ગુજરાતઃ 4 મોટા શહેરોમાં રાતે નહિ યોજાય લગ્ન સમારંભ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ
અમદાવાદઃ ગુજરાતના 4 મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતે લગ્ન સમારંભના આયોજનોની અનુમતિ નથી. કોઈ કેસમાં લગ્ન થઈ શકે છે પરંતુ ભીડ ન હોવી જોઈએ. ના બેન્ડ-વાજા, ના જાનૈયા હોય એટલે કે જાન નહિ નીકળે. સમૂહ લગ્ન પર રોક લગાવી દેવામાં આવી છે. આવુ એટલા માટે કારણકે આ શહેરોમાં કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે રાત્રિ કર્ફ્યુ લાગેલો છે. કર્ફ્યુના કારણે પહેલા જ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે લગ્ન સમારંભના આયોજન અટકી શકે છે. સુપ્રીમ કોર્ટે એવા પણ આદેશ આપ્યા છે કે કડકાઈ વર્તવામાં આવે. આ આદેશ બાદ સીએમ રૂપાણીએ કોર કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ જણાવવામાં આવ્યુ કે રાતે યોજાતા લગ્ન થવા દેવામાં આવશે નહિ. સાથે જ કહેવામાં આવ્યુ કે કોરોના સંક્રમણની ગંભીરતાને જોતા આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત નહિ થાય.
માહિતી મુજબ રાતના સમયે લગ્ન સમારંભ અને વાઈબ્રન્ટ ગુજરાત જેવા ભીડવાળા આયોજનો પર રોક રાત્રિકાલીન કર્ફ્યુવાલા 4 શહેરોમાં પ્રભાવી રહેશે. સરકારનો આદેશ મંગળવારે મધ્ય રાત્રિથી પ્રભાવી થઈ જશે. અહીં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા વચ્ચે પહેલેથી જ કર્ફ્યુ લગાવવામાં આવી રહ્યો છે. જો કે ત્યારે અનુમતિ લઈને આયોજન કરાવવાની જોગવાઈ હતી જેને હવે પાછી લઈ લેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જ્ગ્યાઓએ થતા લગ્ન સમારંભ જેવા કાર્યક્રમોના આયોજન સ્થળે ભીડ ક્ષમતા 100 લોકો સુધી રાખવાની અનુમતિ છે. વળી, કોઈના મોત કે અંતિમ સંસ્કારમાં 50થી વધુ લોકો શામેલ નહિ થઈ શકે. આ બે નિયમો આખા રાજ્યમાં લાગુ રહેશે.

મંદિરો વિશે પણ સ્પષ્ટ છે કે ભીડ નિયંત્રિત કરીને રાખવામાં આવે. કોરોના સંક્રમણની ગંભીરતા જોતા ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી છે. સાથે જ રાજ્યના અન્ય મોટા મંદિરોમાં એટલા લોકો નથી પહોંચી રહ્યા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી બગડતી સ્થિતિ બાદ રાજ્ય સરકારે અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યુ લગાવ્યો હતો. બાદમાં દિવસનો કર્ફ્યુ બંધ કરી દીધો અને રાત્રિ કર્ફ્યુ ચાલુ રાખ્યો છે. હવે ચાર મહાનગરોમાં અનિશ્ચિતકાળ માટે રાતને કર્ફ્યુ ચાલુ રાખ્યો છે.
PM સાથેની મીટિંગમાં અમિત શાહે મુખ્યમંત્રીઓને આપ્યા નિર્દેશ