For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયા

વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય હર્ષદભાઇ રીબડીયા તેમના સમર્થકો સાથે આજે કમલ ખાતે જોડાયા હતા. ભાજપ મહાંમંત્રી પ્રદિપસિહ વાઘેલાએ ભાજપનો કેસરી ખેસ અને ટોપી પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમની સાથે કરજણ તાલુકાના કોંગ

|
Google Oneindia Gujarati News

વિસાવદરના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય હર્ષદભાઇ રીબડીયા તેમના સમર્થકો સાથે આજે કમલ ખાતે જોડાયા હતા. ભાજપ મહાંમંત્રી પ્રદિપસિહ વાઘેલાએ ભાજપનો કેસરી ખેસ અને ટોપી પહેરાવીને તેમનું સ્વાગત કર્યુ હતુ. તેમની સાથે કરજણ તાલુકાના કોંગ્રેસના ઉપ પ્રમુખ ઇશ્વરસિંહ પરિહાર પણ ભાજપમાં જોડાયા હતા.

HARSHAD

ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે.

ભાજપમાં જોડાતા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત અને દેશ જાણે છે કે, કોંગ્રેસ દિશાહિન પાર્ટી છે. કોંગ્રેસના કાર્યકર્તા પાર્ટી છોડી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનો વિકાસ અને ખેડૂતો માટે જે રીતે વિચારી રહ્યા છે. તે કાર્યોથી પ્રેરાઇને આજે ભાજપમાં જોડાવાનું નક્કી કરુ છુ.

રીબડિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશ અને જનતાની સેવા કરવા માટે પાર્ટી દ્વાર જે પણ જવાબદારી સોપવામાં આવશે તેનો યોગ્ય રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશુ.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના ધારાસબ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ હર્ષદ રીબડીયાનું ભાજપમાં જોડોવાનું નક્કી માનવામાં આવતુ હતુ હર્ષદ રીબડીયાએ કોંગેરસના ધારાસભ્ય તરીકે પોતાનું રાજીનામુ આપી દીધા બાજ આજે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

English summary
Member of Parliament Harshad Ribadia joined BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X