For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અને દિનશા પટેલની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 મે : કોંગ્રેસના કેન્દ્રીય ખાણ ખનીજ પ્રધાન દિનશા પટેલ અને ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવારે 28 મે, 2013ના રોજ બેઠક મળતા ગુજરાતનાં રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. આ બેઠક કયા કારણોસર મળી હતી તે હજું જાણવા નથી મળ્યું પરંતુ કોંગ્રેસમાં ગણગણાટ જરૂરથી શરૂ થઈ ગયો છે.

ગુજરાત સરકારે દિનશા પટેલ સાથેની મુલાકાતને માત્ર સૌજન્ય ગણાવી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ આને સામાન્ય મુલાકાત ગણાવી છે. જો કે આગામી સમયમાં તેના પરિણામો જોવા મળતા મીટિંગ કયા મુદ્દે મળી હતી તે ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને આડે હવે એક વર્ષ કરતા પણ ઓછો સમય બચ્યો છે ત્યારે કોંગ્રેસમાં જેમનું માનથી નામ લેવાય છે તેવા દિનશા પટેલની ઓચિંતી મોદી સાથેની મુલાકાત વિવાદનો મધપૂડો ન છેડે તો જ નવાઈ. મહત્વનું છે કે, દિનશા પટેલ કોંગ્રેસ વતી 2007ની વિધાનસભા ચૂંટણી નરેન્દ્ર મોદીની સામે લડી ચુક્યા છે જેમાં તેઓ હારી ગયા હતા.

નરેન્દ્ર મોદી અને દિનશા પટેલની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

નરેન્દ્ર મોદી અને દિનશા પટેલની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

નરેન્દ્ર મોદી અને દિનશા પટેલની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

નરેન્દ્ર મોદી અને દિનશા પટેલની મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

English summary
Narendra Modi and Dinshaw Patel meeting heats Gujarat politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X