For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના 3D ભાષણોએ રચ્યો ઇતિહાસ : ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન

|
Google Oneindia Gujarati News

3d-narendra-modi
અમદાવાદ, 15 માર્ચ : ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ વિકાસ પુરુષ તરીકે લેખાવે છે. કારણ કે મોદી સમય સાથે ચાલનારા નેતા છે. જો હે હવે ભાજપ આગામી લોકસભા ચૂંટણી 2014માં ટેક્નોલોજી લીડર તરીકે લેખાવે તો નવાઇ પામવા જેવું નથી કારણ કે નરેન્દ્ર મોદી લોકસંપર્ક માટે નવી ટેકનોલોજીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા માટે જાણીતા છે. આ બાબત હવે દુનિયા પણ માનવા લાગી છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 દરમિયાન નરેન્દ્ર મોદીએ એક સાથે અનેક લોકો સુધી પહોંચવા માટે થ્રીડી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. અકવારના સફળ પ્રયોગ પછી તેમણે થ્રીડી ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. આ કારણે તેઓ વિપક્ષની ટીકાનું નિશાન પણ બન્યા હતા.

આ થ્રીડી ભાષણોએ જ તેમને રેકોર્ડ વિશ્વમાં સ્થાન અપાવ્યું છે. નરેન્દ્ર મોદીના થ્રીડી ભાષણોને ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ બાબતની જાણકારી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આપી છે. આ કારણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું પ્રચાર અભિયાન યાદગાર અને ઐતિહાસિક બન્યું છે. કારણ કે આ ટેકનોલોજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

સમગ્ર દેશના ઇતિહાસમાં પ્રથમવાર નરેન્દ્ર મોદીની પહેલ દ્વારા ગુજરાતની ચૂંટણીઓમાં થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો. એનચાંટ થ્રીડી કંપનીએ 10 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના 55 મિનિટના ભાષણને 53 સ્થળોએ એક સાથે થ્રીડી પ્રસારિત કર્યા હતા. આ પ્રકારએ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ હોલીવુડના મોટા સ્ટાર્સ જેવા કે મેડોના અને મારિયા કેરી અવારનવાર કરતા હોય છે.

નરેન્દ્ર મોદીના અનોખા અને આકર્ષક પ્રચારને કારણે કોંગ્રેસ જાણે મૂર્છિત થઇ ગઇ હતી. થ્રીડી પ્રચાર મુદ્દે દિગ્વિજય સિંહે મોદીને ઝાટકવાની સાથે તેમની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે થ્રીડી અભિયાન ખાસ નથી. આ અભિયાનમાં એક વ્યક્તિ બોલે છે તો તેનો અવાજ અને ચહેરો 10 જગ્યાએ સંભળાય અને દેખાય છે. રામાયણમાં પણ આવી વ્યક્તિ હતી જેને 10 માથા હતા. આમ કહીને તેમણે મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી.

English summary
Narendra Modi's 3D speeches enter guinness book world records.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X