For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મળો વિધાનસભા ચૂંટણી લડતા સૌથી પૈસાદાર ઉમેદવારોને, જાણો કોણ કેટલી સંપતિના માલિક છે?

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના તમામ ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે. ફોર્મ ભરાવા અને પાછા ખેંચાવાની પ્રકિયા બાદ હવે ઉમેદવારો જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ઉમેદવારોની સંપતિ વિશે પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટેના તમામ ઉમેદવારો ફાઈનલ થઈ ગયા છે. ફોર્મ ભરાવા અને પાછા ખેંચાવાની પ્રકિયા બાદ હવે ઉમેદવારો જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ તમામ ઘટનાઓ વચ્ચે ઉમેદવારોની સંપતિ વિશે પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. આજે અમે તમને ગુજરાત વિધાનસભા ચૂટણીમાં ઉતરેલા સૌથી પૈસાદાર ઉમેદવારો વિશે વાત કરવાના છીએ.

જયંતિ પટેલ - માણસા

જયંતિ પટેલ - માણસા

માણસા સીટથી બીજેપીની ટિકિટ પર ઉમેદવાર બનેલા જયંતિ પટેલ સૌથી પૈસાદાર ઉમેદવાર છે. જયંતિ પટેલના સોગંદનામાં અનુસાર, તેમને 661.29 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. તેમની વ્યક્તિગત વાર્ષિક આવક 44.22 લાખ રૂપિયા છે. આ સિવાય તેમની પત્ની આનંદીની વાર્ષિક આવક 62.7 લાખ રૂપિયા છે. તેમની પાસે 92.4 લાખ રૂપિયાની જ્વેલરી છે જ્યારે તેમની પત્ની પાસે 1.2 કરોડ રૂપિયાની જ્વેલરી છે. તેમના પરિવારની જંગમ સંપત્તિ 147.04 કરોડ રૂપિયા અને સ્થાવર સંપત્તિ 514 કરોડ રૂપિયા છે. આ સિવાય કુલ 233.8 કરોડ રૂપિયાનું દેવુ છે.

બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર

બળવંતસિંહ રાજપૂત - સિદ્ધપુર

સિદ્ધપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા બળવંતસિંહ રાજપૂત 447 કરોડની સંપત્તિના માલિક છે. તેઓ પૈસાદાર ઉમેદવારોની યાદીમાં બીજા સ્થાને છે. આ સિવાય બળવંતસિંહ પર 13 કરોડ રૂપિયાનું દેવુ પણ છે.

પબુભા માણેક - દ્વારકા

પબુભા માણેક - દ્વારકા

આ યાદીમાં ત્રીજુ નામ પબુભા માણેકનું છે. પબુભા માણેક દ્વારકાથી ભાજપના ઉમેદવાર છે અને 178.58 કરોડની સંપતિના માલિક છે. તેમની પર પણ 1.74 કરોડ રૂપિયાનું દેવુ છે.

ઈન્દ્રનીલ રાજ્યગુરુ

ઈન્દ્રનીલ રાજ્યગુરુ

આ યાદીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ સામેલ છે. રાજકોટ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ 159.84 કરોડની સંપત્તિના માલિક છે.

રમેશ ટીલારા

રમેશ ટીલારા

આ યાદીમાં આગળનું નામ રમેશ ટીલારાનું છે. રમેશ ટીલારા રાજકોટ સાઉથથી બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. તેમણે 124.86 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.

ધર્મેન્દ્રસિંહ વાઘેલા

ધર્મેન્દ્રસિંહ વાઘેલા

આ યાદીમાં આગળનું નામ વાઘોડિયાથ અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 111.97 કરોડની સંપત્તિ જાહેર કરી છે.

English summary
Meet the richest candidate contesting assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X