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદઃ હત્યા કરીને કટરથી કર્યા લાશના 100 ટૂકડા, માથુ અને આંગળીઓ સાથે લઈ ગયા

અમદાવાદના અસલાલીમાં બે કાળા રંગની બેગો મળી આવી જેમાં લાશના 100 ટૂકડા કરી દેવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

અમદાવાદના અસલાલીમાં એક ચાવાળાએ પોલિસને સૂચના આપી કે તેની દુકાનની સામે કાળા રંગની બે બેગ પડી છે. બેગમાંથી દુર્ગંધ આવી રહી છે. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી. બંને બેગોને ખોલીને જોઈ તો પોલિસના હોશ ઉડી ગયા.

બેગમાં હતા લાશના ટૂકડા

બેગમાં હતા લાશના ટૂકડા

કેસ સરદાર પટેલ રિંગ રોડ પર સ્થિત અસલાલી ગામ પાસેનો છે. સોમવારે સવારે ચાવાળાની સૂચના પર ઘટના પર પહોંચેલી પોલિસ જ્યારે બે બેગો ખોલીને જોયુ તો તમે યુવકની લાશના લગભગ 100 ટૂકડા પડ્યા હતા. લાશનુ માથુ અને આંગળીઓ નહોતી. લાથ 25થી 30 વર્ષની ઉંમરના કોઈ યુવકની લાગી રહી છે. કેસ સામે આવ્યા બાદ બે દિવસ વીતી ચૂક્યા છે પરંતુ હજુ સુધી યુવકની ઓળખ તેમજ હત્યારાઓ વિશે સુરાગ મળ્યો નથી.

કટરથી કર્યા લાશના 100 ટૂકડા

કટરથી કર્યા લાશના 100 ટૂકડા

નાયબ પોલિસ અધિક્ષક કે ટી કામરિયાએ જણાવ્યુ કે હત્યા કર્યા બાદ શરીરના ટૂકડા કરીને બે બેગમાં ભરી દીધા છે. જ્યારે તેનુ માથુ અને આંગળીઓ નથી. તપાસમાં સ્પષ્ટ થયુ છે કે કટરથી શબના 100 ટૂકડા કરવામાં આવ્યા છે. શબની ઓળખ થઈ શકી નથી. શબનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ મલાઈકા પર કમેન્ટ કરી ફસાઈ રંગોલી, લોકોએ કહ્યુ, ‘ઘટિયા છે તુ, તારા વિચારો ગંદા છે'આ પણ વાંચોઃ મલાઈકા પર કમેન્ટ કરી ફસાઈ રંગોલી, લોકોએ કહ્યુ, ‘ઘટિયા છે તુ, તારા વિચારો ગંદા છે'

સીસીટીવી ફૂટેજ શોધી રહી છે પોલિસ

સીસીટીવી ફૂટેજ શોધી રહી છે પોલિસ

ચાવાળાએ જણાવ્યુ કે રવિવારની રાતે જ્યારે તે દુકાન બંધ કરવા ગયો ત્યારે ત્યાં કંઈ જ નહોતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે સોમવારે સવારે બેગને અહીં ફેંકવામાં આવી હશે. પોલિસે આસપાસના વિસ્તારો અને પોલિસ સ્ટેશનમાં ગુમ થયેલા યુવકોની સૂચના આપવાના આદેશ આપ્યા છે. ઘટનાની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ શોધવામાં આવી રહ્યા છે.

English summary
man killed dead body cut in 100 pieces in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X