ભાગી ગયેલા મેહુલ ચોક્સી પર ગુજરાતમાં 108 કિલો સોનાની છેતરપિંડીનો કેસ
પંજાબ નેશનલ બેંકને 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી ભાગી છૂટેલા હીરાના વેપારી મેહુલ ચોક્સી સામે ગુજરાતમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે. અહીં એક ઝવેરી દિગવિજયસિંહ જાડેજાએ મેહુલ પર 108 કિલો સોનાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં સોનાની છેતરપિંડીના આ કેસની અરજીની સુનાવણી ચાલી રહી છે. ન્યાયાધીશ દીપક ગુપ્તાએ દિગવિજયસિંહ જાડેજાને મેહુલને અપાયેલી નોટિસને અખબારોમાં પ્રકાશિત કરવાની અને જાહેર કરવા મંજૂરી આપી છે. ન્યાયાધીશ દીપક ગુપ્તાએ મેહુલને લગતા કેસમાં જણાવ્યું હતું કે મેં અખબારમાં વાંચ્યું હતું કે મેહુલ એન્ટીગુઆમાં છે. તેને પાછો લાવવા ભારત દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા કિસ્સામાં, અરજદારે તેની આશા જાળવી રાખવી જોઈએ. જો અરજદાર ઇચ્છે તો તે મેહુલ માટે જારી કરાયેલ નોટિસ અખબારોમાં છપાવી શકે છે.

આ છે 108 કિલો સોનાની છેતરપિંડીનો મામલો
તમને જણાવી દઈએ કે, ઝવેરી દિગવિજયસિંહ જાડેજાએ મેહુલ ચોક્સી પર 108 કિલો સોનાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તેણે એફઆઈઆર પણ નોંધાવી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે તેને રદ કરી દીધી હતી. 2 ફેબ્રુઆરી, 2018 ના રોજ, સુપ્રીમ કોર્ટે ચોક્સીને હાઇકોર્ટના આ આદેશ સામે અરજી દાખલ કરવા અંગે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ તેણે નોટિસનો જવાબ આપ્યો નથી.

ચોક્સી દક્ષિણ અમેરિકી દેશમાં છુપાયો છે
મેહુલ ચોક્સી સામે પંજાબ નેશનલ બેંક (પી.એન.બી.) તરફથી છેતરપિંડીનો કેસ દાખલ થયો ત્યારે તે ભારતથી વિદેશ ભાગી ગયો હતો. નવેમ્બર 2017 માં, તેણે કેરેબિયાઈ ટાપુની નાગરિકતા મેળવી લીધી અને ત્યારબાદ તે ત્યાં રહે છે. મેહુલ ચોક્સી નીરવ મોદીના મામા છે. આ કૌભાંડ જાન્યુઆરી 2018 માં બહાર આવ્યું હતું.

ભાણીયા નીરવ મોદીના સમયમાં જ ભાગ્યો
ફેબ્રુઆરી 2018 માં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મેહુલ ચોક્સી અને નીરવ મોદી વિરુદ્ધ 13 હજાર કરોડની છેતરપિંડીના કેસમાં કેસ દાખલ કર્યો હતો. જો કે, જાન્યુઆરી 2018 ના અંતમાં આ કૌભાંડ બહાર આવતાં પહેલાં, આ બન્ને દેશ છોડીને ભાગી ગયા હતા.

ભારતીય એજન્સીઓ એન્ટિગુઆ જઈ શકે છે
તાજેતરમાં જ એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સી વિશે મોટું નિવેદન આપ્યું છે. મેહુલ ચોક્સીને ફ્રોડ ગણાવતા ગેસ્ટન બ્રાઉને કહ્યું કે ભારતીય તપાસ એજન્સીઓ એન્ટિગુઆ આવીને મેહુલ ચોક્સીની પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે.
છોકરીઓની સુરક્ષા માટે પહેલી વાર ગુજરાતમાં તૈયાર થઈ 'નિર્ભયા વેન', તરત પહોંચશે ટીમ