For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાંચો અને જૂઓ, શિક્ષક નવચિંતન શિબિરમાં મોદીનું પ્રેરક સંબોધન

By Super
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 24 સપ્ટેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશને આયોજિત કરેલા શિક્ષક ટ્રેનિંગ નવચિંતન શિબિરમાં પોતાનું સંબોધન આપ્યું છે. આ તકે તેઓ દેશની શિક્ષણ પ્રણાલી પર વિશેષ ચર્ચા કરી, તેમજ ભવિષ્યમાં ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કેવા કેવા પ્રકારના સુધારા કરી શકાય છે તે અંગે પણ માહિતી આપી છે. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલા સંબોધનનો લાઇવ વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે, જે થકી તમે નરેન્દ્ર મોદીના સંબોધનને લાઇવ જોઇ અને સાંભળી શકો છો.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઇઆઇટીનો જન્મ 2011માં થયો, પરંતુ તેનો પહેલું ફંક્શન આટલા સમય પછી થઇ રહ્યું છે. તેથી રાજકારણ જે કહે છે કે, સત્તાનીતિ પણ એ કહે છે કે, કંઇ થતાં પહેલા ફંક્શન થવું જોઇએ. પંરતુ ગુજરાતે એક નવી નીતિની પરપંરાને સ્વિકારી છે અને જ્યાં સુધી કોઇ વિચાર વ્યવસ્થામાં પરિવર્તિત ના થાય, કોઇ વ્યવસ્થા પરિવર્તનનો આધાર ના બને ત્યાં સુધી ચુપચાપ તેને કરતા રહેવું જોઇએ અને જ્યારે એકવાર વિશ્વાસ આવી જાય કે આપણે સાચા રસ્તા પર છીએ ત્યારે વિશ્વ સામે જવું જોઇએ.

તેથી આઇઆઇટી આખા દેશમાં પહેલીવાર રચના થઇ વિધાનસભામાં ચર્ચા થઇ, એક પ્રકારે મજાક ઉડાવવામાં આવતો, આ શું નવી વસ્તુ લાવ્યા છે, સ્વાભાવિક છે, બધી વાત બધાને સમજમાં ના પણ આવે. કેટલાકને થોડી મોડેકથી સમજાય. પરંતુ આવી સ્થિતિમાં કામ તો કરવું પડે છે, અને આજે દેવરાજજી બતાવી રહ્યાં છે કે ભારત સરકાર પણ આવનારા સમયમાં દિવસોમાં આ પ્રકારની યુનિવર્સિટી બનાવવાનું વિચારી રહ્યું છે.

વિશ્વના કોઇપણ કોનામાં કંઇક સારું થાય છે તેનો સ્વિકારવાનું મન બનાવવું જોઇએ, તે પણ પોતાની અંદર અચ્છાઇનું ઉત્તમ માર્ગ હોય છે. હું કમલેશ ભાઇને શુભેચ્છા પાઠવું છે કારણ કે તેમણે ભાઇશ્રીને બોલાવ્યા, તે સાચા શિક્ષક છે, તેઓ પોતાની શક્તિ, સમય ચિંતન મનન બધું જ લોકશિક્ષામાં લગાવી દે છે.

તેમણે એક ઉદાહરણ રજૂ કરતા કહ્યું કે, અમે એક ક્વીઝ કોમ્પિટિશન યોજી હતી, જેમાં વિજેતા થયેલી એક છોકરી જે ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી આવતી હતી, તેને મે પૂછ્યું કે, હવે પછી તું શું બનવા માગે છે, તેણે જરા પર સમય લીધા વગર કહ્યું કે, શિક્ષક. આ સાંભળીને હું ઘણો ખુશ થયો હતો, તે એકદમ સ્પષ્ટ હતી, મને વિશ્વાસ છે કે, તે આકરી મહેનત કરશે અને મને વિશ્વાસ છે કે તે એક સારી શિક્ષીકા બનશે.

આપણે એવું વિચારવું જોઇએ કે, શા માટે આપણી પાસે એવી યુનિવર્સિટી ના હોય કે જે લોકો એવું ઇચ્છતા હોય કે તેઓ શિક્ષક બનવા માગે છે, તે 12માં ઘોરણ પછી સીધા ત્યાં ભણી શકે. તેમણે વધુમાં કહ્યું કે, શિક્ષક બનવું એટલે માત્ર એવું ના હોવું જોઇએ કે તેમની પાસે વિષયોનું જ્ઞાન હોય, પરંતુ પોતાના વિદ્યાર્થીઓના મગજને સમજવાની ક્ષમતા હોવી જોઇએ તેમની સાથે જોડાવાની આવડત હોવી જોઇએ.

મોદીએ કહ્યું કે, ડો. રાધાક્રિષ્નનના નેતૃત્વ હેઠળનું પંચ ત્યાં છે, કોઠારી પંચ હજું તેના પર ચર્ચા કરી રહ્યું છે, પરંતુ રીપોર્ટ હજુ ત્યાંની ત્યાં જ છે. મે મારા એ રીપોર્ટમાં તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો હતો, ટ્રેનિંગ ટીચર્સ ઘણા મહત્વના છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહત્વનું છે, પરંતુ આ ઇમારત ઘર બની શકે નહીં, પરિવાર ત્યાં રોકાઇને તેને ઘર બનાવી શકે છે. તેવી જ રીતે જ્યાં સુધી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કોઇ જોડાણ નહીં હોય ત્યાં સુધી શાળા ક્યારેય શિક્ષાધામ નહીં બની શકે. આપણી સૌથી મોટી જવાબદારી સારી શાળા બાંધવાની છે, તેથી આપણે એક નવી પેઢીની રચના કરી શકીએ.

