For Quick Alerts
For Daily Alerts
કપિલ દેવ ગુજરાતમાં ખોલી શકે છે ખેલ એકેડમી
ગાંધીનગર, 15 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભારતીય ક્રિકેટના વરિષ્ઠ નિવૃત્ત ખેલાડી કપીલ દેવે સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કપિલ દેવે રસ દાખવ્યો છે. એવી માહિતી રાજ્યના અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે.
માહિતી અનુસાર અધિકારીઓએ જણાવ્યું છે કે, કપિલ દેવે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ખેલ એકડમી શરૂ કરવા અંગેના પોતાના વિચારો રજૂ કર્યાં છે. મોદીએ ટ્વિટ કર્યું છે કે, દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત શાનદાર રહી. ખેલના વિકાસ માટેના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ક્રિકેટ અને ક્રિકેટના માધ્યમ થકી ભારતીય રમતોના વિકાસ માટે તેમજ ખેલમહાકુંભના વિરાટ સ્તરના રમતોત્સવ અભિયાનની સફળતાનું યશભાગી નેતૃત્વ પુરૂં પાડવા માટે કપીલ દેવે મોદીને અભિનંદન આપ્યા હતા.
Comments
khel mahakumbh narendra modi former indian cricketer kapil dev gandhinagar ખેલ મહાકુંભ નરેન્દ્ર મોદી પૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવ ગાંધીનગર
English summary
On the morning of 14th February 2013 Narendra Modi met former Indian cricketer Kapil Dev in Gandhinagar today.