• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ચૂંટણીની રમત થઇ પૂરી, હવે મેદાન પર રમશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ

|
Google Oneindia Gujarati News
સુરત, 18 જાન્યુઆરીઃ વર્ષ 2012માં ચૂંટણીના કારણે નહીં યોજવામાં આવેલા રાજ્યના મહા ખેલકુંભને આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સુરત ખાતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ખેલ મહાકુંભને ખુલ્લો મુકતીવેળા નરેન્દ્ર મોદીએ પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું. તેમણે આ ખેલ મહાકુંભ થકી ખેલાડીઓ માત્ર મેદાન પર જ નહીં પરંતુ રાજ્યમાં ખેલદીલીનું વાતાવરણ ઉભું કરે અને માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે ખેલ મહાકુંભમાં ભાગ લઇ રહેલી સાત લાખ બહેનોને આવનારા ભવિષ્યની નારી શક્તિ ગણાવી અભિંનદન પાઠવ્યા હતા.

તેમણે પોતાના પ્રેરકાત્મક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, જે લોકો ખેલની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હશે, તેમને ખબર હશે કે ભુતકાળમાં તાલુકા, જિલ્લા અને રાજ્યની રમત-ગમતો થતી હતી. જે માત્ર શાળા કોલેજનો વિષય રહેતો હતો, સરકાર બજેટ ફાળવીને છૂટી જતી અને કોલેજોમાં એકાદ શિક્ષક સક્રિય હોય કે પછી જે માતા-પિતાને ખેલ પ્રત્યે રસ હોય ત્યાં જ આ પ્રકારની પ્રવૃત્તિઓ થતી જોવા મળતી હતી. ખેલકૂદ રાજ્યનું ઘરેણુ હોય, યુવા જગતને પ્રોત્સાહિત કરવાની પ્રવૃતિ, સમાજની સહજ પ્રવૃતિ હોય, તેવા પ્રકારનું વાતાવારણ ક્યારેય પણ ઉભું કરવામાં આવ્યું નહોતું કે પછી આપણે બનાવી શક્યા નહોતા. રાજ્યમાં રમતો રમાતી હતી અને રૂપિયા ખર્ચાતા હતા પરંતુ બદલાતા જતા યુગમાં રમત-ગમત ક્ષેત્ર રમતવીરો ઝળકે એ પણ રાજ્ય અને રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ ઘટના બની જતી હોય છે. કોઇ ખેલાડી કોઇ રમતમાં ગોલ્ડ મેડલ લઇને આવે તો એ નાનકડા દેશનો ખેલાડી હોય તો પણ આ દૂનિયા તેના ગૌરવને બિરદાવતી હોય છે.

ક્રિકેટમાં જ્યારે આપણા ખેલાડીઓ સિદ્ધિ મેળવે કે વિજય હાંસલ કરે ત્યારે 120 કરોડનો દેશ ઉમંગ અને ઉત્સાહથી ઉભો થઇ જય છે. જે રમત ગમતમાં આટલું સામર્થ્ય હોય, જે દેશનું ચેતના બિંદુ બની જતુ હોય, જે યુવાનોનો જૂસ્સો વધારવાનું કાર્ય કરતી હોય, તેને હાંસ્યામાં ઘકેલી દેવું એ સૌથી મોટી કુસેવા લાગે છે. તેથી રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષથી આ રમત-ગમતને પોતાનું અભિભાજ્ય અંગ બનાવ્યું છે. મને નથી લાગતું કે આવું કામ દેશમાં કે કોઇ રાજ્યમાં કોઇ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હોય.

આપણને ખેલ મહાકુંભમાં જોવા મળ્યું છે કે, આપણા રમતવીરોએ રાજ્યના જૂના રેકોર્ડ તોડી નાંક્યા છે અને નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. ખેલ મહાકુંભના કારણે રાજ્યમાં એક ખેલનો માહોલ ઉભો થયો છે. રાજ્યમાં એક તંદુરસ્ત વાતાવારણનું નિર્માણ થયું છે, તેનાથી એ દિવસ દૂર નથી જણાતો કે રાજ્યના રમતવીરો ખેલ મહાકુંભ થકી દેશમાં ખેલ જગતના તમામ રેકોર્ડ તોડા નાંખવાનું સામર્થ્ય બતાવશે, એવો મને વિશ્વાસ છે. રમત-ગમતમાં સિદ્ધિ મેળવવી એ કોઇ એકલા ખેલાડીનું ગૌરવ નથી, પરંતુ જે તે શાળાનું ગૌરવ છે, રાજ્યનું કોઇ બાળક જ્યારે હિન્દુસ્તાનમાં ખેલ ક્ષેત્રે પોતાનું નામ રોશન કરે છે, ત્યારે એ ખેલાડીની સાથે રાજ્ય પણ ગૌરવ અનુભવતું હોય છે.

