For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધર્મના નામે આર્થિક લાભ આપવો ગેરબંધારણીય : ગુજરાત હાઇકોર્ટ

|
Google Oneindia Gujarati News

gujarat-map
અમદાવાદ, 8 ઑક્ટોબર : ગુજરાત હાઇકોર્ટની વિશેષ બેંચે આજે જણાવ્યું હતું કે ધર્મના આધારે કોઇ પણ જાતિને આર્થિક લાભ આપવો તે બંધારણ વિરોધી છે. હાઇકોર્ટે કહ્યું કે ધર્મને આધારે કોઇ પણ જાતિને લાભ આપવો તે બંધારણની કલમ 15(1)નું ઉલ્લંઘન કરે છે.

આ નિર્ણય સંભળાવનારી બેંચમાં ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે. બી. પારડીવાળાનો સમાવેશ થાય છે. બેંચે આ નિર્ણય રાજ્યમાં પાંચ વર્ષની નીચેના લઘુમતી કોમના વિદ્યાર્થીઓને ધોરણ 10 સુધી ભણવા માટે આપવામાં આવતી કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ યોજનાનો ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા અમલ નહીં કરવામાં આવવાના મુદ્દો આપવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારે આ યોજનાનો અમલ કરવાનો ઇનકાર એમ કહીને કર્યો હતો કે તે કોઇ એક ધર્મના વિદ્યાર્થીઓને લાભ આપવા માંગતી નથી. કારણ કે તેનાથી બંધારણનો ભંગ થાય છે. આ સામે કેન્દ્ર સરકારે રજૂઆત કરી હતી કે આ યોજનાથી પછાત જાતિના લોકોનો વિકાસ કરવાનો હેતુ છે અને આ યોજનાને અન્ય રાજ્યોએ અપનાવી છે.

આ કેસના પીટિશનર હાશિમ કુરેશીએ જણાવ્યું કે રાજ્ય સરકારે ચોક્કસ કોમ સામે ભેદભાવ ધરાવે છે એટલે જ યોજનાનો અમલ કરતી નથી. જો કે બેંચે રાજ્ય સરકારને યોજનાનો અમલ કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે.

English summary
Gujarat High Court bench said offering monetary gains to any community on religious lines is anti-constitutional.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X