For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટા ચૂંટણી: ગુજરાતમાં મોદી મેજીક, બિહારમાં નિતિશનું નાક કપાયું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 જૂન: પાંચ રાજ્યોમાં લોકસભાની 4 સીટો અને વિધાનસભાની 6 સીટો પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. આ સીટો માટે રવિવારે મતદાન કરવામાં આવ્યું હતું. 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આ પેટાચૂંટણીઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરૂઆતી પ્રવાહમાં મોદીનો મેજિક જોવા મળી રહ્યો છે. રાજ્યની 2 લોકસભાની સીટો અને 4 વિધાનસભાની સીટો પર ભાજપ આગળ છે. આ બધી કોંગ્રેસ પાસે હતી. તો બીજી તરફ બિહારમાં મહારાજગંજ લોકસભા સીટ પર પેટાચૂંટણીમાં નિતિશને મોટો ફટકો પડતો જોવા મળી રહ્યો છે. સરકારમાં શિક્ષા મંત્રી અને જેડીયૂના ઉમેદવાર પ્રશાંત કુમાર શાહી આરજેડીના પ્રભુનાથ સિંહથી લગભગ 18 હજાર મતોથી પાછળ ચાલી રહ્યાં છે. પ્રશાંત કુમાર શાહીએ પોતાની હાર સ્વિકારી લીધી છે.

ગુજરાતમાં કોંગ્રેસની 2 સીટો દાવ પર

ગુજરાતમાં બે લોકસભાની સીટો પોરબંદર અને બનાસકાંઠા સીટ માટે અને ચાર વિધાનસભાની સીટો ધોરાજી, જેતપુર, લિંબડી અને મોરવા હડફ માટે પેટાચૂંટણી થઇ હતી. ભાજપ શાસિત ગુજરાતમાં આ પેટાચૂંટણી વિપક્ષી કોંગ્રેસ માટે અગ્નિપરીક્ષા માનવામાં આવે છે, જેને ગત ચૂંટણીમાં છ સીટો જીતી હતી. બનાસકાંઠા લોકસભા સીટ કોંગ્રેસના સાંસદ મુકેશ ગઢવીના નિધનના કારણે ખાલી પડી હતી. જ્યારે પોરબંદર સીટ વિઠ્ઠલ રાદડિયાના રાજીનામાના કારણે ખાલી થઇ હતી. વિઠ્ઠલ રાદડિયાએ ફેબ્રુઆરીમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા. લોકસભાની પેટાચૂંટણી માટે ભાજપે તેમને જ ઉમેદવાર બનાવ્યા હતા.

ગુજરાતની જેતપુર વિધાનસીટ પરથી વિઠ્ઠલ રાદડિયાના પુત્રએ જીત મેળવી છે. જ્યારે મોરવા હડફ સીટ પરથી ચૂંટણી લડી રહેલા નિમિષાબેને 17716 મતોથી જીત મેળવી ભાજપે 3 સીટો પર કબજો મેળવી લીધો છે. લિંબડી સીટ પરથી ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણાએ 15 હજાર મતોથી જીત પ્રાપ્ત કરી છે.

nitish-kumar-narendra-modi

નીતિશના મંત્રીની પરીક્ષા

બિહારની મહારાજગંજ લોકસભા સીટ પર રસપ્રદ મુકાબલો છે. આ સીટ આરજેડીના સાંસદ ઉમાશંકર સિંહનું નિધન થતાં આ સીટ ખાલી થઇ હતી. આ સીટ પર સત્તારૂઢ ઉમેદવાર પ્રશાંત કુમાર શાહી, આરજેડીના પ્રભુનાથ સિંહ અને કોંગ્રેસના જિતેન્દ્ર સ્વામી ચૂંટણી લડી રહ્યાં છે. પ્રશાંત કુમાર શાહી રાજ્યના શિક્ષણ મંત્રી છે. મહારાજગંજની પેટાચૂંટણીમાં આરજેડીના ઉમેદવાર પ્રભુનાથ સિંહે ભારે જીત પ્રાપ્ત કરી લીધી છે. બુધવારે યોજવામાં આવેલી મતગણતરીમાં પ્રભુનાથે જેડીયૂના ઉમેદવાર પીકે શાહીને લગભગ એક લાખ 36 હજાર વોટોથી હરાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠક પરથી ભાજપના વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસનાં વિનુ અમીપરાને હરાવીને ભવ્ય જીત પ્રાપ્ત કરી છે. જ્યારે બનાસકાંઠાની સીટ પરથી ભાજપના હરિભાઇ ચૌધરીએ પૂર્વ સાંસદ મુકેશ ગઢવીનાં પત્ની ક્રિષ્ણા ગઢવીને માત આપી ભાજપે બંને લોકસભાની સીટો પર કબજો જમાવી લીધું છે. પોરબંદર લોકસભાની બેઠકમાં ૧૪,૯૩,૩૨૩માંથી ૪,૫૧,૭૫૬ મતદારોએ મતદાન કરતા સૌથી ઓછુ ૩૦.૨૬ ટકા મતદાન નોંધાયું હતું.

English summary
Modi magic Work in Gujarat By-Elaction but Nitish Fail in Bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X