આણંદ લોકસભા સીટ પર ભાજપના મિતેશભાઈ પટેલે પૂર્વ કેન્દ્રીય મંત્રીને હરાવ્યા
લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. મતગણતરી પૂર્ણ થવા જ આવી છે, વીવીપેટની સ્લિપની ગણતરી કરવાની હોય ઔપચારિક જાહેરાત કરવામાં 3-4 કલાકનો વિલંબ થઈ શકે છે. જો કે આણંદ લોકસભા સીટના પરિણામ જાહેર થઈ ગયાં છે. આણંદની લોકસભા સીટ પર સતત બીજી વખત ભગવો લહેરાયો છે.
આણંદ સીટ પરથી પહેલી જ વખત લડી રહેલા મિતેષભાઈ પટેલે પૂર્વ કેન્દ્રીય મંત્રીને 197718 વોટથી હરાવ્યા છે. જણાવી દઈએ કે ભાજપના મિતેશભાઈ પટેલને કુલ 631581 ઈવીએમ વોટ અને 1516 પોસ્ટલ વોટ મળી કુલ 633097 વોટ મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને 434006 ઈવીએમ વેટ અને 1373 પોસ્ટલ વોટ મળી કુલ 435379 વોટ મળ્યા છે. મિતેષભાઈ પટેલે ભરત સિંહ સોલંકીને 197718 વોટના માર્જિનથી હરાવ્યા.
ઉલ્લેખનીય છે કે મિતેષભાઈ પટેલની જીત સાથે જ આણંદ સીટ પર કુલ ચોથી વખત ભગવો લહેરાયો છે. સૌથી પહેલા 1957માં આ સીટ પર લોકસભા ચૂંટણી લડાઈ હતી ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ આ સીટ પરથી સાંસદ બન્યાં હતાં. બાદમાં 1962, 1967, 1971, 1977, 1989, 1984, 1991, 1996, 1998, 2004 અને 2009માં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 1989માં ભાજપના નટુભાઈ પટેલ, 1999માં ભાજપના દિપકભાઈ પટેલ અને 2014માં ભાજપના દિલિપભાઈ પટેલનો આ સીટ પરથી વિજય થયો હતો.
ગાંધીનગરઃ અમિત શાહે અડવાણીનો રેકોર્ડ તોડ્યો, 15 ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત