‘શું કરુ હમણાથી મારા દિમાગમાં પાકિસ્તાન રહે છે': કોચ્ચિને કરાંચી બોલ્યા પીએમ મોદી
ગુજરાતના બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદી જામનગર પહોંચ્યા હતા જ્યાં તેઓ એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી ભૂલથી કેરળના કોચ્ચિને પાકિસ્તાનનું કરાંચી બોલી ગયા પરંતુ તરત જ તેમણે પોતાની ભૂલ સુધારી અને કહ્યુ કે શું કરે હમણાંથી તેમના દિમાગમાં પાકિસ્તાન જ રહે છે. પીએમ મોદી એ વખતે આયુષ્માન ભારત યોજનાની ખૂબીઓની પ્રશંસા કરી રહ્યા હતા.

જ્યારે કોચ્ચિને કરાંચી બોલી ગયા પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યુ કે આયુષ્માન ભારત યોજનાથી જામનગરના લોકોને દેશમાં ક્યાંય પણ ઈલાજ કરાવવાની સુવિધા મળી. પછી ભલે તે કોલકત્તા હોય કે કરાંચી. પછી તરત જ તેમણે તેમાં સુધારો કરીને કહ્યુ કે તેમનો અર્થ કોચ્ચિ હતો નહિ કે કરાંચી. પીએમ મોદીએ કહ્યુ કે આજકાલ તેમના દિમાગમાં પડોશી દેશ (પાકિસ્તાન) નો જ ખ્યાલ આવે છે.

જામનગરમાં ઘણી યોજનાઓને પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી
પીએમ મોદી ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં 750 બેડવાળા એનેક્સી ભવનનું ઉદઘાટન કર્યા બાદ સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ, પરંતુ તે (પાકિસ્તાનમાં હવાઈ હુમલા) પણ જરૂરી હતુ. શું એર સ્ટ્રાઈક કરવી જોઈતી હતી કે નહિ? આના પર ભીડે હામાં જવાબ આપ્યો. એર સ્ટ્રાઈકની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે આતંકના આકા પણ સમજી ગયા છે કે અમે ઘરમાં ઘૂસીને મારીએ છીએ. આજે આખો દેશ સંમત છે કે આતંકવાદનો ખાતમો જરૂરી છે.

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
ઉલ્લેખનીય છે કે બે દિવસીય પ્રવાસ દરમિયાન અલગ અલગ શહેરોમાં પીએમ મોદી ઘણી યોજનાઓની શરૂઆત કરવાના છે. સોમવારે જામનગરમાં તેમણે એક હજાર કરોડ રૂપિયાની કિંમતથી બનનાર વિશ્વ ઉમિયાધામના મંદિર પરિસરની આધારશિલા સહિત તમામ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યુ. જામનગરથી બાંદ્રા વચ્ચે ચાલતી હમસફર એક્સપ્રેસને પણ ઝંડી બતાવી. આ દરમિયાન તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત હતા.
આ પણ વાંચોઃ AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની આશંકા, રાહુલ ગાંધીએ બેઠક બોલાવી