ભરૂચની પેસ્ટિસાઈડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 40 શ્રમિકો ઘાયલ
અમદાવાદઃ દહેજમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થવાથી આગ ફાટી નીકળી જેમાં 40 જેટલા શ્રમિક દાઝી ગયા. આ વિસ્ફોટ દહેજના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલ એક ફેક્ટરીમાં થયો. આગ ઓલવવા માટે ફાયરની 10 ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે. જિલ્લાના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે રસાયણ ઝેરીલું હવાથી આજુબાજુના ગામના લોકને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
તસવીરોમાં કેમિકલ પ્લાન્ટ ઉપરથી ધુમાડો જ ધુમાડો દેખાઈ રહ્યો છે. ભરૂચના કલેક્ટર એમડી મોદિયાએ પીટીઆઈને જણાવ્યું કે, "બપોરે એક એગ્રો-કેમિકલ કંપનીના બૉયલરમાં વિસ્ફોટ થયા બાદ લગભગ 35-40 શ્રમિકો દાઝી ગયા હતા. તમામ ઘાયલને ભરૂચની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."
કલેક્ટરે આગળ જણાવ્યું કે આખી ફેક્ટરીમાં આગ લાગી છે, કેમિકલ પ્લાન્ટ પાસે આવેલા બે ગામના લોકોને હટાવી દેવામાં આવ્યા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં કામ કરી રહેલા 40 જેટલા લોકો ઘાયલ થયા છે, તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બૉયલરમાં કયા કારણોસર વિસ્ફોટ થયો તે અંગે હજી સુધી જાણી શકાયું નથી.

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છે