• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે તરસ્યું નહી રહે સૌરાષ્ટ્ર, મોદીની ખાસ યોજના

|
narendra-modi
ધોરાજી, 8 માર્ચઃ રાજકોટ જિલ્લા ખાતે આજે ભાજપની જાહેર સભા યોજાઇ હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યએ કરેલા મહિલાઓ અને યુવાનો માટેના વિકાસકાર્યો તેમજ પાણીની સમસ્યા સામે ઝઝુમતા સૌરાષ્ટ્ર માટેની પાણીની યોજના અંગે જણાવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારના બજેટ અને પ્રધાનમંત્રીના સાયરાના અંદાજ પર પ્રહાર કર્યા હતા.

નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના મિત્રો બેફામ નિવેદનો અને ગપગોળા ચલાવી રહ્યાં છે. જાણે કે એમને એમ જ લાગે છે કે ચૂંટણી હજુ પૂરી થઇ નથી, આ એક નિરાશાની નિસાની છે. કોંગ્રેસ પાર્ટીની કળ હજુ વળી નથી. આ બેફામ નિવેદનો અને ગપગોળાના કારણે જ ગુજરાતની જનતાએ કોંગ્રેસને કમરતોડ ફટકો માર્યો છે. તેમની કમળ તૂટી ગઇ છે, ચાલવાની તાકાત નથી, પરંતુ મોઢામાં જે જીભ છે તે બંધ નથી થતી, મને દયા આવે છે, તેમની આ બેફામ ભાષાના કારણે જ જનતાએ તમને તગેડી મુકી છે. તમે જે કામો કર્યા છે તેના કારણે જ જનતા તમને પગ મુકવા દેતી નથી, તમે જનતાને ઓળખવામાં થાપ ખાધી છે. તમે જે ભાષા ઉચ્ચારો છો, તેવી ભાષાને ગુજરાતની જનતા ક્યારેય સ્વિકારતી નથી. હા, તેનાથી તમને છાપામાં ચાર કોલમ જરૂરથી મળી જાય છે અને તમને સંતોષ થતો હશે, પરંતુ ગુજરાતની જનતા તમને ઓળખી ગઇ છે.

ભાઇઓ-બહેનો હમણા સંસદ ચાલી રહી છે, કેન્દ્રનું બજેટ આવ્યું, અહીં હજારો લોકો બેઠા છે, જાણકાર લોકો બેઠા છે, તમે ક્ષણભર વિચાર કરો, ભારત સરકારના બજેટમાં એવી કોઇ વસ્તુ છે, જેનાથી તમને એમ થાય કે હાશ કઇંક તો સારું કર્યું, સાવ કોરે કોરુ બેજટ હતું. ખાલી ઘડો વાગે ઘણો એ તમે સાંભળ્યું છે ને, મે ગઇ કાલે દેશના પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળ્યું અને મને આ કહેવત યાદ આવી ગઇ, 'ખાલી ઘડો વાગે ઘણે'. દેશના પ્રધાનમંત્રી પાસે અપેક્ષા હતી કે તેઓ નક્કર વાતો કરે, તેમની સરકાર દેશને ક્યાં લઇ જવા માગે છે, શું નક્કર કામો અને યોજના છે, પરંતુ પ્રધાનમંત્રીના ભાષમાં એ તમામ બાબતોનો અભાવ હતો.

તેથી તેમણે સંસદમા શું કર્યું, શેર-સાયરીનો આશરો લેવો પડ્યો, કંઇક અલગ નહીં કરુ તો મીડિયાનું ધ્યાન જશે નહીં અને એવું નહીં કરું તો મારી તો ધોલાઇ થઇ જવાની છે, એટલા માટે તેમણે શેર-સાયરીનો રસ્તો અપનાવ્યો અને આ મીડિયા પણ લાગી પડ્યું તેમની શેર-શાયરીમાં. પ્રદાનમંત્રીને ખબર નથી કે નબળાઇને ઢાકવા માટે તમે જે શાયરીના વાકચાતુર્યનો સહારો લીધો, તેને જવાબ આપવાનું સમાર્થ્ય ત્યાં બેસેલી ભાજપમા છે, અને અમારા નેતા સુષ્મા સ્વરાજે તેનો જવાબ આપીને તમને હતા નહોતા કરી નાખ્યા.

