For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વખ્યાત મેક્સીસ સાણંદમાં સ્થાપશે પ્લાન્ટ, ટૂંક સમયમાં થશે ખાતમૂહર્ત

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 16 ઓક્ટોબરઃ વિશ્વખ્યાત ટાયર ઉત્પાદક કંપની મેક્સીસ ગૃપના પ્રેસીડેન્ડ ડો. વોલી ચેને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. મેક્સીસ ગૃપ અમદાવાદ જિલ્લામાં સાણંદ નજીક તેનું ઉત્પાદન એકમ શરૂ કરવાની છે. જે સંદર્ભમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં આ જૂથના આગમને આવકાર્યું હતું.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત ઔદ્યોગિક મૈત્રીપૂર્ણ વાતાવરણ અને પ્રોત્સાહનો સાથે તત્પર છે અને વાયબ્રન્ટ ગુજરાત સમિટની શ્રેણીઓની સફળતાના પગલે આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત અનેક ઉત્પાદન એકમો ગુજરાતને પસંદગીનું સ્થળ બનાવી રહ્યાં છે, તેની વિસ્તૃત છણાવટ વોલી ચેન સાથેની આ મુલાકાત બેઠકમાં કરી હતી.

મુખ્યમંત્રીએ મેક્સીસ ગૃપના ગુજરાતમાં સ્થપાનારા એકમમાં સ્થાનિક યુવાનોને રોજગાર અવસર મળે તેમજ ગૃપના અન્ય ઉત્પાદનોને આનુષાંગિક ઉદ્યોગો જે લઘુ-ગૃહ ઉદ્યોગ તરીકે ગુજરાતમાં કાર્યરત છે તેની સાથે પરસ્પર સંકલન અને આદાન-પ્રદાન માટે પણ સૂચન કર્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે નિમંત્રણ

વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે નિમંત્રણ

આનંદીબેન પટેલે આગામી જાન્યુઆરી 2015માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ-2015માં ભાગ લેવાનું નિમંત્રણ પણ મેક્સીસ ગૃપના પ્રેસિડેન્ટને પાઠવ્યું હતું.

સરકાર તરફથી ઉષ્માપૂર્ણ સહયોગની ખાતરી

સરકાર તરફથી ઉષ્માપૂર્ણ સહયોગની ખાતરી

ગુજરાતમાં મેક્સીસ ગૃપના એકમના વેળાસર શરૂ થવા અંગે રાજ્ય સરકારના સકારાત્મક અભિગમ અને ઉષ્માપૂર્ણ સહયોગની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી.

ટૂંક સમયમાં થશે ખાતમૂહર્ત

ટૂંક સમયમાં થશે ખાતમૂહર્ત

વોલી ચેને પણ ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસમાં તેમનું જૂથ સહભાગી થવા ઉત્સુક છે અને નજીકના ભવિષ્યમાં જ પ્લાન્ટનું ખાતમૂહર્ત કરવાની દિશામાં સક્રીય છે તેની ભૂમિકા આપી મુખ્યમંત્રી અને પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ લોકો રહ્યા હાજર

આ લોકો રહ્યા હાજર

આ બેઠકમાં મેક્સીસ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ લીઓ, મેનેજર કે વાય હૂ અને ભારત ખાતેના મેનેજર ગ્રે લ્યીયુ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
Maxxis Group will set up its manufacturing unit near Sanand in Ahmedabad district. Maxxis Group President Wally Chen today visited Gujarat Chief Minister Anandiben Patel in this connection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X