For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી 14 જુલાઇએ પુનાના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા યોજશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 10 જુલાઇ : ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદી આગામી રવિવારે એટલે કે 14 જુલાઇના રોજ પુનાની ફર્ગ્‍યુશન કોલેજના વિદ્યાર્થીઓને મળવાના છે. તેઓ આ મુલાકાત દરમિયાન કોલેજના સાડા પાંચ હજાર વિદ્યાર્થીઓ સાથે વિચાર ગોષ્‍ઠિ કરશે. વિચાર ગોષ્ઠિ દરમિયાન મોદી દેશમાં પેદા થયેલા અવિશ્વાસના વાતાવરણ વિષય પર યુવા વિદ્યાર્થીઓના વિચાર જાણશે.

તાજેતરમાં જ દિલ્‍હીની જાણીતી શ્રીરામ કોલેજના વિદ્યાર્થીઓ સાથે દેશના રાજકીય પરિપેક્ષમાં તેમણે ચર્ચા કરી હતી. હવે તેઓ પુણેની ફર્ગ્‍યુશન કોલેજના વિદ્યાર્થીઓને મળશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મોદીએ વિચાર ગોષ્‍ઠિ પહેલા આ કોલેજના વિદ્યાર્થીઓને રૂબરૂ મળતા પહેલા દેશમાં વિશ્વાસના અભાવ અને તેને દુર કરવાના ઉપાયો સંદર્ભમાં યુવા વિદ્યાર્થીઓ પાસે સુચનો મંગાવ્‍યા છે.

નરેન્દ્ર મોદીએ વિચાર ગોષ્‍ઠિ પુર્વે ‘યુથ આર નોટ ફોર જસ્‍ટ ન્‍યુ વોટર. ધે આર ન્‍યુ એજ પાવર'નો નારો આપ્‍યો છે. લીબરલ લર્નિંગ ઓફ ઇન્‍ડિયાના ઉદ્દેશથી 1888માં સ્‍થાપિત અને ડેક્કન સોસાયટી દ્વારા સંચાલિત ફર્ગ્‍યુશન કોલેજના સ્‍થાપકોમાં લોકમાન્‍ય બાળ ગંગાધર તિલક જેવા મહાપુરૂષોનું નામ જોડાયેલુ છે.

આ કોલેજમાં વીર સાવરકર, કાકા કાલેલ્‍કર જેવી હસ્‍તીઓએ અભ્‍યાસ કર્યો હતો. હાલમાં અહી નેચરલ સાયન્‍સ, ઇલેકટ્રોનીકસ, હ્યુમન સાયન્‍સ અને સોશ્‍યલ સાયન્‍સ જેવા અભ્‍યાસક્રમોમાં 5500 વિદ્યાર્થીઓ સ્‍નાતક તથા તેથી ઉપરનો અભ્‍યાસ કરી રહ્યા છે.

English summary
Modi will make discussion with student of Pune on 14 July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X