આજે રાજ્યસભામાં ભાષણ હતું, ગઇ કાલની ઘટનામાં તેમણે બોધપાઢ લીધો અને તેથી આજે રાજ્યસભામાં ગઇકાલનો મીજાજ ગુમાવી દીધો. આજે તેમના રૂપરંગ જ જુદા હતા. સમય કેમ પસાર કરવો, બચીને કેમ ચાલવું એ જ તેમની અવસ્થા હતા, દેશ વધુને વધુ દુર્દશામાં ઘેરાયેલો છે અને દેશને તેમાથી કાઢવામાં દેશની સરકાર સદંતર નિષ્ફળ રહી છે અને તેથી આપણે તેમનાથી ગુજરાતને બચાવીને બેઠા છીએ. ગુજરાત તમામ મોરચે અડગ રહ્યું છે.

આ વર્ષે પાણીનું સંકટ આવ્યું છે. જ્યાં પાણીનું સંકટ છે, તેમની જે વેદના છે, એ જ વેદના ગાંધીનગરમાં બેસેલી આ સરકારની પણ છે. ઓગસ્ટ મહિનામાં પીવાના પાણીનો વપરાશ હોતો 80 કરોડ લીટરનો. જે વધ્યો છે અને તેથી જ આજે કોઇ નાગરીક તરસ્યો ન રહે તે માટે 150 કરોડ પલીટર પાણી માટેની સરકારે તજવીજ પૂર્ણ કરી છે. ચૂટણી હતી ત્રણ મહિના આચાર સહિતા લાગી હતી અને મે ચૂંટણી કમિનશનને કહ્યું હતું કે ચૂટણી તો આવશે, આ કામ ના અટકાવો, આ કામથી વોટમાં ફેર પડવાનો નથી, મારા જે કામ ચાલે છે તેને ચાલવા દો, તેમણે તેમ ના કર્યું અને તેના કારણે મારા કામને તાળા લાગી ગયા.

આપણે જાણીએ છીએ 12 મહિના કામ કરતા ગુજરાતને જ્યારે આ 12 મિહનામાથી 3 મહિનાનું ગાબડુ પડે એટલે શું થાય કેટલુ મોટી અસર પડે. નવી સરકાર બન્યા પછી મે પહેલું કામ પાણીનું કર્યું. જ્યાં જ્યાં પાણી માટે અવાજ ઉઠે છે, ત્યાં ત્યા મારી સરકારને દોડતી કરી દઉ છું અને લોકને તકલીફ ના પડે તેવું કામ કરું છું. કુદરત આપણાથી રુઠી છે અને આપણી કસોટી કરી રહી છે, પણ આવનારા દિવસમાં આવી પરિસ્થિતિ ફરી ના થાય તેની પુરતી યોજના હાથ ધરવામાં આવી છે.

સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી ઘરે-ઘરે પહોચવાડનું ભગીરત કામ હાથ ધર્યું છે અને તેના માટે 10 હજાર કરોડ ફાળવ્યા છે, જે નાનું નથી, 2001માં આખી સરકારનું બેજટ 6 હજાર કરોડ હતું. આજે માત્ર સૌરાષ્ટ્રના પાણીનું બજેટ 10 હજાર કરોડ છે. તમે ચારે તરફ જોતા હશો, જ્યાં ડેમ સુકાયા ત્યાં માટી કાઢાવાનું કામ ચાલી રહ્યું છે, ચેક ડેમ હોય કે તળાવ જ્યાં પાણી નથી ત્યાં માટી હટાવવામાં આવી રહી છે. ઇશ્વરે જે આપત્તિ આપણને આપી છે, તેને અવસરમાં બદલીને આપણી સંગ્રહ શક્તિમાં વધારો કરવો છે અને તે માટેનું કામ ઉપાડ્યું છે. આ કામ પાર પડી ગયું તો આપણી સંગ્રહ શક્તિ બે ગણી થઇ જશે તેવી શક્યતાઓ છે. કેટલું મોટું કામ આના માધ્યમથી થવાનું છે.

