• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'યાચક' નહીં 'લાયક' બનવામાં વિશ્વાસ ધરાવે છે મોદી

By Super
|
Google Oneindia Gujarati News

આજનો દિવસ ગુજરાતની દૃષ્ટિએ મહત્વનો રહ્યો. એક તો આજે ગુજરાતનો સ્થાપના દિવસ હતો અને બીજું એ કે જેમના કારણે આજે ગુજરાતનું સમગ્ર વિશ્વમાં ગાજે છે, તેવા નરેન્દ્ર મોદી આજે પણ ચર્ચામાં રહ્યાં. મોદી પોતે તો ગુજરાતની આદિવાસી પટ્ટીના એક જિલ્લા નવસારીમાં હતાં, પરંતુ તેમના નામની ચર્ચા ગાંધીનગરથી લઈ નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી અને તેનાથી પણ એક ડગલું આગળ અમેરિકા સુધી હતી. સવારે સમાચાર આવ્યાં કે મોદીને અમેરિકી વિઝા મળવાની શક્યતાને ઝાટકો, તો બપોર બાદ એવાં સમાચાર વહેતાં થયાં કે મોદી લોકસભા ચૂંટણી નહીં લડે.

આ તમામ બાબતો કોઈ પણ વ્યક્તિ માટે લાયકાતનો મુદ્દો જ ગણી શકાય. વાત વિઝાની હોય કે ચૂંટણી લડવાની કે પછી ચૂંટણી લડી વડાપ્રધાન પદ જેવા ઉચ્ચકક્ષાના હોદ્દા સુધી પહોંચવાની. દરેક બાબતમાં લાયકાત તો જોઇએ જ, પરંતુ આજના રાજકારણમાં એવાં અનેક નેતાઓ છે કે જેઓ લાયક બન્યા વગર જ કંઈક મેળવવા માટે મથતા હોય છે. હકીકતમાં તેમની પરિસ્થિતિ કોઈ યાચક કરતાં ઓછી નથી હોતી, પરંતુ વાત જ્યારે નરેન્દ્ર મોદીની હોય, તો અત્યાર સુધીના તેમની રાજકીય સફર ઉપર નજર નાંખીએ, તો સ્પષ્ટ થાય છે કે નરેન્દ્ર મોદી યાચક નહીં, પણ લાયક બનવામાં વિશ્વાસ ધરાવે છે. તેમની આવી વિચારસરણી જોતાં વિઝા કે ચૂંટણી લડવાની કે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની વાતો આપોઆપ મહત્વહીન બની જાય છે.

યાચક નહીં લાયક

યાચક નહીં લાયક. યાચક એ હોય છે કે જે કંઇને કંઇ માંગ્યા કરે છે, તેનામાં એ મેળવવાની યોગ્યતા નહીં હોવા છતાં પણ તે એ વસ્તુની માંગ કરતો જોવા મળે છે, જ્યારે લાયક એ હોય છે કે, જેને ક્યારેય પણ કોઇ વસ્તુની માંગ કરવી પડતી નથી હોતી. તેનામાં એ મેળવવા માટેની યોગ્યતા હોય છે અને તેને એ વસ્તુ સામેથી આવીને મળે છે. તમને કદાચ લાગશે કે અત્યારે ઉક્ત બન્ને શબ્દોના અર્થ અંગે શા માટે વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ બન્ને શબ્દો નરેન્દ્ર મોદી અને વિઝાના પ્રતિબંધ સાથે જોડાયેલી છે. એક તરફ મોદીને વિઝા આપવામાં આવે તેવી માંગ માત્ર ભારત જ નહીં પરંતુ અમેરિકામાં પણ તેમના કાર્યથી પ્રભાવિત થયેલા લોકો કરી રહ્યાં છે તો બીજી તરફ વિઝા નહીં આપવાની વાત લઇને અડી રહેલા પણ છે.

2001માં ભૂંકપ બાદ તત્કાળ મુખ્યમંત્રી સામે ઉઠેલા પ્રશ્નો બાદ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, 2002માં ગુજરાતમાં ફાટેલા રમખાણો બાદ ફરીથી ચૂંટણી થઇ અને નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયા. આજે એ 2002ના ગુજરાત કરતા અલગ જ ગુજરાત વિશ્વફલક પર છે, જ્યાં ના કોઇ રમખાણ, ના કોઇ કર્ફ્યુ કે ના અન્ય કોઇ વિવાદ છે, દરેક સ્થળે ગુજરાતે છેલ્લા એક દશકામાં જે વિકાસ નોંધાવ્યો છે અને એ વિકાસની પાછળ મહત્વની ભૂમિકા ભજવનારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામની ચર્ચા દરેક પળે થઇ રહી છે અને કદાચ તેના કારણે જ મોદીએ ક્યારેય કોઇ વસ્તુની માંગ કરી ના હોવા છતાં પણ એ બાબતો સામે ચાલીને તેમની પાસે આવી રહી છે.

