For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પરિવર્તનની આંધી સુનામીમાં ફેરવાશે, અને કોંગ્રેસનો સફાયો થઇ જશે : મોદી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઇ રહેલા 'વિજય શંખનાદ યુવા સંગમ' કાર્યક્રમમાં યુવાનોને સંબોધ્યા હતા. અત્રે નોંધનીય છે કે જ્યારથી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી મોદી પર કોંગ્રેસી નેતાઓના રોજેરોજ અવનવા પ્રહારો થતાં રહે છે. જોકે નરેન્દ્ર મોદીએ આ બધાની વચ્ચે પણ પોતાના વિકાશલક્ષી વિચારો થકી લોકપ્રિયતા જાળવી રાખી છે. યુવાનોને સંબોધતા નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને યુવાનોને કોંગ્રેસને દેશવટો આપવા જણાવ્યું હતું.

'વિજય શંખનાદ યુવા સંગમ' કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો જેમાં યુવાનોએ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 'વોટ ફોર ઇન્ડિયા, વોટ ફોર નમો' આલ્બમનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુરષોત્તમ રૂપાલા, આર.સી ફળદુ, અનુરાગ ઠાકુર, પ્રદીપસિંહ વાઘેલા, શંકરભાઇ ચોધરી અને ઓમજી માથુર પણ ઉપસ્થિત રહ્યા હતા.

નરેન્દ્ર મોદીનું સંબોધન:
નરેન્દ્ર મોદીએ યુવાનોને સંબોધન કરતા જણાવ્યું કે ખૂબ જ ઓછા સમયમાં આટલું વિશાળ ચિત્ર ઊભુ કરવા માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો આપણો દેશ વિશ્વનો સૌથી યુવા દેશ છે, જેના માટે આપણા સપના અને ઉદ્દેશ્યો પણ યુવાન છે. જો ભારત સરકારે સમયસર ભારતીય યુવાના ભવિષ્યની ચિંતા કરી હોત તો આજે દેશની સ્થિતિ કંઇક જુદી જ હોત. પરંતુ તેમના માટે યુવાનો માત્ર વોટર છે. પરંતુ અમારા માટે યુથ એક પાવર છે. અમે યુથ ડેવલપમેન્ટની સાથે સાથે યુથ લેયર ડેવલપમેન્ટ કરવા માંગીએ છીએ.

મિત્રો દિલ્હી સરકારના કામનો આજે હું તમને ઉદાહરણ આપવા માગુ છું. હું સાચું કહું છું તો તેમના અધિકારીઓને ખોટું લાગી જાય છે, કારણ કે 60 વર્ષોથી કોઇએ તેમને પડકાર ફેંક્યો નથી. તેઓ વિચારી રહ્યા છે કે એક ચા વાળો તેમની સત્તાને લલકારી રહ્યો છે. પંરુત કોંગ્રેસી મિત્રો તમે શું કરી શકવાના, સીબીઆઇની તપાસ બેસાડશો, કોર્ટ કચેરીમાં ઉલજાવશો, તમે બીજી શું કરી શકવાના કરી લો જે કરવું હોય તે. તેઓ રોજ મોદીને મારવા માટે તત્પર હોય છે. મિત્રો હું દેશ ખાતર મારા પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર છું. મેં ઘર સત્તા કે સુવિધા મેળવવા માટે નથી છોડ્યું, હું આ જનમમાં નહી તો આવતા જનમમાં પણ હું જન્મ લઇને આ દેશની સેવા કરીશ. અમે સત્ય માટે ટકરાઇ જવા માટે તૈયાર થઇએ છીએ. અને તમારા ચેલાઓ અમારો વિરોધ કરવા માટે સમજ્યા વગર મેદાનમાં ઊતરી આવે છે, કરી લો આ બધું હવે માત્ર થોડાંક જ દિવસો બચ્યા છે.

narendra modi
હું તમને જણાવું છું કે તેમણે શું કહ્યું તું, તેમણે 10 લાખ લોકોની ટ્રેઇનીંગ કરવા માટે 1 હજાર કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું, અને માત્ર 18,322 લોકોની જ ટ્રેનીંગ થઇ છે. ફરીથી ચૂંટણી આવી છે એટલે તેમણે એ બજેટમાં થોડો વધારો કરી દીધો. આ લોકો નવયુવાનોને છેતરવાનું કામ કરે છે.

મોદીએ શાયરી કહેતા જણાવ્યું કે -
''નજર કો બદલો તો, નજારે બદલ જાયેગે,
સોચ કો બદલો તો સિતારે બદલ જાયેગે,
કશ્તિઓ કો બદલને કી જરૂરત નહીં,
દિશા કો બદલો તો કિનારે અપને આપ બદલ જાયેગે...''

કંઇક કરી બતાવવા માટે હિન્દુસ્તાનનો નવ યુવાન પોતાની આશા સાથે, આક્રોશ સાથે મેદાનમાં આવી ગયો છે. દેશની વર્તમાન હાલત આપણને લલકારી રહી છે. દેશની સરકાર પાસે નેતા નથી, નીતિ નથી, નિયતી નથી. તેઓ દેશને ક્યાં લઇ જશે તેની આપ કલ્પના કરી શકશો.

હાલમાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. અને તે સુનામીમાં ફેરવાઇ જશે અને તે કોંગ્રેસને લઇ ડૂબશે. દેશની જનતા કોંગ્રેસને માફ નહીં કરે મિત્રો. મને વિશ્વાસ છે કે મિત્રો એક નવી હવા, નવો ઝોમ દેશમાં પરિવર્તન લાવશે.

'વિજય શંખનાદ યુવા સંગમ' કાર્યક્રમ જુઓ વીડિયોમાં...

English summary
Narendra Modi addressing 'Vijay Shankhnad Yuva Sangam' Sammelan in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X