• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નરેન્દ્ર મોદી પર હુમલો થવાની ભીતિ, રેકી પણ થઇ : આઇબી

|

ગાંધીનગર, 23 મે : ગુજરાતના લોકલાડિલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ફરી એકવાર જીવનનું સંકટ તોળાઇ રહ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક એન્ટિ મોદી તત્વો તેમની ઉપર આગામી સમયમાં હુમલો કરી શકે એમ છે. આ કારણે આગામી મહિને આવી રહેલી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીએ વધારે સાવધાની રાખવી પડશે.

જાણો : ભારત માટે નરેન્દ્ર મોદીના 7 મહત્વનાં સપનાં

ગુજરાતમાં આગામી બીજી જુનના રોજ બે લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થનાર છે. આ ચૂંટણી અંગેની મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રચાર જાહેરસભા કે રેલી દરમ્‍યાન કેટલાક તત્‍વો બોમ્‍બ ધડાકા કરે તેવી શકયતા હોવા અંગે અને આવા તત્‍વોએ મોદીની ચૂંટણી પ્રચાર અંગે નિકળે તે વિસ્‍તારની રેકી પણ કરી હોવા અંગેની કેન્‍દ્રીય ગુપ્તચર વિભાગે ગુજરાતના ગૃહ વિભાગને માહિતી આપતા ગુજરાત પોલીસને એલર્ટ કરી હોવાનું પ્રસિધ્‍ધ થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રસિધ્‍ધ થયેલ માહિતી પ્રમાણે આ બોમ્‍બ ધડાકા દેશદ્રોહી તત્‍વો નહી પણ કેટલાક કટ્ટરવાદીઓ કરાવે તેવી દહેશત દર્શાવવામાં આવી છે અને ઓછી ઘનતાવાળા બોમ્‍બનો ઉપયોગ કરવા માટે નિવૃત લશ્‍કરી અધિકારીની મદદ મેળવી હોવાનું પણ અહેવાલમાં જાણાવ્‍યું હોવાનું જાણવા મળે છે.

English summary
Narendra Modi likely to be attacked by anti modi elements : IB.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more