‘યે તો હોના હી થા..’ વડોદરાથી આજે રાજીનામું આપશે મોદી

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 29 મેઃ દેશના 15 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડોદરા બેઠક પરથી રાજીનામું આપવાના છે, જ્યારે વારણાસી બેઠક પોતાની પાસે રાખવાના છે. નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા અને બન્ને બેઠકો પરથી ભારે મતદાન સાથે વિજયી થયા હતા.

narendra-modi-vadodara
જ્યારથી તેમણે વડોદરા અને વારાણસી એમ બન્ને બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારથી જ એવા અંદેશા લગાવવામાં આવી રહ્યાં હતા કે તેઓ વડોદરા બેઠક પરથી રાજીનામું આપશે, પરંતુ તેમણે વડાપ્રધાન પદના શપથ લીધા ત્યાં સુધી આ અંગે કોઇ ફોડ પાડ્યો નહોતો. વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યાના બીજા દિવસ બાદ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હવે જોવાનું એ રહ્યું કે તેઓ વડોદરા આવીને રાજીનામું આપશે કે પછી સીધુ ચૂંટણી પંચ સમક્ષ પોતાનું રાજીનામું ધરશે.

વડોદરા અને વારાણસી બેઠક પર નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રદર્શન અંગે વાત કરીએ તો વડોદરામાં મોદીએ રેકોર્ડબ્રેક સરસાઇથી ચૂંટણી જીતી હતી. વડોદરામાં તેઓ 570128ની સરસાઇથી જીત્યા હતા, જ્યારે વારાણસીમાંથી તેઓ 371784ની સરસાઇથી જીત્યા હતા, આ રીતે જોઇએ તો વડોદરાએ નરેન્દ્ર મોદીને વારાણસી કરતા વધારે પ્રેમ આપ્યો છે, પરંતુ એ વાતનો ગમ વડોદરાને નહીં હોય કે નરેન્દ્ર મોદી વડોદરામાંથી રાજીનામું આપી રહ્યાં છે કારણ કે તેઓ પહેલાથી આ વાતથી અવગત હતા. તેમ છતાં તેઓ નરેન્દ્ર મોદી પાસેથી વડોદરાના વિકાસને ઉચ્ચ શીખરો પર પહોંચાડવામાં આવે તેવી આશા તો ચોક્કસપણે રાખી શકે છે અને મોદી એ આશાને પૂર્ણ પણ કરવાનો બનતો પ્રયાસ કરશે, તેમાં બે મત નથી.

English summary
narendra modi will resign as mp from vadodara constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X