For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલ

ગુજરાત ભાજપ એક વાર ફરીથી કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં છે. ભાજપ એ ઉમેદવારોને શોધી રહી છે જે લોકસભા ચૂંટણીમાં જીતી શકે છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત ભાજપ એક વાર ફરીથી કોંગ્રેસને ઝટકો આપવાની તૈયારીમાં છે. ભાજપ એ ઉમેદવારોને શોધી રહી છે જે લોકસભા ચૂંટણીમાં જીતી શકે છે. ભાજપમાં કોણ જોડાઈ શકે છે એની લિસ્ટ તૈયાર કરવામાં ઘણા નેતાઓ લાગી ગયા છે. પાર્ટીએ જે લિસ્ટ બનાવી છે તેમાં કોંગ્રેસના ઘણા ધારાસભ્યો પણ શામેલ છે જેમની ભાજપમાં એન્ટ્રી કરાવવામાં આવી શકે છે. ભાજપ તરફથી આ ધારાસભ્યોને એવી ઓફર છે કે તે રાજ્ય સરકારનો હિસ્સો બની શકે છે. તેમને કેબિનેટમાં સ્થાન મળી શકે છે કે પછી તેમને લોકસભા ટિકિટ આપવામાં આવી શકે છે.

અમિત શાહના પ્રવાસોથી ગભરાઈ કોંગ્રેસ

અમિત શાહના પ્રવાસોથી ગભરાઈ કોંગ્રેસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે આવે છે તો કોંગ્રેસના નેતાઓમાં ખળભળાટ મચી જાય છે. કોંગ્રેસના કાર્યકર્તા અનુમાન લગાવી રહ્યા છે કે હવે આ નેતા અમારા પક્ષમાંથી ભાજપમાં જઈ શકે છે. વર્ષ 2012ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવવાનો સિલસિલો શરૂ થયો હતો. વર્ષ 2017ના ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વરિષ્ઠ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા સહિત પાર્ટીના 10 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. આમાંથી ઘણા ધારાસભ્યો ભાજપમાં જતા રહ્યા હતા. ભાજપની રૂપાણી સરકારની રચનાના થોડા મહિના બાદ જસદણથી કોંગ્રેસના મજબૂત ધારાસભ્ય કુંવરજી બાળળિયાને કોંગ્રેસમાંથી રાજીનામુ અપાવીને ભાજપની સરકારમાં ચાર કલાકમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયા ત્યારબાદ થયેલી પેટા ચૂંટણી પણ જીત્યા. હવે ભાજપે કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને પોતાના કબ્જામાં લેવા માટે તેમને લલચાવવાનું શરૂ કરી દીધુ છે.

અલ્પેશ ઠાકોરના ભાજપમાં શામેલ થવાની અટકળો

અલ્પેશ ઠાકોરના ભાજપમાં શામેલ થવાની અટકળો

ગુજરાતની ઠાકોર સેનાના અધ્યક્ષ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જવાની અટકળોને જોતા ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ છે કે, ‘કોંગ્રેસના એ નેતાઓને અમે પાર્ટીમાં શામેલ કરવા ઈચ્છીએ છીએ જેમને કોંગ્રેસમાં સ્થાન નથી મળતુ.' કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના લોકોમાં માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જઈ રહ્યા છે અને તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. પાર્ટી તેમને લોકસભાની ટિકિટ આપવાનું વચન પણ આપ્યુ છે. પરંતુ અલ્પેશ ઠાકોરે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે હું કોંગ્રેસી કાર્યકર્તા છુ, ધારાસભ્ય છું, હું ભાજપમાં નથી જઈ રહ્યો. વળી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ છે કે અમે કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવવાનો મોકો આપી રહ્યા છે. પછી તે અલ્પેશ ઠાકોર હોય કે કોઈ પણ રાજકીય નેતા જે ભાજપમાં શામેલ થવા ઈચ્છતા હોય.

ગુજરાતના ડેપ્યુટી સીએમે કર્યો કોંગ્રેસમાં ફૂટનો દાવો

ગુજરાતના ડેપ્યુટી સીએમે કર્યો કોંગ્રેસમાં ફૂટનો દાવો

નીતિન પટેલે આગળ કહ્યુ કે ગુજરાત કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા તૂટવાની છે. જ્યારે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સપાટી પર છે તો અમે એ લોકોનું સ્વાગત કરીએ છીએ જે ભાજપમાં આવવા ઈચ્છે છે. નીતિન પટેલના આ નિવેદનથી કોંગ્રેસમાં હોબાળો થયો છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના એ નેતા છે જેમને કોઈ પણ પાર્ટી લલચાવીને નહિ લઈ જઈ શકે. કોંગ્રેસમાંથી કોઈ પણ નેતા ભાજપમાં જવાના નથી ઉલટુ ભાજપમાંથી ઘણા ધારાસભ્ય કોંગ્રેસમાં આવવાનું વિચારી રહ્યા છે જેમની સાથે અમારો સંપર્ક છે. હાલમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયાના ઘરે એક બેઠક નક્કી થઈ હતી જેમાં 11 કોંગ્રેસના નેતાઓએ ભાગ લીધો હતો. આ નેતાઓને કોંગ્રેસમાં કોઈ સ્થાન આપવામાં આવ્યુ નથી એટલા માટે તે પાર્ટીથી નારાજ છે. આ નેતાઓની પાર્ટીમાં પણ અનદેખી થઈ રહી છે. એવી ફરિયાદ કોંગ્રેસના હાઈ કમાન્ડને મળી છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેમની બેઠક નક્કી થઈ રહી છે.

2014 લોકસભા ચૂંટણીનું પ્રદર્શન પુનરાવર્તિત કરવા માંગે છે ભાજપ

2014 લોકસભા ચૂંટણીનું પ્રદર્શન પુનરાવર્તિત કરવા માંગે છે ભાજપ

આઈબીના રિપોર્ટ અને ભાજપના ઈન્ટરનલ રિપોર્ટને જોતા ગુજરાતમાં ભાજપને 10થી 12 સીટોનું નુકશાન છે. આ નુકશાન ન થાય એટલા માટે પાર્ટી કોંગ્રેસના નારાજ નેતાઓના સંપર્કમાં છે. અલ્પેશ ઠાકોરને ભાજપમાં શામેલ કરવાની વાત એટલા માટે થઈ રહી છે કે ગુજરાત ભાજપ હવે લોકસભામાં ઓબીસી મતબેંકને સહારો બનાવી ચૂંટણી મેદાનમાં ઉતરવાનું વિચારી રહી છે. અમિત શાહે ગુજરાતમાં 26 સીટે જીતવાનો દાવો કર્યો છે. તેમના આ દાવને પૂરો કરવા માટે ભાજપે કોંગ્રેસના એ લોકોને ભાજપમાં શામેલ કરવાનું મન બનાવ્યુ છે કે જે લોકસભા ચૂંટણી જીતી શકે છે કે ચૂંટણી જીતવામાં કામ લાગી શકે છે.

આ પણ વાંચોઃ મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણોઆ પણ વાંચોઃ મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો

English summary
many congress leader can join bjp before lok sabha election 2019.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X