સમાજમાં ખેલદીલી ત્યારે જ આવે છે જ્યારે જ્યારે સમાજમાં ખેલને પ્રાથમિકતા આપવામાં આવી હોય, ખેલાડી મિત્રો માત્ર ખેલદીલીનો વાવટો માત્ર રમતના મેદાન પુરતો જ નથી પરંતુ તેને રાજ્ય સુધી સમાજ સુધી પહોંચાડવાની આ મથામણ છે. સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજંયતિ ઉજવી રહ્યું છે. આપણે તેને ગયા વર્ષથી ઉજવી રહ્યાં છીએ અને 2014 સુધી ઉજવતા રહીશું. આપણે 2012ને યુવા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. 2011થી શરૂ કરવામાં આવેલી આ યાત્રાને 2014 સુધી આપણે આગળ ધપાવવાના છીએ. તેથી 2013નું વર્ષ પણ યુવા વર્ષ તરીકે જ ઉજવવામાં આવશે. ગામે-ગામ જે વિવેકાનંદ યુવાકેન્દ્રો બનાવવામાં આવ્યા છે. તેનાથી યુવા વર્ગને, વ્યક્તિત્વ વિકાસને વેગ મળે છે. યુવા પેઢીમાં નવો થનગનાટ જોવા મળે છે અને સપના પૂર્ણ કરવા તરફ ગુજરાતનો યુવાન આગળ વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે યુવાધનના વિકાસ અર્થે ગામે-ગામ બનાવવામાં આવેલા વિવેકાનંદ કેન્દ્રોને મજબૂત બનાવીશું.

આજથી બધા ખેલાડીઓ રમતના મેદાનમાં હશે, આગામી કેટલાક અઠવાડિયા આખુ ગુજરાત રમતું હશે. ગામે-ગામ, રાજકિય, સામાજિક આગેવાનો, શિક્ષણ સાથે જોડયેલા લોકો, રમતપ્રેમીઓ આ રમતને પ્રોત્સાહન આપવા આગળ આવે. ગયા વર્ષે ગામના આગેવાનોએ રમતને પ્રોત્સાહિત કરવા પહેલ દર્શાવી હતી અને ખેલાડીઓનું બહુમાન કર્યું હતું, મારો અનુરોધ છે કે આ વખતે પણ તેઓ આગળ આવે અને રાજ્યમાં રમતને પ્રોત્સાહિત કરે. મારી રમતના મેદાનમાં ઉતરતી ટીમો અને તેમના આયોજકોને વિનંતી છે કે વિજયી થવા માટે ક્યાંક ખેલ જગતની મર્યાદાનો તેઓ ઉલ્લંઘન ના કરે, જો ક્યારેક તમને અમ્પાયરનો નિર્ણય અજુગતો લાગે તો તે અંગે યોગ્ય જગ્યાએ રજુઆત કરી તંદુરસ્ત વાતાવરણ ઉભો કરવા પ્રયાસ આપણે કરીએ અને ખોટા લોકો રમતનો લાભ લેવોનો પ્રયાસ ના કરે તેવું વાતાવરણ ઉભુ આપણે કરીએ.

ગયા વર્ષે રાજ્યમાં બીજી રમત ચાલી રહી હતી અને તેથી આપણે 2012નો ખેલ મહાકુંભ યોજી શક્યા નહોતા. એ રમત હતી ચૂંટણીની રમત. ચૂંટણીના મેદાનની રમત હતી અને આચારસંહિતા હતી. સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી સતત ચારેક મહિના રાજ્યમાં એ મહોલ રહ્યો હતો. પરંતુ હવે તેમાંથી બહાર આવીને રાજ્યમાં 2012ના ખેલમહાકુંભને યોજવામાં આવી રહ્યો છે અને 2013નો ખેલ મહાકુંભ પણ યોજવામાં આવશે.

આ વખતના ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે 25 લાખ જેટલા યુવાનો આગળ આવ્યા છે, જેમાં સાત લાખ બહેનોએ નોંધણી કરાવી છે. રાજ્યની સાત લાખ દિકરીઓ મેદાનમાં ઉતરે, એ આવતીકાલની નારીશક્તિના દર્શન કરાવે છે. ઉપરાંત સ્પેશિયલ ચાઇલ્ડ કે જેમનામાં કુદરતે કેટલીક ખોડ ખાપણ મુકી છે, તેવા એક લાખ બાળકોએ પણ નોંધણી કરાવી છે. દુનિયામાં આવી ઘટના ક્યારેય ઘટી નહીં હોય. હું એક લાખ બાળકો અને તેમના માતા-પિતાને સવિશેષ અભિનંદન પાઠવું છે. આ બાળકો માટે જીવનના તમામ સુખ છોડવા પડતા હોય છે. તમામ ખુશીને ત્યજી દીએ ત્યારે આ બાળક મોટું થતું હોય છે. તેમણે ઉત્સાહભેર રમતના મેદાન પર બાળકો મોકલવાની સક્રિયતા દર્શાવી તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે. આટલું તેમણે રમત-ગતમના પર્વ એવા ખેલ મહાકુંભ 2012ને ગૌરવપૂર્ણ ખુલ્લો મુકવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી.

English summary
chief minister of gujarat narendra modi today inaugurated mega sports event khel mahakumbh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X