For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છેઃ મોદી

By Super
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 26 મેઃ શુક્રવારે છત્તિસગઢમાં થયેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તિખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, છત્તિસગઢમાં જે બિહામણો હુમલો નક્સલીઓ દ્વારા કરવામાં આવ્યો છે, તે લોકતંત્ર પર થયેલા હુમલા સમાન છે, નક્સલવાદ અને આતંકવાદ સામે આકરા પગલા લેવાની જરૂર છે.

છત્તિસગઢમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન નક્સલીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોદીએ ટ્વિટર થકી પોતાની પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે, આ એક બિહામણો હુમલો છે, જે લોકતંત્ર પર થયો છે. હવે સમય આવી ગયો છે કે, આતંકવાદ અને નક્સલવાદ જેવી સમસ્યાઓને પહોંચી વળવા માટે આકરામાં આકરી ઝીરો ટોલરેન્સ પોલીસીને અપનાવવામાં આવે.

તેમણે ઉમેર્યુ છે કે, આ હુમલાનો ભોગ બનનારાના પરિવારજનો અને પોતાની જીવનને હોમી દેનારા પોલીસકર્મીઓ પ્રત્યે મને સહાનુભૂતિ છે, ઇજાગ્રસ્તો સાથે મારી દૂઆઓ છે અને તેઓ ફરી સામાન્ય જીવન જીવવા લાગશે. એક રાષ્ટ્ર તરીકે એકઠાં થવાની અને લોકતંત્ર માટે ખતરો બની ગયેલી સમસ્યાને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે.

નોંધનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ દ્વારા છત્તિસગઢમાં પરિવર્તન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન નક્સલીઓ દ્વારા આ રેલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 27થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ પણ છે.

English summary
The need of the hour is to stand together as a nation and vow to fight this menace that threatens our democracy: CM modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X