For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બારે મેધ ખાંગા: વલસાડ સમેત દ.ગુજરાતની ભયાનક તસવીરો

|
Google Oneindia Gujarati News

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે જનજીવનને અસ્ત વ્યસ્ત કરી દીધુ છે. વલસાડ, ધરમપુર જેવા વિસ્તારોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયા છે. અને દક્ષિણ ગુજરાતની દમણગંગા સમેત તમામ નદીઓ પણ જળબંબાકાર થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે 20 થી વધુ ગામડાઓના સંપર્ક તૂટ્યા છે.

ભારે વરસાદના કારણે જ્યાં મુંબઇ વલસાડ વચ્ચેને રેલ માર્ગ ખોરવાયો છે ત્યાં જ નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળતા અને અનેક જગ્યાએ ભેખડ ધસી પડતા લોકો લાંબા ટ્રાફિક જામમાં ફસાયા છે. વળી પંચમહાલમાં સાર્વત્રિક વરસાદ ઉમરિયા ડેમ છલકાયો. તો એક જગ્યાએ હેલિકોપ્ટરની મદદથી 29 જેટલા લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ કેવી ભયાનક છે તે વિષે જુઓ આ તસવીરો અને જાણો મૌસમનો હાલ....

નદીઓ થઇ ગાંડીતૂર

નદીઓ થઇ ગાંડીતૂર

ધરમપુર અને વલસાડ તાલુકામાંથી વહેતી ઓરંગા અને પારનદી તેમજ દમણગંગા સહિતની નદીઓ ભારે પાણીને કારણે ગાંડીતૂર બનીને વહી રહી છે. તેના કારણે નાના પુલ પરથી પાણીનો ભારે પ્રવાહ ફરી વળ્યો હતો. નેશનલ હાઇવે પર પણ ભારે વરસાદનાં કારણે વાહનો ધીમા પડી ગયા છે. જો કે તે બાદ નેશનલ હાઇ વે બંધ કરવામાં આવ્યો હતો.

અરવલ્લીમાં મેધતાંડવ

અરવલ્લીમાં મેધતાંડવ

અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં મોડી રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો.જેમાં ગત રાતથી સવાર સુધી વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો મેઘરજમાં 2 ઈંચ, ધનસુરમાં દોઢ ઈંચ. મોડાસા સવા ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માલપુરમાં એક ઈંચ,ભીલોડા અને બાયડમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે.

ભાદર ડેમની ભયજનક સપાટીએ

ભાદર ડેમની ભયજનક સપાટીએ

મહિસાગર જિલ્લાના 6 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાનપુરમાં ત્રણ કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. કડાણા ડેમમાં 14 હજાર ક્યુસેક નવા નીરની આવક થઈ છે. અને ડેમની જળ સપાટી 397.9 ફૂટે પહોંચી ગઈ છે.તો ખાનપુરના ભાદર ડેમની જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની જળ સપાટી 118 મીટર જોવા મળી રહી છે. જે ભયજનક સપાટીથી માત્ર પાંચ મીટર દુર જોવા મળી રહી છે. મધુબન ડેમ છલકાતા પાણી છોડવામાં આવ્યું હતું.

ખેરગામમાં વાનમાં બેઠેલા મા દીકરી તણાયા

ખેરગામમાં વાનમાં બેઠેલા મા દીકરી તણાયા

વલસાડ પાસે આવેલા ખેરગામની કોલેજના લેકચરર કલ્પાબેન અને તેમના પતિ તથા દોઢ વર્ષીય પુત્રી રવિવારે ઘરે કાંપરીયા વાનમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન નાંધઈ ગરગડીયા પુલ પરથી પસાર થતાં પાણીના વહેણમાં વાન તણાઈ જતા માતા પુત્રીની ભાળ મેળવવા પોલીસ-ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચી છે. પણ હજી સુધી તેમનો કોઇ પત્તો નથી મળ્યો.

શાળામાં મગર તણાઈ આવ્યો

શાળામાં મગર તણાઈ આવ્યો

નર્મદા જીલ્લાનાં રાજપીપળા ખાતે આવેલી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના પાછળના ભાગે ખાડીમાં પાણીની આવક થતાં 5 ફૂટ લાંબો મગર તણાઈ આવ્યો હતો અંબુભાઇ પુરાણી હાઇસ્કુલનાં મેદાનમાં ફરી રહ્યો હતો. સ્થાનિકોએ મગર જોતા વન વિભાગ તથા વાઇલ્ડ સેવીયર ટીમને પણ જાણ કરી હતી. ત્યારે ભારે જહેમત બાદ 5 ફૂટ લાંબા અને 25 કિલો જેટલું વજન ધરાવાત મગરને સરદાર સરોવરમા છોડવામાં આવ્યો હતો

પંચમહાલમાં ઉમરિયા ડેમ છલકાયો

પંચમહાલમાં ઉમરિયા ડેમ છલકાયો

પંચમહાલના લીમખેડાનો ઉમરિયા ડેમ છલોછલ થયો હતો. ઉમરીયા ડેમ તેની 280 મીટરની સપાટીથી 20 સે.મી. ઉપરથી ઓવરફ્લો થયો હતો. ચાલુ વર્ષે ઉમરીયા ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો હતો ડેમ ઓવરફલો થયાની દાણ થતા લીમખેડાના અધિકારીઓ કાંઠા વિસ્તારના નાગરિકોને સાવચેત કર્યા હતા.

ઘરમાં ધૂસ્યા પાણી

ઘરમાં ધૂસ્યા પાણી

ભારે વરસાદના કારણે વલસાડ, વાપી અને ઉમરગામમાં અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. અને ઘરનો સામાન પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેના કારણો લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

દુકાનો પાણીમાં ધરકાવ

દુકાનો પાણીમાં ધરકાવ

સાથે જ દુકાનો પણ પાણીમાં ઘરકાવ થતા અનેક વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી. વરસતા વરસાદમાં તેમણે દુકાનોમાંથી સમાન નીકાળીને નુક્શાન થતું રોકવાનો પ્રયાસ કર્યો હતો.

બચાવ કામગિરી

બચાવ કામગિરી

કેટલીક જગ્યાએ લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ મોકલવી પડી હતી. તો કેટલીક જગ્યા સ્થિતિને જોતા હેલિકોપ્ટની મદદથી પણ લોકોને બચાવવામાં આવ્યા હતા.

English summary
Monsoon News heavy rain in south gujarat valsad bharuch vapi gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X