
ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળ ગરમીથી લોકો બેહાલ
ગાંધીનગર, 30 મેઃ ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા ત્રણેક દિવસથી રેકોર્ડ તોડ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લોકો બેહાલ થઇ ગયા છે. દેશના મેગા શહેરો કે જ્યાં માર્ગો વાહનોની અવર-જવરથી ભર્યા રહેતા તે સુમસામ બની ગયા છે. વાત દિલ્હી શહેરની કરવામાં આવે તો દિલ્હીમાં ગરમીએ 16 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દિલ્હીમાં 46 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 44.5, ગાંધીનગર 43.8, રાજકોટમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું અને આજે પણ અમદાવાદમાં 43.5 અને ગાંધીનગરમાં 43.8 ડિગ્રી ગરમી રહેશે તેવા અનુમાન છે.
ઉત્તર ભારતમાં પણ ગરમીએ જોર પકડ્યું છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. બિહારમાં શુક્રવારે અધિકતમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેશે તેવો અનુમાન મોસમ વિભાગ દ્વારા લગાવવામાં આવ્યો છે. પટનામાં શુક્રવારે ન્યુનતમ તાપમાન 25.6 ડિગ્રી, ભાગલપુરમાં 25.8 ડિગ્રી, ગયામાં 26.6, પૂર્ણિયામાં 23.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ ગુરુવારે 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બીજી તરફ મુંબઇમાં ગરમીથી બેહાલ પોલીસ કર્મીઓ કે જેઓ તાપ સહન કરીને પોતાની ડ્યૂટી નિભાવી રહ્યા છે, તેમને અભિનેતા સુનિલ શેટ્ટી દ્વારા ઠંડા પાણીનો બોટલ્સ આપીને થોડીક રાહતનો અનુભવ કરાવ્યો હતો.

સુનિલ શેટ્ટી દ્વારા પાણી વિતરણ
સુનિલ શેટ્ટી દ્વારા મુબંઇ ટ્રાફિક પોલીસને પાણીની બોટલ વિતરણ કરી હતી.

સુનિલ શેટ્ટી દ્વારા પાણી વિતરણ
સુનિલ શેટ્ટી દ્વારા મુબંઇ ટ્રાફિક પોલીસને પાણીની બોટલ વિતરણ કરી હતી.

પાણીમાં ડુબકી
નવી દિલ્હીમાં ગરમીથી બચવા બાળકો ઇન્ડિયા ગેટ ક્લબ ખાતે પાણીમાં ડુબકીઓ લગાવી રહ્યાં છે.

ગરમીમાં રાહત
ગરમીમાં રાહત મેળવવા માટે મહારાષ્ટ્રના કરાદમાં એક યુવક પોતાના અશ્વ સાથે નદીમાં સ્નાન લઇ રહ્યો છે.

ગરમીથી બેહાલ
સિકંદરાબાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને રોજિંદા કામ માટે બહાર જવુ પડી રહેતા બેહાલ થઇ ગયા છે.

ગરમીમાં રાહત અપવાતું પીણું
સિકંદરાબાદમાં ગરમીથી બચવા લોકો કેરીનો જ્યૂસ પી રહ્યાં છે.

રસ્તાઓ સુમસામ
આ તસવીર સિંકદરાબાદની છે, જ્યાં ગરમીના કારણે રસ્તાઓ સુમસામ થઇ ગયા છે.