For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Missing Hardik:બાયડમાં પોલિસ સાથે લૂકાછૂપી, રાત્રે કોર્ટ ખોલાવાઇ

|
Google Oneindia Gujarati News

મંગળવારથી પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ લાપતા છે. તેના માટે ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર રાતે 2:30 વાગે હાઇકોર્ટ ખોલવામાં આવી. અને તેના કેસ પર સુનવણી થઇ. ન્યાયમૂર્તિ એમએસ શાહે આ કેસની સુનવણી હાથમાં લીધી હતી.

એટલું જ નહીં બાયડમાં પાટીદાર યુવાનના શ્રદ્ધાજંલિ કાર્યક્રમમાં પોલિસ અને હાર્દિક પટેલ વચ્ચે લૂકાછૂપીની રમત પણ રમાઇ, જેમાં હાર્દિક ખેતરો મારફતે ભાગી ગયો. ત્યારે કયા આરોપ સર ગુજરાત પોલિસ હાર્દિક પટેલને શોધતી ફરી રહી છે? અને કેમ તે પકડવા નથી માંગતો? અને આ આખો મામલો શું છે તે પર વિસ્તૃત માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હાર્દિક પર શું આરોપ છે?

હાર્દિક પર શું આરોપ છે?

હાર્દિક પર આરોપ છે કે તેણે બાયડના તેનપુરમાં પૂર્વ પરવાનગી લીધા વગર એક જનાસભાને સંબોધી. આ ઉપરાંત તેની પર ભડકાઉ ભાષણ આપવાનો, સોશ્યલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરવાનો અને પોલિસના આદેશોનું ઉલ્લંધન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

જનાસભામાં શું બોલ્યો તો

જનાસભામાં શું બોલ્યો તો

અરવલ્લીના બાયડ તાલુકાના તેનપુર ગામમાં તોફાનામાં મૃત્યુ પામેલા યુવકને શ્રદ્ધાજંલી આપવા માટે હાર્દિક પટેલએ એક જનસભા સંબોધી હતી. આ સભા માટે પોલિસે મંજૂરી નહતી આપી. તેમ છતાં સંબોધવામાં આવી હતી.

હાર્દિકનું ભાષણ

હાર્દિકનું ભાષણ

ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાધેલા કહ્યું હતું કે હાર્દિક આ દ્વારા અનામત હટાવવા માંગે છે જે પર બાયડમાં હાર્દિકે અડધો કલાક આપેલા ભાષણમાં જણાવ્યું કે તેમની માંગ અનામત મેળવવાની છે અનામત હટાવાની નહીં. વધુમાં તેણે કહ્યું કે પાટીદારો પર થયેલા અત્યારચારનો બદલો લેવાનો સમય આવી ગયો છે. આંદોલનને તોડવા સમાજના લોકો કામ કરી રહ્યા છે જે નંદનીય છે.

બાયડમાં પોલિસ જોડો લૂકાછૂપી

બાયડમાં પોલિસ જોડો લૂકાછૂપી

બાયડમાં પોલિસ જ્યારે હાર્દિક પટેલને પકડવા માટે આવી ત્યારે તે ખેતરોના મારફતે નાટકીય રીતે ભાગી છૂટ્યો હતો. પોલિસનું માનીએ તો તેને ખેતરોથી લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી જ લઇ જવાયો હતો.

પોલિસે મોબાઇલ કર્યા જપ્ત, હાર્દિકના સાથીની થઇ અટક

પોલિસે મોબાઇલ કર્યા જપ્ત, હાર્દિકના સાથીની થઇ અટક

ત્યારે ગુજરાત પોલિસે અત્યાર સુધીમાં હાર્દિક અને તેના 35 સાથીદારોના મોબાઇલ જપ્ત કર્યા છે. વધુમાં ગુજરાતભરમાંથી તેના સાથીદારોની અટક કરવામાં આવી છે. બાયડમાંથી પણ 13 પાટીદારોની અટક કરવામાં આવી છે. પોલિસનું કહેવું છે કે તેમણે હાર્દિકને ભગાવવામાં મદદ કરી છે.

કોર્ટને અડધી રાતે ખોલાઇ

કોર્ટને અડધી રાતે ખોલાઇ

ગુજરાતના ઇતિહાસમાં તેવું પહેલી વાર બન્યું કે લાપતા થયેલા હાર્દિક પટેલ માટે હાઇકોર્ટ રાતના 2:30 વાગે ખોલવામાં આવી. ન્યાયમૂર્તિ એમએસ શાહે આ કેસની સુનવણી કરી પોલિસ પાસે જવાબ માંગ્યો અને આ કેસની આગલી સુનવણી 24 સપ્ટેમ્બરે થશે

હાર્દિક પર જાનનો ખતરો

હાર્દિક પર જાનનો ખતરો

અડધી રાતે બોલવવામાં આવેલી હાઇકોર્ટની સુનવણીમાં હાર્દિક પટેલના વકીલ બીએમ માંગુકિયા કોર્ટને અરજી આપી કે હાર્દિકના જીવને ખતરો છે માટે તે ભાગ તો ફરી રહ્યો છે. તો બીજી તરફ સરકારી વકીલ મીતેશ અમીન આ વાતનો ઇન્કાર કર્યો.

હાર્દિક પટેલની સધન શોધખોળ

હાર્દિક પટેલની સધન શોધખોળ

ગુજરાત પોલિસે અરવલ્લીમાં અનેક વિસ્તારોમાં રોડ પર બેરોકેટ લગાવી નાકાબંધી કરી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે પોલિસને હાર્દિકને શોધવા માટે દોડતી કરી દીધી છે અને તેના મિત્રો અને સાથીદારો પાસેથી પોલિસ તેનો તાગ મેળવાનો પ્રયાસ કરી રહી છે.

હાર્દિકની હત્યાનો આરોપ, પોલિસનો રદિયો

હાર્દિકની હત્યાનો આરોપ, પોલિસનો રદિયો

હાર્દિક સાથીદારોએ તો પોલિસ પર હાર્દિક હત્યા કરવાનો આરોપ પણ લગાવી દીધો છે. તેમનું કહેવું છે કે પોલિસે હાર્દિકને અજ્ઞાત સ્થળે લઇ જઇ મારી નાંખ્યો છે પણ પોલિસે આ વાતનો રદિયો આપ્યો છે અને કહ્યું છે કે તે પણ હાર્દિક પટેલને શોધી રહી છે

રાજકીય ખેલ

રાજકીય ખેલ

લાપતા હાર્દિક પટેલને જે રીતે પોલિસ શોધી રહી છે તે જોતા લાગી ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન હવે હાર્દિક પટેલ અને તેના અનામત આંદોલન સામે લાલ આંખ કરી છે અને તે હવે આ માથાનો દુખાવો તેમના માથેથી દૂર કરવા માંગે છે.

English summary
Missing hardik patel leave patidar sabha place at arvalli.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X