જે સીએમ બનશે એ કોઇએ નહોતું વિચાર્યું તેનું નામ પીએમ માટે ઉછળી રહ્યું છે

2002માં જ્યારે ચૂંટણી યોજાય ત્યારે કોઇએ પણ એ વાત નહોતી વિચારી કે નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી બનશે, પરંતુ ઇતિહાસ આખ સમક્ષ છે, 2002 બાદ ગુજરાતમાં 2007 અને 2012ની ચૂંટણી આવી, ગુજરાતની પ્રજાએ મોદીને મુખ્યમંત્રી તરીકે સ્વિકાર્યા અને હવે દેશભરમાંથી એવી માંગ ઉઠી રહી છે કે, મોદીએ ગુજરાતની બહાર આવીને દિલ્હીની કૂચ કરવી જોઇએ. પક્ષના સાથી નેતાઓની સાથો-સાથ દેશભરના નાગરિક એવું ઇચ્છી રહ્યાં છે કે મોદી પ્રધાનમંત્રી બને અને મોદીને પ્રધાનમંત્રી પદના પ્રબળ ઉમેદવાર ગણાવી રહ્યાં છે, એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ હવે એ વાત માની રહ્યાં છે કે, મોદી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવાની લાયકાત ધરાવતા નેતાઓમાના એક છે. આ બધુ માત્ર એટલા માટે બન્યુ છે કે તેમણે પોતાની જાતને યાચક નહીં પરંતુ એ લાયક બનાવી છે કે, તેમણે ક્યારેય પણ પોતાની ઇચ્છા જણાવીને તે મેળવવા માટે માંગ કરી નથી, પરંતુ તેમણે પોતાની યોગ્યતા બધાની સમક્ષ મુકી અને આજે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીની સાથો સાથ દેશના પ્રધાનમંત્રી પદના પ્રબળ દાવેદારોની યાદીમાં પહોંચી ગયા છે.

યુએસ પણ મોદીને વિઝા આપવા લાયક સમજશે

આજે ભલે યુએસના કેટલાક નેતાઓ અને પેનલ એવુ વિચારે છે કે, ગુજરાતમાં 2002માં જે રમખાણો થયા, તેની સાથે મોદીને જોડે છે અને એ અંગેના પુરાવા હોવાનુ જણાવે છે, પરંતુ 2002માં જે રમખાણો થયા તેને ભુલાવીને આજે ગુજરાતે પોતાની અલગ છાપ રજૂ કરી છે અને વિશ્વફલક પર ગુજરાતની અલગ છબી ઉપસાવવા અને અમેરિકાને પણ ગુજરાતના વિકાસનો નોંધ લેવા માટે મજબૂર કરવામા એ જ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોટી ભૂમિકા નિભાવી છે, જેને વિઝા આપવાને લઇને યુએસ આનાકાની કરી રહ્યું છે, પરંતુ એ વાતમા જરા પણ બેમત નથી કે જે રીતે મોદીએ 2002ના ઘટનાથી ઘરડાયેલી છબીને સુધારી પોતાની કામ પ્રત્યેની કૃતજ્ઞતાને લઇને પીએમ પદના દાવેદાર બની ગયા છે, તેવી જ રીતે યુએસ વિઝા મેળવવાને લઇને પણ મોદી પોતાની યોગ્યતા સાબિત કરશે અને એ સમયે તેઓ યાચક નહીં પણ લાયક હશે અને અમેરિકા તેમને વિઝા આપશે.

મોદીને વિઝાને લઇને શું કહ્યું છે યુએસ પેનલે

કોંગ્રેસ દ્રારા સ્થાપિત એક ઇન્ડિપેન્ડેટ પેનલે (ધાર્મિક આઝાદી પર આધારિત) અમેરિકાની સરકારને કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર લગાવવામાં આવેલા વિઝા બેનને યથાવત રાખવામાં આવે. આ સમિતિનું કહેવું છે કે એવા પુરાવા હાજર છે જે 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોને નરેન્દ્ર મોદીની સાથે જોડે છે. યુએસ કમિશન ફોર ઇન્ટરનેશનલ રિલીઝિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)ની અધ્યક્ષા કેટરીના લેંટોસ સ્વેટે વાર્ષિક રિપોર્ટ જાહેર કરવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને કહ્યું હતું કે એવા ઘણા પુરાવા છે જે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં થયેલી હિંસા સાથે જોડે છે. જેથી નરેન્દ્ર મોદીને વિઝા આપવા યોગ્ય નથી.

પોતાના વાર્ષિક રિપોર્ટમાં યુએસસીઆઇઆરએફે આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે નરેન્દ્ર મોદી એકલા એવા વ્યક્તિ છે જેમના વિરૂદ્ધ અમેરિકાએ ધાર્મિક આઝાદીના આધાર પર વિઝા પ્રતિબંધની જોગવાઇ લાગૂ કરવામાં આવી છે. અમેરિકાએ ગુજરાતના રમખાણોને લઇને માર્ચ 2005માં નરેન્દ્ર મોદી પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. આ રમખાણોમાં અંદાઝે 1100 થી 2000 મુસ્લિમોના મોત નિપજ્યાં હતા. યુએસઆઇઆરએફે સ્ટેટ એન્ડ હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ પાસે અપીલ કરવામાં આવી છે કે આવા લોકોની યાદી ફરીથી તૈયાર કરવામાં આવે, જેમના પર યુએસમાં પ્રવેશવા બદલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું છે કે નવેમ્બર 2012માં વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનને પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અમેરિકી નીતિને યથાવત રાખવાની વાત કરવાની આવી હતી.

English summary
Narendra Modi do not want to become beggar, he wants to become eligible.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X