For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : મંગળયાનનું મિથેન સેંસર આપણા રાજકોટમાં કેવી રીતે બન્યું?

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 25 સપ્ટેમ્બર : દેશમાં નિર્મિત મંગળયાનનો મંગળની ભ્રમણ કક્ષામાં પ્રવેશતા જ દેશવાસીઓએ ગર્વ અનુભવ્યો હતો. આ ક્ષણે જ રાજકોટવાસીઓએ મા6 ગ્વ નહીં પરંતુ જાણે કે છાતી ગજ ગજ ફૂલી હોય એવું અનુભવ્યું હતું.

દેશની આ ઐતિહાસિક ઘટનામાં રાજકોટનો પણ ફાળો છે. કારણ કે મંગળયાનમાં ઉપયોગમાં લેવામાં આવેલું એક મહત્વનું ઉપકરણ રાજકોટમાં બન્યું છે. આ બાબતની ગર્વભેર જાહેરાત સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ કારણે ગુજરાતભરના લોકોની ઉત્સુકતા વધી છે. આ ઉપકરણ કયું છે?, કોણે બનાવ્યું છે વગેરે વિગતો જાણવા આગળ ક્લિક કરો...

રાજકોટમાં બન્યું મિથેન સેંસર

રાજકોટમાં બન્યું મિથેન સેંસર


ભારતના મહત્વકાંક્ષી મંગળયાનમાં વપરાયેલું એક મહત્વનું ઉપકરણ છે મિથેન સેન્સર. આ મિથેન સેન્સર રાજકોટની એક કંપનીએ બનાવ્યું છે.

રાજકોટની એચજય ઇન્ડસ્ટ્રીનું યોગદાન

રાજકોટની એચજય ઇન્ડસ્ટ્રીનું યોગદાન


રાજકોટમાં આવેલી એચજય ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ECHJAY Industries Pvt. Ltd.) દ્વારા માર્સ ઓર્બિટર મિશન (એમઓએમ - MOM) માટે મીથેન સેન્સર બનાવવાની કામગીરીમાં યોગદાન આપવામાં આવ્યું છે. મિથેન સેન્સરની બનાવટમાં જરા સરખી પણ ક્ષતિ ન રહે તે માટે દેશના ટોચના વિજ્ઞાનીઓએ અનેકવાર કંપનીમાં રૂબરૂ મુલાકાત લીધી હતી.

એચજય ઇન્ડસ્ટ્રીઝ 1990થી એરો સ્પેસના સાધનો બનાવે છે

એચજય ઇન્ડસ્ટ્રીઝ 1990થી એરો સ્પેસના સાધનો બનાવે છે


મૂળ મુંબઇના ગુજરાતી વ્યવસાયીએ વર્ષ 1971માં તત્કાલીન રાજય પ્રધાનના આગ્રહથી રાજકોટમાં આ ફેક્ટરી સ્થાપી હતી. કંપની 1990થી એરો સ્પેસ ક્ષેત્રે જુદા જુદા સાધનો બનાવે છે.

PSLV - 3 માટે કર્યું હતું કામ

PSLV - 3 માટે કર્યું હતું કામ


કંપનીએ સૌ પ્રથમવાર લોન્ચિંગ વ્હીકલ PSLV - 3 માટે બે ટનની એકપણ સાંધા વગરની રીંગ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની ડિઝાઇન મુજબ બનાવી હતી. રિંગ બન્યા બાદ મિસાઇલમેન કલામ એટલા ખુશ થઇ ગયેલા કે તેમણે ડાયરેકટર ડો. ગુપ્તાને રૂબરૂ રાજકોટ મોકલ્યા હતા.

2005થી નરેન્દ્ર મોદીના ધ્યાનમાં

2005થી નરેન્દ્ર મોદીના ધ્યાનમાં


રાજકોટની આ કંપની વર્ષ 2005થી તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનમાં છે. કંપનીના માલિકો સાથે એરોસ્પેસના સાધનો વિષે તેમણે વિસ્તૃત વાત કરી હતી. આ સિદ્ધિની નોંધ વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ માર્સ મિશન કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં નોંધ લીધી છે.

એરો સ્પેસ માટેના સાધનો ખાસ પ્રકારના

એરો સ્પેસ માટેના સાધનો ખાસ પ્રકારના


એરોસ્પેસ માટે તૈયાર કરવામાં આવતા ઉપકરણો વિશેષ પ્રકારના હોય છે. આ ઉપકરણોને વૈજ્ઞાનિક ભાષામાં સુપર એલોય કહે છે. સુપર એલોયમાં લોખંડ તેના વજન કરતા અડધું હોય છે. આમ એટલા માટે જરૂરી છે કે ગ્રેવીટીની બહાર મોકલાતા યાનના ઉપકરણોમાં વજન ઓછું હોય તો ઇંધણનો વરરાશ ઓછામાં ઓછો રહે છે.

English summary
Gujarat : Methane sensor fitted in Mangalyaan was made in Rajkot firm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X