For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીને પાસ કરવા જતા મનસુખ શાહ, ACB હસ્તે થયા નાપાસ

વાઘોડિયાની જાણીતી યુનિવર્સિટીના સંચાલક મનસુખ શાહને એસીબીએ 20 લાખની લાંચ લેતા ઝડપ્યા. તે પર શિક્ષણ મંત્રીનું શું કહેવું અને વિપક્ષનું શું, તથા આ કેસમાં અત્યાર સુધી શું વિગતો બહાર આવી છે વિગતવાર જાણો

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

વાઘોડિયાની સુમનદીપ યુનિવર્સિટીમાં ભષ્ટ્રાચાર નિરોધક સંસ્થા એસીબીની રેડ પડતા જ શિક્ષણ જગત હચમચી ગયું હતું. વાઘોડિયાની સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહને સોમવારે રંગે હાથે વિદ્યાર્થીને પાસ કરવવા માટે 20 લાખની લાંચ લેતા ઝડપવામાં આવ્યા હતા. વાઘોડિયા ની સુમનદીપ યુનિવર્સીટી માં એસીબી ના રેડ નો મામલો. આ મામલે મધ્ય ગુજરાતના 5 પી.આઈ, 4 ડી.વાય.એસ.પી સહીત 50 કરતા વધુનો સ્ટાફ રેડ માં જોતરાયો હતો. જેમાંસુમનદીપ યુનિવર્સીટીના ધ્રુમિલ શાહે 20 લાખ રોકડા સ્વીકાર્યા હોવાનું બહાર આવ્યું હતું. નોંધનીય છે કે ઘ્રુમિલ શાહ મનસુખ શાહના અંગત માણસ છે.

Manshuk shah

આ કેસમાં એસીબીએ મનસુખ શાહ, ધ્રુમિલ શાહ, ભરત સાવંત અને અશોક ટેલરની અટક કરી છે. વધુમાં મોટી રાતે મનસુખ શાહના ઘરે પણ આઇટી ટીમે સર્ચ ઓપશન કર્યું હતું. નોંધનીય છે કે જે વિદ્યાર્થીની પાસેથી મનસુખ શાહે પૈસા લીધા હતા તે એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતી. અને તેને પાસ કરવવા માટે જ આ કિંમત લેવાની વાત કરવામાં આવી હતી. જે બાદ વિદ્યાર્થીના વાલીએ એસીબીમાં ફરિયાદ નોધાવતા આ આખો મામલો બહાર આવ્યો હતો. વધુમાં મનસુખ શાહનો વાઘોડિયા રોડ પર જે મકાન છે તે પણ શું બે નંબરના નાણાંથી લેવામાં આવ્યું છે કે શું તે અંગે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.

વધુમાં મનસુખ શાહે એમ.સી.આઈ ના ચેરમેન કેતન દેસાઈને આ રકમ આપવાની છે તેમ કહીને પૈસા માંગ્યા હતા હોવાની વાત પણ બહાર આવી છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે વિદ્યાર્થીનું કહેવું છે કે તે પાસ હોવા છતાં તેને નાપાસ જાહેર કરવામાં આવી હતી. નોંધનીય છે કે મનસુખ અને ધ્રુમિલના ઘરે પોલીસે જે સર્ચ ઓપરેશન કર્યું દોઢ લાખ રોકડ સહિત 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નોંધનીય છે કે આ મામલાનો આજે વિધાનસભામાં પણ ઉછળ્યો હતો. કોંગ્રેસ નેતા શક્તિ ગોહિલે ભાજપ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે આ કેસમાં ભાજપના લોકો પણ સંડોવાયેલા છે. જે અંગે તેમણહાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટના જજની સમિતિ તપાસ કરે સાચી હકીકત બહાર લાવવાની માંગ કરી હતી. તો સામે પક્ષે સુમનદીપ વિદ્યાપીઠમાં લાંચ લેવાની બાબતને રાજ્ય સરકારે નિંદનીય ગણાવી. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે શિક્ષણ આપવું એ એક સેવાનું કામ છે. પરંતુ કેટલાક બની બેઠેલાં લોકો શિક્ષણ ને બદનામ કરે છે. તેમણે આ અંગે સરકાર કડક પગલાં લેશે તેવું જણાવ્યું હતું.

English summary
Waghodia Sumandeep University : Mansukh Shah caught by ACB for taking 20 Lakh Rupees Bribe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X