For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમૂલ ડેરીના એમડી ડૉ.રત્નમે આપ્યું રાજીનામું, બોર્ડે નકાર્યું કૌભાંડ

અમૂલ ડેરીના મેનેજર ડૉ. કે રત્નમે પોતાના પદ પરથી રાજીનામું આપું દીધું છે. જો કે કૌભાંડની ચર્ચાઓ મામલે પણ અમૂલે સ્પષ્ટતા આપી છે. વધુ જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

અમૂલ ડેરીના મેનેજર ડૉ. કે રત્નમે પોતાના પદ પરથી રાજીનામું આપું દીધું છે. આણંદ સ્થિત ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદન સંધથી રત્નમ 1995થી જોડાયેલા છે. અને 55 વર્ષીય રત્નમને વર્ષ 2014માં કંપનીના મેનેજર બનાવવામાં આવ્યા હતા. બોર્ડની બેઠકમાં શનિવારે બોર્ડ તેમનું રાજીનામું સ્વીકાર્યું હતું. બોર્ડના અધ્યક્ષ રામસિંહ પરમારે આ અંગે જાણકારી આપી હતી. જાણકારી મુજબ તેમ કહેવામાં આવી રહ્યું છે કે રત્નમ વ્યક્તિગત કારણોથી અમૂલથી રાજીનામું આપી રહ્યા છે. જો કે બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે અમૂલ ડેરીમાં 450 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે જેના કારણે આ રાજીનામાં માંગવામાં આવ્યા છે. જો કે કૌભાડં મામલે ડૉ. રત્નમે આ વાતને પાયાવિહીન હોવાનું જણાવ્યું છે.

amul

બીજી તરફ ચેરમેન રામસિંહ પરમારે કહ્યું કે ભષ્ટ્રાચારનો આરોપ લગાવનાર લોકોએ પહેલા પોતાનો ઇતિહાસ તપાસવો જોઇએ. તેમનું કહેવું હતું કે અમૂલમાં ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ દ્વારા ઓડિટ થાય છે. અને આ માટે અહીં ભષ્ટ્રાચાર થવો અશક્ય છે. અને જો તેવું થયું હોત તો અત્યાર સુધી સામે આવી ગયું હોત. સાથે જ તેવું પણ સામે આવ્યું છે કે કેટલાક લોકો ડેરીને બદનામ કરવા માટે આવા આરોપ લગાવી રહ્યા છે.

English summary
The managing-director of Amul Dairy, has resigned and his resignation was accepted in a board meeting on Saturday, the milk cooperatives chairman Ramsinh Parmar said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X