નરેન્દ્ર મોદીએ કોમ્યુનિકેશન સ્કીલ પર ભાર મુકતા કહ્યું કે, કોમ્યુનિકેશન સ્કિલ ઘણી મહત્વની છે, તે વિદ્યાર્થીઓને સારા બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે અને તેથી આપણે તેને વિકસાવવાની જરૂર છે. જ્ઞાન ક્યારેય પીરસી શકાય નહીં, તેને મેળવવું પડે છે, તે સ્વિકારવું અઘરું છે કે શીખી રહ્યાં છે અને નથી શીખવી રહ્યાં. મહત્વનું એ છે કે શીખવાનું વધી રહ્યું છે.

વિદ્યાર્થીઓમાં આવેલા પરિવર્તન અંગે તેમણે કહ્યું કે, ગઇકાલના વિદ્યાર્થીઓ અને આજના વિદ્યાર્થીઓમાં ઘણો તફાવત આવ્યો છે, આજના વિદ્યાર્થીઓ ઘણું બધું જાણે છે. સારો શિક્ષક એ કહેવાય કે જે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કરે, પછી જૂઓ વિદ્યાર્થી જ્યારે શાળા આવશે ત્યારે અનેકગણા પ્રશ્નો લઇને આવશે. શિક્ષકે વિદ્યાર્થી દ્વાર પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવો જોઇએ અને જો શિક્ષક તે અંગે ના જાણતો હોય તો બીજા પિરિયડમાં તેણે એ પ્રશ્નનો જરૂરથી જવાબ આપવો જોઇએ.

તેમણે વધુમાં કહ્યું કે, આજે પણ વિદ્યાર્થીઓ શિક્ષક જેવો પહેરવેશ ધારણ કરે છે, કારણ કે વિદ્યાર્થી માટે શિક્ષક એક હીરો સમાન છે. માતા બાળકને જન્મ આપે છે, પરંતુ શિક્ષક તેને જીવતા શીખવે છે. ગણતંત્ર અંગે જણાવતા મોદીએ કહ્યું કે, ગણતંત્રની સફળતાં ગણતંત્રમાં છે અને તે શાળામાં બની શકે છે, અને ગણતંત્ર પર પ્રાધાન્ય આપવું જોઇએ, જે આઇઆઇટીઇ કરી રહ્યું છે.

વિપક્ષ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, મીડિયામાં લોકો અને અમારા વિપક્ષી મિત્રો કહીં રહ્યાં છે કે, મોદી ઉત્સવો કરી રહ્યાં છે. અમે કહીંએ છીએ કે ગુજરાતનું જીવન ઉત્સાહપ્રેમી છે, જે તેઓ સમજી શકતા નથી. ઉત્સવ એ રાજકારણમાંથી જન્માવવામાં આવેલો શબ્દ છે, અમે શાળા પ્રવેશોત્સવ કર્યો, અમારા વિપક્ષીઓ મુંઝાયા કે તેમાં ઉત્સવ શું છે, પરંતુ શાળાએ જવું એ પણ એક ઉત્સવ સમાન છે. અમે ગુજરાતમાં મોટો પ્રોગ્રામ ગુનોત્સવ લઇને આવ્યા. અમે સરકારી પ્રાઇમરી શાળામાં ગ્રેડેટેશન લઇને આવ્યા, જેથી શાળાઓ પોતાનો ગ્રેડ સુધારવા માટે પ્રેરિત થઇ.

અમે ભૂતકાળની વાત નથી કરતા અમે ભવિષ્ય અંગે વિચારી રહ્યાં છીએ. જો આપણે ભવિષ્યમાં ઉભા રહેવું છે તો આપણે એ દિશામાં શિક્ષકોનું સર્જન કરવાની જરૂર છે. આઇઆઇટીઇને હજુ બે વર્ષ થયા છે અને આઇઆઇટીઇ એ દિશામાં ઉત્કર્ષ કામ કરી રહી છે. આપણે યુવા રાષ્ટ્ર છીએ, વિશ્વને શિક્ષકોની જરૂર છે, ત્યારે આપણે પણ વિશ્વમાં શિક્ષકોને એક્સપોર્ટ કરી શકીએ છીએ.

તેમણે વધુમાં કહ્યું કે, આપણે શિક્ષકની શ્રેષ્ઠતા પર એક સમાજ તરીકે કામ કરવાની જરૂર છે અને તેમાં કોઇ નુક્સાન ના થાય તેનું પણ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. જે રીતે આપણે મોબાઇલ ફોન્સ અંગે જાણીએ છીએ, તેવી રીતે હું દલીલ કરું છું કે કોમ્પ્યુટર પણ શીખો, એ તમને શીખવામાં સહાયતા કરશે. આપણે ટેક્નોલોજીના ડેવલોપમેન્ટમાં નાનામાં નાની બાબતો પર ધ્યાન આપવું પડશે. શિક્ષકો વિચારને બદલી શકે નહીં પરંતુ જીવનને બદલવાની તેનામાં સામર્થ્યતા હોય છે.અંતમાં તેમણે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાનો આભાર માની પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.

English summary
Narendra Modi addresses Teacher's Training Navchintan Shibir of Indian Institute of Teacher Education
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X