Mehsana News: ધરોઈ ડેમ 94.20 ટકા ભરાતા 4 દરવાજા ખોલવામાં આવ્યા, નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા
Mehsana News: ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ઓવરફલો થવાની સપાટી પર પહોંચ્યો છે. હાલમાં ડેમના 4 દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને તંત્રએ એલર્ટ રહેવા સૂચના આપી છે.

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક
Dharoi Dam: ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ છે, તાજા અપડેટ પ્રમાણે, ઉત્તર ગુજરાતનો ધરોઈ ડેમ હાલ 58 ટકાથી વધુ ભરાયો છે, જેમાં આજની તારીખે 59,444 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. માહિતી પ્રમાણે, મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, અને સાબરમતી નદીમાં 58,880 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે. સાબરમતી નદીમાં પાણી છોડવાને લઈ 7 કલેક્ટરોને જાણ કરવામાં આવી છે. સાબરમતીમાં પાણી વધતા મહેસાણા, સાબરકાંઠાના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરના નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ અપાયા છે. ખેડા જિલ્લામાં સાબરમતી નદી કાંઠાના વિસ્તારના પણ એલર્ટ કરાયા છે. ધરોઈ ડેમમાં 59 હજાર 444 ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે, ધરોઈ ડેમમાં હાલ 94.20 ટકા પાણીનો જથ્થો છે.
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી હજુ પણ ધરોઈ ડેમમાં જમા થઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતા હવે આગામી વર્ષ પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.
Gujarat Rain Forecast: આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે.












Click it and Unblock the Notifications
