For Quick Alerts
For Daily Alerts
પાટણના પશુપાલકોએ દુધ સાગર ડેરીનો સામે કર્યો વિરોધ, 300થી વધુ લોકોના પૈસા અટવાયાનો આરોપ
ગુજરાત રાજ્યના પાટણનાકણી ગામમાં દૂધ ઉત્પાદકોએ દૂધ સાગર ડેરી સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મંડળી બહાર એકઠા થયા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. દૂધ ઉત્પાદકોનો આરોપ છે કે તેમને બે મહિનાથી ડેરી તરફથી નાણાં મળ્યા નથી. દૂધ ઉત્પાદકોએ ડેરી પર આરોપ લગાવ્યો છેકે કુલ 300થી વધુ દૂધ ઉત્પાદકોના નાણાં અટવાયા છે.
દુધ ઉત્પદકોનું કહેવુ છે કે, આ અંગે વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં લેવાયા નથી. એટલું જ નહીં કર્મચારીઓને પણ પગાર ન અપાયો હોવાનો દૂધ ઉત્પાદકોનો આરોપ છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છેકે ડેરીના પૂર્વ મંત્રીની ગેરરીતિ સામે આવ્યા બાદ હિસાબ અટકાવાયો છે. ગ્રામ જનોનો આરોપ છેકે અમે દુધ આપીયે છીએ છતા પણ નાણા મળતા નથી. પશુપાલન પર જીવન નિર્વાહ ચાલતો હોવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Comments
English summary
Pastoralists of Patan protested against Dudh Sagar Dairy
Story first published: Saturday, December 25, 2021, 16:21 [IST]