Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અમદાવાદમાં ડે. હાઇ કમિશનરની ઑફિસ ખોલવા મોદીની બેવન સમક્ષ રજૂઆત

narendra-modi-james-bevan-greetings
ગાંધીનગર, 22 ઑક્ટોબર : આજે ગાંધીનગર સચિવાલયમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવન વચ્ચેની મુલાકાત અનેક મુદ્દે આશાસ્પદ બની રહી છે. આ મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ બેવનને અમદાવાદમાં ડેપ્યુટી હાઇ કમિશનરની ઑફિસ સ્થાપવાની શક્યતા અંગે રજૂઆત કરી હતી. મોદીએ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2013માં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને મોકલવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ યુકેમાં મોટી સંખ્યામાં રહેતા ગુજરાતી સમાજના સભ્યોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં ડેપ્યુટી હાઇ કમિશનરની ઑફિસ શરૂ કરવાની શક્યતા અંગે રજૂઆત કરી હતી. આ સાથે મોદીએ એમ પણ જણાવ્યું કે દર વર્ષે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા યુકે જાય છે. જેમાંથી કેટલાકને બોગસ કોલેજમાં પ્રવેશ મેળવતા તેમની સામે પૂછપરછની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ સમસ્યાના ઉકેલ માટે ગુજરાતના વિવિધ શહેરોમાં વિશેષ સેમિનાર યોજવાની વાત પણ મૂકી હતી.

મહત્વપૂર્ણ માનવામાં આવતી મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બ્રિટિશ કંપનીઓ માટે રહેલી તકો, ખાસ કરીને પોર્ટ ડેવલપમેન્ટ અને ગિફ્ટ સિટીમાં ઉભી થયેલી શક્યતાઓ તરફ ધ્યાન દોર્યું હતું. ક્લાઇમેટ ચેન્જને નાથવામાં બ્રિટનની ટેકનોલોજીની સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2013માં બ્રિટનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળને મોકલવાનું આમંત્રણ પણ આપ્યું હતું. જે બેવને સ્વીકાર્યું હતું.

બ્રિટિશ હાઇ કમિશનર જેમ્સ બેવને ગુજરાતના વિકાસની વાત કરવા ઉપરાંત ગુજરાતની અને યુકે વચ્ચે આર્થિક, શૈક્ષણિક, સામાજીક અને રાજદ્વારી ક્ષેત્રે સંબંધો મજબૂત બનાવવાની દિશામાં આગળ વધવાની ઇચ્છા દર્શાવી હતી.

પાટનાગર ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં લગભગ 50 મીનિટ સુધી ચાલેલી બેઠકમાં ગુજરાત અને યુનાઇટેડ કિંગડમ (યુકે) વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરવાની દિશામાં વાત આગળ વધારવામાં આવી હતી. મીટિંગ દરમિયાન જેમ્સ બેવનને ગુજરાતની યાદગીરી સમાન હસ્તકલા કારીગરીની ભેટો પણ આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતીઓ વતી રાજદૂતને બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીના અભિનંદન પાઠવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X