તેમણે વધુંમાં કહ્યું, હમણા ભારત સરકરનો અહેવાલ બહાર પડ્યો, આ અહેવાલ પ્રમાણે, આખા દેશમાં ઓછામાં ઓછી બરોજગારી દેશમાં જો ક્યાંય હોય તો તેમાં ગુજરાતનું નામ છે. લોકોને રોજીરોટી મળી રહે તે માટે આપણે મથામણ કરીએ છીએ. 8 માર્ચે આખું વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે હમણા કેગનો અહેવાલ આવ્યો, જેમાં એક મહત્વની વાત કરવામાં આવી છે, આ મહત્વની વાતથી મારી ગુજરાતની માતાઓ અને બહેનો પરિચિત થાય તે માટે એક ઘટના હું અહીં કહેવા માંગુ છું. 2001ના વસ્તીના આકંડા આપણને 2005માં જોવા મળ્યા, ગુજરાતનું ધ્યાન ગયું કુપોષણ પર અને સરકારે કુપોષણની સામે લડાઇ લડવાનું કામ ઉપાડ્યું. ખાનગી અને સરકારી સંસ્થા, મંદિરો વિગેરે તરફથી સગર્ભા માતાને સુખડી અને પોષણયુક્ત આહાર મળે તે કામ હાથ ધરાયું. આ કેગ રિપોર્ટ કહે છે કે ગુજરાત લડવામાં અને જીતવામાં અગ્રેસર છે, કુપોષણમાં સમગ્ર ભારતમાં ગુજરાત અગ્રેસર છે. જે લોકો ગપગોળાના આધારે ગુજરાતના વિરોધમાં બોલવાનું બંધ નથી કરતા તેમને મારી વિનંતી છે કે કેગના અહેવાલ પર નઝર ફેરવી દો.

વિશ્વ મહિલા દિવસે મને આનંદ છે કે, નાના ભુલકા અને માતાને જે સમસ્યા થાય છે, તેને રક્ષિત કરવાનું કામ આ સરકારે કર્યું છે. મહિલા દિવસ છે ત્યારે સરકારે એક પહેલ કરી કે આપણા સમાજમાં વ્યવસ્થા એવી છે કે બહેનોના નામે કોઇ મિલ્કત જ ના હોય, ખેતર, ઘર, ગાડી કે પછી અન્ય કોઇ મિલકતની ખરીદી કરવામાં આવે તો તે પિતા, પતિ કે છોકરા નામે થાય છે. સ્થાવર મિલકત બહેનોના નામે કરવામાં આવતી નથી, કમનસીબે મોભી ગુજરી જાય તો બેટાના ખાતે જાય, માતાને કંઇના મળે. સરકારે પ્રોતસહાક કાર્ય કર્યું મહિલા સશક્તિકરણની વાત કરુ છું ત્યારે સરકારે નિર્ણય કર્યો, કોઇપણ સંપત્તિને બહેનોના નામે ખરીદવામાં આવશે, તેના પર સ્ટેમ્પ રજીસ્ટ્રેશનમાં બહેનોને માફી આપવામાં આવશે. તેના કારણે બહેનોના નામે મિલકતો ખરીદાવા લાગી. લાખો મારી માતાઓ બહેનો સંપતિની માલિકી મેળવતી થઇ. તેના કારણે ગુજરાતની આવક ઘટી પણ સરાકરે મહિલા સશક્તિકરણનું કામ કર્યું.

અમારી સરકારે નિર્ણય કર્યો લાભ કોઇને આપવાનો હોય તો સરકાર તરફથી જે કંઇ મળશે તેની પહેલો હક માતાને હશે અને પછી પુરુષોના નામ આવશે. મહિલા સશક્તિકરણમાં ગુજરાતે આગવી પહેલ કરી છે. કુપોષણ હોય, મહિલા સશક્તિકરણ હોય ગુજરાત આગણ રહ્યું છે.

મને ઘણી વાર આ દિલ્હીમાં બેસેલી સરકાર માટે હસવું કે રડવું તે સમજાતું નથી. હિન્દુસ્તાન યુવાનોનો દેશ છે પંરતુ આ યુવાનનો ને કોઇ હુનર શિખવવામાં આવે, તાકાત આપવામાં આવે, પણ રોજીરોટીની શક્તિ આપવામાં આવે ત્યારે આ હુનર તેમનામા આવે. સરકાર અને સમાજનું કામ છે હુનર અને કામ પણ આપે. જો બેકરીની ફોજ પેદા થશે તો તે કામ નહીં આવે.

ભારત સરકારે સ્કિલ ડેવલોપમેન્ટનું જે બજેટ ફાળવ્યું તે છે માત્ર 1000 કરોડ, આટલો મોટો દેશ, આટલી મોટી સરકાર અને બજેટ 100 કરોડ. નવ યુવાન દિકરા દીકરીને હુનર મળી શકે એ માટે ગુજરાતે ફાળવ્યા 800 કરોડ. તમે સમજી શકો છો કે ગુજરાતમાં કેટલી તાકાત, કમિટમેન્ટ છે.

English summary
Narendra Modi to address BJP public meeting at Dhoraji
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more