For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાત્સલ્યધામથી ગુજરાતના સંસ્કારમાં નવું છોગુ વેરાશેઃ મોદી

|
Google Oneindia Gujarati News

{image-20-modi-dakor.jpg gujarati.oneindia.comગાંધીનગર, 20 મેઃ ડાકોર ખાતે વાત્સલ્ય ગ્રામના ભૂમિ પૂજનના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત સંતો અને જાહેર જનતાને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે વાત્સલ્યધામનું નિર્માણ ઝડપથી થશે તેવા વિશ્વાસ સાથે રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પણ વાત્સલ્ય યોજનાને મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

મને લાગે છેકે ઇશ્વરની જ ઇચ્છા છેકે વાસ્તલ્ય ધામ આ પવિત્ર ધરતી પર નિર્માણ થાય આ ધરતીની પોતાની એક વિશેષતા રહી છે. ચરોતરની વિશેષતા રહી છે. દેશ જ્યારે ગુલામીના ખપ્પરમાં હતું ત્યારે. સંત શક્તિનો જાગરણ અને ઉદય અને સામર્થ્ય સમગ્ર હિન્દુસ્તાને આ ધરતી પરથી કર્યું હતું.

યુગપુરુષ અવિચલ મહારાજના પહેલા દર્શન કરવાનો મને અવસર મળ્યો હતો અને એ સમય 80ના દશકાનો હતો. બાપુનગર ચિકુડિયા મહાદેવ મંદિરની અંદર ઇટોની દિવાલ હતી જ્યાં કથા કરવી સરળ નહોતી, ત્યારે તેઓ ચા કરતા ગરમ પાણી પિતા હતા, તેમની સેવા કરવાનો અવસર મળ્યો હતો. ત્યારથી આજ સુધીની અનૂભૂતિ આજે પણ મને પ્રેરિત કરી રહી છે. ફરી તેમના ચરણોમા આવવા મળ્યું તે મારી ધન્યઘડી છે.

જ્યાં સુધી વાત્સલ્ય ધામને ના જુઓ ત્યાં સુધી દીદીમાના રૂપને નહીં સમજી શકો. 15 વર્ષ પહેલાના તેમના ભાષણને તમે યાદ કરતા હોવ અને જો તમે વાત્સલ્ય ધામ જાઓ તો ત્યાં તમને દીદીનો માતૃ સ્વરૂપ જોવા મળે છે. મને આ દિવ્ય ધામના દર્શન કરવાનો અવસર મળ્યો છે. તેઓ જ્યારે ગુજરાતની ધરતી પર આવ્યા છે, ત્યારે ગુજરાતના સંસ્કારમાં નવું છોગુ વેરાશે તેવો વિશ્વાસ છે.

150મી જંયતિનું વર્ષ છે અને સમગ્ર વિશ્વમાં ઉજવાતી હોય ત્યારે તેમનો મંત્ર હતો, દરિદ્રન્યારાયણ, જગતમાં ભારત વિશ્વ ફલક પર મહાસત્તા બને અને એ તમામ બાબતો જો કોઇ એક પ્રકલ્પમાં જોવા મળે છે તો તે છે વાત્સલ્યધામ. આજે આખુ જગત 150મી જન્મજંયતિની ઉજવણી કરી રહી રહ્યું છે ત્યારે દીદીમાનું ગુજરાતની ધરતી એક પ્રકલ્પ સાથે આવવા બદલ હું તમનો વિશેષ આદર અને ગૌરવ કરું છુ. અને અહીં મોટી સંખ્યામાં દાતાઓ અને સંતો-મહંતો ઉપસ્થિત છે, ત્યારે મને વિશ્વાસ છે કે, વાત્સલ્ય ધામનું નિર્માણ ધાર્યા કરતા વહેલો, ઝડપથી થશે અને રાજ્ય સરકારની ઘણી યોજનાઓ ચાલે છે, જેનો લાભ પણ વાત્સલ્ય ધામને મળશે, વાત્સલ્યધામથી ગુજરાતને પણ ઘણું બધુ જાણવા અને શિખવા મળશે.

લોકો મોદી તરફ આશાની દ્રષ્ટિએ જોઇ રહ્યા છેઃ ઋતુંભરા જી

આ તકે સાધવી ઋતુંભરાએ કહ્યું કે, હું ગૌરવ અનુભવું છું કે આટલા બધા સંતો સાથે હું અહીં છું, હું ગુજરાતના મુખ્યમંત્રીને પણ સન્માન આપું છું. આજનો સમય ભારત માતા માટે કપરો છે અને તે એક એવા વ્યક્તિ તરફ જોઇ રહી છે કે જેણે લોકોમાં આશા જન્માવી છે અને તે છે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી. તેમણે વધુંમાં કહ્યું કે ભારત માત્ર તેની ભૂમિના કારણે શ્રેષ્ઠ નથી, પરંતુ તેના નાગરીકોની ભૂમિકાના કારમે પણ શ્રેષ્ઠ છે.

English summary
Narendra Modi address the Bhoomi Poojan of Vatsalya Gram in Dakor, Kheda Dist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X