સુરતની 14 વર્ષની સગીરા, વરુણ ધવનને મળવા ઘર છોડી ભાગી ગઇ

Posted By:
Subscribe to Oneindia News

પોતાના પ્રિય અભિનેતાને મળવા કેટલીક વાર નાની ઉંમરની યુવતી મોટું પગલું લઇ લેતી હોય છે. આવું જ કંઇક સુરતમાં પણ બન્યું છે. મુંબઇમાં જાણીતા બોલીવૂડ એક્ટર વરુણ ધવનને મળવા માટે 14 વર્ષની સગીર યુવતી પોતાનું ઘર છોડી મુંબઇ પહોંચી ગઇ. જો કે તેમ છતાં તેના ફેવરેટ હિરોને મળવાનું તેનું સપનું તે પુરું ના કરી શકી. મુંબઇ મિરરમાં છપાયેલી ખબર મુજબ યુવતી જ્યારે વરુણ ધવનના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં નહતો. તેના સિક્યોરિટી ગાર્ડ્સે તેને વરુણને મળવા ના જવા દેતા યુવતીએ હંગામો કર્યો અને છેવટે પોલીસે આવતા આ મામલા પરથી પડદો ઉઠ્યો હતો. જાણો વધુ...

સુરતની મુંબઇ

સુરતની મુંબઇ

સાંતાક્રુઝ પોલીસે શનિવારે 14 વર્ષની સગીર યુવતીને પકડી હતી. જાણકારી મુજબ યુવતી વરુણ ધવનને મળવા માટે આખી રાત તેના ઘર આગળ બેઠી હતી. જો કે ઘરની બહાર રહેલા ગાડસે જણાવ્યું કે વરુણ ધવન ઘરે નથી. અને તે કારણે તે વરુણ ધવનને નહીં મળી શકે. જે બાદ યુવતીએ બૂમાબૂમ કરવાની શરૂ કરી હતી.

પોલીસે પકડી

પોલીસે પકડી

જો કે અવાજના કારણે પાસે રહેતા પડોશીઓએ પણ ફરિયાદ કરતા ત્યાં પોલીસ પહોંચી હતી. અને પાછળથી યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે યુવતી સુરતની છે. અને એક ટેક્સટાઇલ મેન્યૂફેક્ટરની દિકરી છે. જે શુક્રવારે જ પોતાના ઘરે કોઇને પણ કહ્યા વગર ઘર છોડીને મુંબઇ ભાગી આવી છે. વળી યુવતીના માતા પિતાએ પણ અમરેલી પોલીસ સ્ટેશનમાં યુવતીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

યુવતી પાછી સુરત મોકલાઇ

યુવતી પાછી સુરત મોકલાઇ

પોલીસે જણાવ્યું કે શુક્રવારે બપોરે 3 વાગે યુવતીએ પોતાનું ઘર છોડી દીધું હતું અને સાંજની 4:30ની ટ્રેનમાં બેસી તે મુંબઇ જવા નીકળી હતી. તે રાતે મુંબઇ 9:30 પહોંચી હતી. અને વરુણના ઘર ખાર વિસ્તારમાં પહોંચી ત્યાં જ રોકાઇ હતી. જો કે આ મુંબઇ પોલીસે યુવતીને અમરેલી પોલીસને સૂચના આપી હતી અને તેના માતા-પિતાને પણ જણાવ્યું હતું. હાલ આ યુવતીને પાછી સુરત મોકલવામાં આવી છે.

English summary
Surat : Minor girl from Surat rescued outside actor home for a chance to meet him

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.