
ગુજરાતમાં રોજગાર મળતા 200થી વધુ શ્રમિકોએ ટિકિટ કેન્સલ કરાવી
કોરોના લૉકડાઉન ફેઝ -4 દરમિયાન રાજ્ય સરકારે કામ ધંધા તેમજ લઘુ ઉદ્યોગોને છૂટ આપી દીધી છે. જેના કારણે લાખો મજૂરો પોતાની ફરજ પર પાછા ફરી રહ્યા છે. પ્રવાસી મજૂરો પણ મોટી સંખ્યામાં છે. નવસારીથી પણ આજે સારા સમાચાર સાંભળવા મળ્યા છે. રોજગાર મળવા પર યુપી-બિહારના 200થી વધુ લોકોએ ઘરે પાછા જવાનો વિચાર માંડી વાળ્યો છે. તેમણે પોતાની ટિકિટ કેન્સલ કરાવી દીધી છે.
માહિતી અનુસાર નવસારી હવે ગ્રીન ઝોન તરીકે સંક્રમણ મુક્ત થવા તરફ છે. એટલા માટે અહીં ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવ્યા છે અને મજૂરોની જરૂર પડવા લાગી છે. જે મજૂરો પોતાના ઘરે જવાની ઈચ્છા રાખી રહ્યા હતા તેમને કામ મળી ગયુ છે. માટે તેમણે પોતાના ઘરે જવાનો વિચાર છોડી દીધો છે. હાલમાં પ્રવાસી મજૂરો સમયે ટ્રેનો અને બસોની વ્યવસ્થા ન થવાના કારણે રસ્તા પર ઉગ્ર થઈને પ્રદર્શન કરી રહ્યા હતા.
જો કે નવસારીની વાત કરીએ તો કોરોના સંક્રમણના કારણે અહીંથી લગભગ 15 હજાર મજૂરો પોતાના ઘરે જતા રહ્યા છે. ઘણા લોકો તો પગપાળા જ રવાના થઈ ગયા. તેમને રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો. આ સ્થિતિ ખરેખર દુઃખદાયક છે. રાજયોમાં પરસ્પર તાલમેલના અભાવમાં રામનગર, શનેશ્વરનગર અને અન્ય વિસ્તારોના શ્રમિકોએ ઈલાહાબા, પટના, ગોરખપુર, લખનઉ જવા માટે ટ્રેનોની ટિકિટ બુક કરાવી લીધી હતી. પરંતુ હવે નવસારીમાં રોજગાર મળવાના કારણે તેમણે પોતાની ટિકિટો કેન્સલ કરાવી દીધી છે. તેમને વિશ્વાસ છે કે હવે શહેર એક વાર ફરીથી દોડવા લાગશે.
ઈન્ડિગો, સ્પાઈસજેટ સહિત આ એરલાઈન્સે જૂનથી ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કર્યુ