For Daily Alerts
કંડલા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું, અફઘાનિસ્તાનથી આવ્યુ હોવાની આશંકા!
કંડલા : ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓને માફક આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હવે મુંદ્રા બાદ કંડલા પોર્ટ પરથી કરોડોનું ડ્ર્ગ્સ મળ્યુ હોવાના સમાચાર છે. સુત્રોનું માનીએ તો અંદાજે કંડલા પોર્ટ પરથી અંદાજે 250 કિલો જેટલુ હેરોઈન મળી આવ્યુ છે. તેની કિંમત અંદાજે 2500 કરોડ રૂપિયા જેટલી છે. ગુજરાત એટીએસ અને DRI એ સંયુક્ત ઓપરેશન દ્વારા આ હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યુ છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા છે.
મીડિયા સાથે વાત કરતા ATSના ડીઆઈજી દીપન ભદ્રને જણાવ્યું કે, ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પરથી હેરોઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. તેમણે વધુ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે જથ્થાની માત્રા જાણવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ડ્રગ્સને અફઘાનિસ્તાનથી પાવડર બતાવીને મોકલવામાં આવ્યો હતો.
અહીં ઉલ્લેખનિય છે કે, કચ્છના મુંદ્રા પોર્ટ પરછથી ગયા વર્ષે 2,998 કિલો હેરોઈન ઝડપાયું હતું, જેની કિંમત 20,000 કરોડ આસપાસ હતી. આ ઘટના બાદ અદાણી પોર્ટે કાર્યવાહી કરતા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કાર્ગોના સંચાલનને રોક્યું હતું.
Comments
English summary
Millions of drugs seized from Kandla port,